Oct 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-654

 

અધ્યાય-૧૭-નહુષ સર્પ થઈને પડ્યો 


II शल्य उवाच II अथ संचित्यानास्य देवराजस्य धीमतः I नहुषस्य वधोपायं लोकपालैः सदैवतैः II १ II

શલ્યે કહ્યું-'પછી,બુદ્ધિમાન ઇન્દ્ર,લોકપાલો અને દેવતાઓની સાથે નહુષના વધનો વિચાર કરતો હતો,એટલામાં ત્યાં અગસ્ત્ય ઋષિ દ્રષ્ટિ ગોચર થયા,તેમણે દેવેન્દ્રનું સન્માન કરીને કહ્યું કે-તમે વૃદ્ધિ પામ્યા તે સારું થયું.આજે જ નહુષ દેવરાજ્યથી ભ્રષ્ટ થયો છે,એ તમારું મહદભાગ્ય છે.હે ઇન્દ્ર,હવે હું તમને શત્રુ રહિત થયેલા જોઉં છું'

ઇન્દ્રે તેમનું પૂજન કરીને પૂછ્યું કે-તે નહુષ સ્વર્ગમાંથી કેવી રીતે ભ્રષ્ટ થયો?તે હું સાંભળવા ઈચ્છું છું'

Oct 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-653

 

અધ્યાય-૧૬-ઇન્દ્ર તથા વરુણ આદિનો સંવાદ 


II बृहस्पति उवाच II त्वामग्ने सर्व देवानां मुखं त्वमसि हव्यवाट् I त्वमंतः सर्वभूतानां गूढश्चरसि साक्षिवत II १ II

બૃહસ્પતિ બોલ્યા-'હે અગ્નિ,તમે સર્વ દેવોનું મુખ છો,તમે હવ્યને વહન કરો છો અને સર્વ પ્રાણીમાં સાક્ષીની જેમ ગૂઢ રીતે ફરો છો,કેટલાએક વિદ્વાનો તમને જઠરાગ્નિ રૂપે એક કહે છે તો કેટલાએક ગાર્હપત્ય,દક્ષિણાગ્નિ તથા આહવનીય રૂપે-એમ ત્રણ પ્રકારે કહે છે.તમે જો આ જગતનો ત્યાગ કરો તો તે તુરત જ નાશ પામી જાય.

તમે આ ત્રણ લોકોને ઉત્પન્ન કરીને સંહારકાળ આવતાં પ્રદીપ્ત થઈને પુનઃ સંહાર કરો છો.

Oct 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-652

 

અધ્યાય-૧૫-નહુષને પાડવાની યુક્તિ 


II शल्य उवाच II एवमुक्तः स भगवान शच्या तां पुनरब्रवीत I विक्रमस्य न कालोऽयं नहुषो बलवत्तरः II १ II

શલ્યે કહ્યું-'એ પ્રમાણે ઈન્દ્રાણીએ કહ્યું ત્યારે ભગવાન ઇન્દ્રે તેને ફરીથી કહ્યું કે-'આ પરાક્રમ કરવાનો અત્યારે સમય નથી કેમ કે નહુષ મહાબળવાન થયો છે.ઋષિઓએ તેને હવ્યકવ્ય આપીને બહુ બળવાન બનાવી દીધો છે.પણ હું એક યુક્તિની યોજના કરું છું તે પ્રમાણે તારે કરવું અને આ વાત ગુપ્ત રાખીને તારે કોઈનેય કહેવી નહિ.તારે એકાંતમાં નહુષની પાસે જઈને કહેવું કે-હે નહુષ,તમે દિવ્ય પાલખીમાં બેસી તે ઋષિઓની પાસે ઉપડાવીને મારી પાસે આવો તો હું પ્રસન્ન થઈને તમારે વશ થઈને રહીશ-આવું તું તેને જઈને કહે'

Oct 19, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬-Gita Rahasya-Gnaneshvari-6-Adhyaya-2

હવે જેના વિષે વિચારવાનું-કે સમજવાનું છે-
તે-આત્મા છે-તેને સમજવાની જ કડાકૂટ આ ગીતામાં છે.આત્મા દેખી શકાય તેવો નથી.
એટલે તેને સમજાવવામાં પુસ્તકોની થપ્પીઓની થપ્પીઓ છે.
તર્કથી આત્માને સમજી કે સમજાવી શકાય તેમ નથી જ.
જેને નરી આંખે દેખી ન શકાય-તેને સમજાવી કેમ શકાય ? તેનું વર્ણન કેમ થાય ?
પણ તેને થોડોક પણ સમજ્યા વગર ગીતાનું આત્મજ્ઞાન સમજી શકાય તેવું નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-651

 

અધ્યાય-૧૪-ઈન્દ્રાણીને ઇંદ્રનાં દર્શન 


II शल्य उवाच II अथैना रूपिणी साध्वींमुपातिष्ठदुपश्रुतिः I तां वयो रूपसंपन्नां द्रष्ट्वा देवीमुपस्थिताम् II १ II

શલ્યે કહ્યું-પછી,ઉપશ્રુતિ દેવી મૂર્તિમંત થઈને સાધ્વી ઈન્દ્રાણી પાસે આવીને ઉભી.તેને જોઈને ઈન્દ્રાણી મનમાં 

બહુ પ્રસન્ન થઈને બોલી-'હે સુંદરમુખી,તને જાણવાની હું ઈચ્છા રાખું છું,માટે બોલ તું કોણ છે?'

ઉપશ્રુતિ બોલી-'હે દેવી,હું ઉપશ્રુતિ છું,તારા સત્યને લીધે હું તારી પાસે આવી છું,હું તને ઇંદ્રનાં દર્શન કરાવીશ,

તું મારી પાછળ ચાલ એટલે તને તે દેવેન્દ્રનાં દર્શન થશે' આમ કહી તે આગળ ચાલી ને તેની પાછળ ઈન્દ્રાણી ચાલી.

Oct 18, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫-અધ્યાય -2-Gita Rahasya-Gnaneshvari-5-Adhyaya-2

અર્જુન ની “બુદ્ધિ” પર “અજ્ઞાન” નો  અંધકાર છવાઈ જવાથી તે પોતાનું જે કર્મ કરવાનું (યુદ્ધ) છે તે ભૂલ્યો છે.એટલે શ્રીકૃષ્ણ સહુ પ્રથમ તો તેના અજ્ઞાન ને દૂર કરવા સાચું જ્ઞાન  (જ્ઞાનયોગ) સમજાવે છે.અને આ સાચું જ્ઞાન (આત્મ-જ્ઞાન) આપી ને તેને તેનો ક્ષત્રિય ધર્મ  (સ્વ-ધર્મ) અને તેનું સાચું કર્મ (કર્મયોગ) સમજાવે છે.  કે જેથી તેની બુદ્ધિ સ્થિર (સ્થિતપ્રજ્ઞ) થાય.એટલે જ આ બીજા અધ્યાય માં જ્ઞાનયોગ અને કર્મયોગની પણ વાત છે.