Feb 22, 2012

Gayatri Mantra-Explaination

Aum Bhur Bhuvah Swah, Tat Savitur Varenyam
Bhargo Devasya Dhimahi, Dhiyo Yo Nah Prachodayat

---------------------------------------------------------------------------------------
Scientific interpretation of the Mantra:
The earth (bhur),
the planets (bhuvah),
and the galaxies (swah)
are moving at a very great velocity,
the sound produced is( Om), (the sound of formless Supreme Power.)
That Supreme Power (tat),
who manifests Himself in the form of light of Devine SUN (savitur)
is worthy of respect (varenyam).
Therefore I meditate (dheemahi)
for that glorious light (bhargo)
of that deity(Devine SUN) (devasya)
May He (yo)
Guide
our (nah)
intellect (dhiyo)
in right direction (prachodayat)
--------------------------------------------------------------------------------------------------------------


1. AUM (ॐ)---- The sacred sound---Symbol----- The modern astrophysics and astronomy tell us that our Galaxy called Milky Way or contains approximately 100,000 million of stars. Each star is like our sun having its own planet system. We know that the moon moves round the earth and the earth moves round the sun along with the moon. All planets round the sun.
Each of the above bodies revolves round at its own axis as well. Our sun along with its family takes one round of the galactic centre in 22.5 crore years. All galaxies including ours are moving away at a terrific velocity of 20,000 miles per second
We observe that when an ordinary fan with a speed of 900 RPM (rotations Per minute) moves, it makes noise. Then, one can imagine, what great noise would be created when the galaxies move with a speed of 20,000 miles per second.
The sound produced due to the fast-moving earth, planets and galaxies is Om. The sound was heard during meditation
2. BHUR---------- Earth------- (Prana) Existence----------{Sat (tuth)}
3. BHUVAH ----- Sky--------- (Apana)
                                                (Atmosphere) -Consciousness----{Chit(Who Control of intellect??)}
4. SWAH---------- Heaven------ (Vyana)
                                                  (Beyond atmosphere)-- -Bliss----------------{ Ananda (Bliss)}
The first line (Aum Bhur Bhuvah Swah) is considered an invocation, and is not technically a part of the original Gayatri Mantra as it appears in the Upanishads(Easy Explanation Books written from Veda)
5. TAT --------------That--------- being used in Sanskrit to denote the third person.
6. SA-VI-TUR----- Devine Sun
(Ultimate light of wisdom) Savita(SUN), from which Savitur is derived----Sun represents “The Energy (power)“Of the Supreme Power(If you want you can tell ‘GOD’)
7. VA-RE-NY-AM------- Acceptance--Or Adore acceptance of Supreme Power
8. BHAR-GO---------- Glorious Light---- Presentation of power.(By Supreme Power)
9. DE-VAS-YA--------- of the deity
(SUN) The word Deva, from which this word is derived,
Deva is used to describe anyone who is considered to possess a special quality( Like SUN) of the supreme power
10. DHI-MA-HI ----we contemplate ---Meaning to meditate and focus our mind on Supreme Power
11. DHI-YO--- intellect----- Supreme Power’s presence and influence on our mind and intellect
12. YO---- "Who" or "That"----, Yo signifies that it is not to anyone else that we direct these prayers, but to Supreme Power alone. Only Supreme Power is worthy of the highest adoration, only Supreme Power is perfect and free from all defects.
13. NAH --- Ours----- signifies the selflessness of the request we make to Supreme Power
14. PRA-CHO-DA-YAT---- requesting Deploy our intellect on the right path. (awakening of our true intelligence. )
.........................................................................................................................................
બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો

Where is Happiness?

Who can get 
“Peace of Mind”--“Happiness”--“tranquility“ ?
---------------------------------------------------------------------------------------
Best Answer from Gita (2-71)
Original text is in Sanskrit Language which can be read as follow
----------------------------------------------------------------------------------------
Vihaya Kaman yah sarvaan puman ma charti nispruh
nirmamo nirahankarah sa santim adhigacchati---------- 2-71
----------------------------------------------------------------------------------------
Meaning
-------------------------------------------------------------------------------------------------
Person who gave up all DESIRE and live(life) --Without ATTACHMENT
Without EGO --Without CONCEPT OF MINE---Attain PEACE 
-------------------------------------------------------------------------------------------------
Word by Word Meaning
---------------------------------
Person(Puman)
Who(yah)
Gave up(vihaya)
All(sarvaan)
Desire(kaamaan)
And
Live (life) (charati)
Without attachment(nispruha)
Without ego(nirahankaar)
Without concept of “mine“ (nirmamo)
Attain(adhigacchati)
Peace(santim)
-----------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------
Now
Who can get -“Supreme Peace of Mind”-“Supreme Happiness” -“Supreme tranquility“ ?
------------------------------------------------------------------------------------------------------------------------
Best Answer from Gita(4-39)
Original text is in Sanskrit Language which can be read as follow

shraddhaval labhate jnanam tat-parah samyatendriyah
jnanam labdhva param shantim acirenadhigacchati ---------- 4-39

Meaning

One with-- full faith(toward truth)--attentively focused(toward truth)--
And--who has conquered senses--achieves--KNOWLEDGE(OF TRUTH)--
And having achieve this--immediately attain SUPREME PEACE.
-----------------------------------------------------------------------------------------------------------------------
Word by word meaning

One with 
full faith(shraddhaval)
attentively focused(tat-parah )
And
who has conquered senses(samyatendriyah)
Achieves(labhate)
KNOWLEDGE(jnanam)
And 
having achieve this(labdhva)
immediately attain (acirenadhigacchati)
SUPREME PEACE.(param shanti)

Feb 5, 2012

ધર્મો


ધર્મો એ માદક દ્રવ્યો (ડ્રગ) જેવા  છે.

આ ધર્મો તે ‘પરમાત્મા’ ને પામવાના  સાધનો પણ છે.

કોઈ એક વિરલ વ્યક્તિવ આવી અને ઘોડો બને છે.અને એ ઘોડાની પાછળ ગાડી જોડાઈ જાય છે.
અને ગાડી માં ભક્તો-અનુનાયીઓ બેસી જાય છે.સંસ્થાઓ રચાય છે,આશ્રમો બને છે.મંદિરો બને છે,
પરમાત્મા એક સ્વપ્ન બની જાય છે.
પરમાત્મા ને બદલે હવે મંદિરો,આશ્રમો અને વ્યક્તિઓ પુજાય છે.
અને નવા પરમાત્મા બની જાય છે.
અને આ નવા બનેલા કલ્પનાના પરમાત્માઓ નો લોકો ને નશો ચડાવવામાં આવે છે.
ભગવાન ને કોઈ વ્યક્તિ ને મંદિર માં બેસાડી,થોડો સમય પૂજા કરી ને તેમના નામે એક
ધુનો,ભજનો ,પ્રસાદ બનાવી ભક્તોને એક જાતનો નશો(ક્ષણિક આનંદ) આપીને
આ નવા પરમાત્મા ના દર્શન કરાવી દેવાય છે.
ક્ષણિક આનંદ નો આ નશો –ફરી ફરી આ જ રીતે પ્રાપ્ત કરવા માનવી ફરી તે જ જગ્યા એ પહોચી જાય છે.  
નશાની આદત પડે છે.મંદિરો ,આશ્રમો ,વ્યક્તિઓ પોષાય છે.
અને માનવી પૈસા આપી આ બધાને પોષીને જાણે એક વિચિત્ર આનંદ પ્રાપ્ત કરે છે.
અને આ કાલ્પનિક આનંદ ની ટેવ –આદત પાડે છે.

ગાડી ને દોરનાર ઘોડો,ગાડી ને આગળ ને બદલે પાછળ જતો રહે છે.
ગાડી માં બેઠેલા ભક્તો હવે ગાડી ને –સાધન ને દોરે છે.
આવા નિત્ય નવા જુદી જુદી પ્રકૃતિ ના માનવી ઓ માટે જુદા જુદા ધર્મો બની જાય છે.
ધર્મજનુન નો એક નશો પેદા થાય છે.અને ધર્મ જનુન ના માદક દ્રવ્યો ખાતો માનવી થઇ જાય છે.

શાંતિ,આનંદ,પરમાનંદ ની ખોજ માં નીકળેલ માનવી આવા ક્ષણિક અનુભવ માં આવી તેને જ
સત્ય અને પરમાત્મા માની લઇ ત્યાં જ અટકાઈ રહે છે.

પરમાત્મા –સત્ય ની ખોજ અહી અટકી જાય છે અને એક માયા ના ચક્કર માંથી બીજી ક્ષણિક આનંદ ના
માયા ના ચક્કર માં ગુમ થઇ જાય છે.

હા ,કોઈ વિશિષ્ઠ વ્યક્તિ આ ધર્મ  ના સાધન ને સમજી અને તેનો ઉપયોગ કરી અને સાધ્ય ને પામી પણ શકે.

પણ આવો આત્મા-માનવી  મળવો મુશ્કેલ છે.

ક્ષણે ક્ષણે બદલાતી –પ્રકૃતિ -માયા
શરીર ની અંદર પણ છે અને શરીર ની આજુબાજુ પણ છે.
શરીર માં વિરાજેલા આત્માને –આત્મા થી જ આ પ્રકૃતિ થી પર કરીને અને આમ જ જો
આંતરિક અને બાહ્ય પ્રકૃતિ પર વિજય મેળવીને આ આત્મા ને જો પ્રગટ કરવામાં આવે તો
સમજ માં આવી જાય કે આ આત્મા જ પરમાત્મા છે.
અને જગતના સર્વ માનવી માં આ આત્મા વિરાજેલો છે.

ટૂંક માં મૂળ કામ આ આંતરિક અને બાહ્ય પ્રકૃતિ પર વિજય મેળવવાનો છે ,
એના માટે કોઈ પણ સાધન કરી શકાય.
સાધ્ય છે આત્મા-પરમાત્મા.

મંજીલે (સાધ્ય) પહોચી ગયા પછી આ જ સાધન ગૌણ બની જાય છે.

ધર્મો,સંપ્રદાયો,આશ્રમો,ગુરુઓ,મંદિરો,વ્યક્તિઓ ---આ બધા સાધનો છે

સ્વામી વિવેકાનંદ ના રાજયોગ પુસ્તક પર આધારિત,,,,,,,

.

Feb 3, 2012

સત્ય જ્ઞાન


ઉપનિષદ માં  શિષ્ય પ્રશ્ન કરે છે...
“એવું શું છે કે જે જાણ્યા પછી બીજું કઈ જ જાણવા જેવું બાકી રહેતું નથી? “
જવાબ માં કહે છેકે....
“સત્ય નું જ્ઞાન જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી.”
અને આ “સત્ય જ્ઞાન” જો
સમજાઈ જાય તો સમજવા માં અઘરું લાગતું “શાસ્ત્રો નું તત્વ જ્ઞાન” આપોઆપ સમજાવા લાગે છે.

પણ વળી પાછું આ ‘સત્ય જ્ઞાન’  મેળવવા માટે ‘શાસ્ત્રો નું તત્વજ્ઞાન’ જરૂરી બની રહે છે.

‘સત્ય’ પરમાત્મા છે.અને આ ‘સત્ય નું જ્ઞાન’ તે જ્ઞાન છે.

આ સીધું સાદું વાક્ય વાંચીને કે સાંભળીને આપણે બધા એક સાથે કહી ઉઠીએ છીએ કે-
“આ તો અમને ખબર છે”

પણ પરમાત્મા શું છે? તેની ખોજ અહી છૂટી જાય છે.અને સામાન્ય જીવન માં અટવાતા રહીએ છીએ.

કદીક કદીક  ઘડી ભર આ પરમાત્મા ના ખોજ ની વાત આવી પછી વિસરાઈ જાય છે.  

પરમાત્મા ની ખોજ ચલાવવી જ હોય અને ‘સત્ય જ્ઞાન’ મેળવવું જ હોય તો –
આ પરમાત્મા ના મૂળ સુધી જો પહોચી જવાય તો ઘણા બધા પ્રશ્નો નો જવાબ મળી શકે તેમ લાગે છે.

પરમાત્મા ની ખોજ વરસો જૂની છે.અનેક લોકો એ જુદી જુદી રીતે પરમાત્માની ભાળ કાઢવાનો પ્રયત્ન કર્યો છે.
ભાતભાતના ઉદાહરણો આપી ને અને ભાતભાતના ‘વાદો’ ઉભા થયેલા છે.પણ છેવટે તો બધાએ- મૂળ-બ્રહ્મ- સુધી
પહોચવાનું છે.

બીજી રીતે કહીએ તો-પરમાત્મા ના ગામ (સાધ્ય)સુધી પહોચવા  માટે જુદા જુદા- સાધનો- બનાવ્યા  છે.

ગીતા માં અધ્યાય -૧૦ માં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ નું ઉદાહરણ છે.
ક્ષેત્ર એટલેકે ખેતર. અને ક્ષેત્રજ્ઞ એટલેકે ખેતર ને જાણનાર કે ખેતર નો માલિક.

ખુબ જ સીધી સાદી રીતે કહ્યું છે કે –શરીર ક્ષેત્ર છે અને તેને જાણનાર –આત્મા-પરમાત્મા -ક્ષેત્રજ્ઞ છે.

અહી બે જુદા જુદા વાદો-જેવાકે કર્મવાદીઓ અને સાંખ્યવાદી ઓ શું કહે છે તે સમજીએ,

કર્મવાદીઓ કહેછે કે-
આ સમગ્ર ખેતર(શરીર) જીવ (આત્મા) ના તાબામાં છે.પ્રાણ વ્યવસ્થાપક છે.
આ પ્રાણ ના ચાર ભાઈઓ છે,(અપાન,વ્યાન,સમાન અને ઉદાન) અને એક દેખરેખ અધિકારી (મન) છે.
દસ બળદો (પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો ) ની જોડી થી .
(વિષયો થી ભરપુર) ખેતરને આ બધા મહેનત કરી ખેડે છે.

અને બીજ ( ખોટાંખોટાં કર્મ ના આચરણો –અન્યાય) વાવે છે.
ખાતર (દુષ્કર્મો) નું નાખે છે.જેથી તેના જેવા જ પાક રૂપ જન્મ પર્યંત ના- દુઃખો- ભોગવે છે.

અને જો બીજ (સારા કર્મ ના આચરણો-સત્કર્મો) નું વાવે તો
તેના પાક રૂપ જન્મ પર્યંત –સુખ- ભોગવતો રહે છે.

ટૂંક માં અહી ‘કર્મો’ ને પ્રધાન બતાવ્યા છે.મન ને જવાબદાર ગણાવ્યું છે.જીવ દોષી નથી.

સાંખ્ય વાદીઓ (બુદ્ધિ વાદીઓ-જ્ઞાન વાદીઓ) કહે છે-
આ ખેતર પર  જીવ નો અધિકાર નથી,જીવ તો વટેમાર્ગુ છે,તે તો ખેતર માં થોડો સમય જ રહે છે.
પ્રાણ એ રખેવાળ છે.સર્વદા જાગ્રત રહી ખેતર નું રક્ષણ કરે છે.
પ્રકૃતિ (શક્તિ)ની વૃત્તિ ક્ષેત્ર માં છે.તેના વહીવટ માં આ ખેતર છે.તેના ઉદરમાંથી પેદા થયેલા ત્રણ ગુણો
પૈકી –રજોગુણ વાવણી કરે છે, સત્વગુણ સંરક્ષણ કરે છે.અને તમોગુણ સર્વ પાક એકઠો કરે છે.

ટૂંક માં અહી ‘પ્રકૃતિ’ ને પ્રધાન બતાવી છે.તેને જવાબદાર ગણાવી છે.બ્રહ્મ દોષી નથી.

મહત્ બ્રહ્મ અને મહત્ પ્રકૃતિ થી જગતની ઉત્પત્તિ થાય છે.સર્ગ થાય છે.  
એવો સાંખ્ય મત છે.સાંખ્યો (બુદ્ધિજીવીઓ,જ્ઞાનીઓ) પરમાત્મા ના મૂળ સુધી જવાનો પ્રયત્ન વધુ કરે છે.

કર્મ માં –અનાશક્તિ થી મુક્તિ કે આશક્તિ થી બંધન થાય છે.અનાશક્તિ થી વૈરાગ્ય ઉદ્ભવે છે.
ભક્તિ થી -આ સર્વ કઈ પરમાત્મા નું છે અને ‘તે’ની શરણાગતિ થી અહમ નો વિનાશ થાય છે.
જયારે જ્ઞાન- એ સત્ય જ્ઞાન માં રૂપાંતરિત થઇ પરમાત્મા સુધી પહોચી જાય છે.

જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય –આ ત્રણે એક સાથે ભેગા થાય તો –સત્ય –દુર નથી.

કર્મ યોગ,ભક્તિ યોગ કે જ્ઞાન યોગ –આ ત્રણ મુખ્ય સાધનો
ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના ગુણો વાળા જીવો માટે બતાવ્યા છે.

ત્રણે માં થી કોઈ પણ એક સાધન થી સત્ય નજીક પહોચી શકાય છે.
અને શરૂઆત માં કોઈ પણ એક સાધન કરવું જરૂરી છે.

પણ સંપૂર્ણ મુક્ત થવા કે આત્મા અને પરમાત્મા નું ઐક્ય કરવા માટે આ ત્રણે નો સંગમ થવો જરૂરી છે.
એવો નિર્દેશ છે.

આમ પ્રકૃતિ(માયા) થી પર થવા અને બ્રહ્મ ની પ્રાપ્તિ માટે,જ્ઞાન ,ભક્તિ અને વૈરાગ્ય ખુબ જ જરૂરી છે.

અને જો એકવાર ‘એ’ નિરાકાર,નિર્ગુણ –પરમાત્મા (બ્રહ્મ-સત્ય) ને કોઈ વિરલો જાણી લે તો પછી
કશું એ બીજું જાણવાનું રહેતું નથી.

બાકી બધું આપોઆપ જણાઈ જાય છે. ના સમજાતી વસ્તુ સમજાઈ જાય છે.અને પછી
કશું એ સમજવાનું રહેતું નથી.

અહમ નીર્વીકલ્પો,નિરાકાર રૂપો,વિભુ વ્યાપ્ત સર્વત્ર,સર્વેન્દ્રીયાણામ,
સદામે સમત્વં ,ન મુક્તિ ન બંધ,ચિદાનંદ રૂપ ..શિવોહમ,શિવોહમ .........

આનંદ-આનંદ-પરમાનંદ.........

જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા


જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા

જ્ઞાન સાચું હોય કે ખોટું હોય
પણ
તેનો આધાર અનુભવ છે .

સાચું જ્ઞાન એક જ છે.

મોટા ભાગ નું જ્ઞાન આંખ થી આવે છે .
અને આથી જોવા જઈએ તો આંખ ને દ્રષ્ટા કહી શકાય .

હવે આંખ કે જે દ્રશ્ય જોઈ શકે છે તે પોતાને (એટલે આંખ ને)
જોઈ શકે નહી .

વળી થોડુંક આગળ વિચારી એ તો ,
આંખ નો ડોળો એ માત્ર એક યંત્ર જ છે .

કારણ કે ઘણી વખત આંખ ખુલ્લી હોય તો પણ આપણે
આપણી આગળ પસાર થઇ ગયેલું દ્રશ્ય ના જોયું હોય તેવો
અનુભવ ઘણી વાર થાય છે .

અને
ઘણી વાર બંધ આંખે પણ અનેરા દ્રશ્યો દેખાઈ જાય છે.

આંખ ની આગળ જયારે દ્રશ્ય ત્યારે
મન કે જે વિચારી શકે છે તે આ દ્રશ્ય સાથે જોડાય અને તેને
બુદ્ધિ જોડે લઇ જાય .
બુદ્ધિ પાસે જે જુના અનુભવો કે તેની પાસે જે જ્ઞાન છે તેને આધારે બુદ્ધિ
દ્રશ્ય" શું છે" તે નક્કી કરે છે .

ઉદાહરણ થી સમજીએ તો ---
નાનું બાળક તેની સામે આવેલ ચૂલા ના અગ્નિ માં હાથ નાખી દે છે.

બાળક ચૂલો અને અગ્નિ જુએ છે.પણ તેની બુદ્ધિ ને હજુ ખબર નથી કે
તેનું નામ શું છે ?તેની અસર શું છે ?
એટલે જ તે અગ્નિ માં હાથ નાખી દે છે .

દાઝે છે તે અનુભવ છે -જ્ઞાન થયું -એટલેજ
જયારે ફરીથી આવી પરિસ્થિતિ સામે આવે ત્યારે
તેની બુદ્ધિ તે દ્રશ્ય આવે એટલે તેને કહે છે -
આ ચૂલો છે અને આ અગ્નિ છે.

હજુ થોડાક આગળ જોઈએ તો
આ જ્ઞાન-- ચેતના કે આત્મા-- પાસે રજુ થાય  છે
ત્યારે તે ચેતના "હવે શું કરવું?"તેની આજ્ઞા આપે છે.

એટલેકે
જયારે  તે બાળક અગ્નિ નજીક ફરીથી જાય ત્યારે તેની
બુદ્ધિ(અનુભવ )
તે દ્રશ્ય જોઈને તરત તેને જાણે કહે છે કે --
અગ્નિ માં હાથ નાખવાથી દઝાય છે.
હવે તે બુદ્ધિ ચેતના ની આગળ આ વસ્તુ હાજર કરે એટલે
ચેતના તેને કહેછે કે --હાથ નાખીશ નહી --
પણ
જો કોઈ રમકડું આગમાં પડી ગયું હોય તો ?

પછી ઉપરની પ્રોસેસ ફરીથી રીપીટ થાય છે.

ટૂંકમાં એવું કહી તારણ કાઢી શકાય -કે

નિરિક્ષણ (જોવું) અને અનુભવ બંને
આધાર છે --
જ્ઞાન નો .........

આગળ જોયું તેમ
નિરિક્ષણ માટે (આંખ થી )
મન એ સાધન છે.(વાહન છે )
અને
આ સાધન ને  શક્તિ આપનાર એ બુદ્ધિ છે .
અને આ મન અને બુદ્ધિ ને પણ
દોરવણી આપનાર કોઈ છે ......
એને ચેતના કહીએ કે પછી આત્મા કહીએ કે પછી પરમાત્મા કહીએ ........

અહી આપણે માત્ર બાહ્ય નિરિક્ષણ (આંખ થી થતા)ની વાત જ કરી ....
આવું જ
બીજું ---તે આંતર નિરિક્ષણ છે. જેમાં સીધું જ મન એ સાધન છે.
અહી આંખ ની જરૂર નથી.

આપણે અહી બાહ્ય નિરિક્ષણ ની જ વાત કરીએ .......
કારણ બાહ્ય નિરિક્ષણ પ્રમાણ માં સહેલું છે.....

મન એ સાધન છે એમ તો નક્કી થાય છે .

આમ આપણે નક્કી કરી શકીએ કે

મન જો કોઈક જગ્યા એ બીજે હોય તો નિરિક્ષણ થતું નથી.
--------------------------------------------------------------------------------

આંખ અને મન બંને ભેગા થાય ત્યારે અનુભવ થાય ..........
જે જ્ઞાન માં પરિણમે .............

અને આ જ્ઞાન બુદ્ધિ માં સંઘરાય છે .
અને આ બુદ્ધિ તે શક્તિ છે

જે શક્તિ મન ને મળે છે.

મન ની આ શક્તિ વિખરાઈ ગયેલા કિરણો જેવી છે.
જયારે આ કિરણો ભેગા કરાય કે એકાગ્ર કરી શકાય તો
એક જોરદાર પ્રકાશ પેદા થાય --

આમ
જો નિરિક્ષણ કરવાની --શક્તિ---
-ને જયારે
દોરવણી આપીને તેને
અંદર ની કે બહારની કોઈ પણ દુનિયા તરફ --લઇ જવામાં આવે ----
કે એકાગ્ર કરવામાં આવે ---તો તે--- શક્તિ ---
(મન નું પૃથકરણ કરે છે)
અને જે હકીકતો છે -(જે મન ની અંદર છે)
તેને પ્રકાશ માં લાવે છે.

અહી ચર્ચા નો અંત લાવીએ  ---અને તારણ કાઢીએ કે

જ્ઞાન નો આધાર છે અનુભવ અને
જ્ઞાન મેળવવાનું સાધન છે એકાગ્રતા (મન અને મન ની એકાગ્રતા )

Feb 1, 2012

ગાંડા ની વણઝાર-ભજન


ગાયક-શ્રી નારાયણ સ્વામી

ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
એનો ગણતા ના આવે પાર
શુક ગાંડો, ધ્રુવ ગાંડો, અને ગાંડો ત્યાં ભૂપ કુમાર.. જી
નારદજી તો એવા ગાંડા, જેણે બાંધ્યા નહિ ઘર બાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ગાંડા હનુમંત, ગાંડા વિભીષણ, ગાંડી શબરી નાર.. જી
ગાંડા ગુહ્ય હે પગ ધોઈ ને, પ્રભુ ઉતાર્યા પાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વ્યવહાર.. જી
બંસી નાદે ચાલી નીકળી, સુતા મેલી ભરથાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
સુદામા ના ગાંડપણે તો વેઠયા ભૂખ અંગાર.. જી
પાંચ પાંડવ એવા ગાંડા, જેણે છોડ્યા નહિ કિરતાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
વિદુર પત્ની ગાંડી થઈને, રટે નંદ કુમાર.. જી
છબિલાને એ છોતરા આપ્યા, ગર્ભ ફેંક્યા બહાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
બોડાણા નાં ગાંડપણે તો કામ કર્યું હદપાર..જી
દ્વારિકા નો ઠાકોર આવ્યા, ડાકોર ગામ મોજાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
કબીર, તુલસી, સુર ગાંડો અને રોહિદાસ ચમાર..જી
મોરાંદે તો ગાંડા થઈ ને, ગાંડો કીધો સંસાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ધનો ગાંડો, આ ધીરો ગાંડો અને ગાંડો પ્રીતમ પ્યાર..જી
સખુ મીરાં કર મા ગાંડી, જેણે છોડ્યા જગ થી તાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
દાદુ ગાંડો, પીપો ગાંડો અને અખૈ યો એ સોનાર..જી
પંઢર પૂર માં, ગોરો ગાંડો, ઈતો ઘડા નો ઘડનાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
નામો , ગામો, સૂકો, ગાંડો અને મૂળદાસ લોહાર ..જી
જલારામ ની વાત શું કરવી, જેણે વળાવી ઘરની નાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
જુનાગઢ નો નાગર ગાંડો, ઈ તો નાચ્યો થૈ થૈ કાર..જી
બાવન કામ, કર્યા પ્રભુ એ, એના છતાં આવ્યો નહિ અંહકાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
થયા ઘણા અને હાલમાં પણ છે, અને ભવિષ્યે પણ થનાર ..જી
ભક્ત કુળનો નાશ નથી, એ બોલ્યા જગત આધાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
દુનિયા એ જેને ગાંડા ગણ્યા પણ હરિ ને મન હોંશિયાર..જી
ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડુ, ને ગાંડા સાંભળ નાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

ઋણ સ્વીકાર-આભાર- દાદીમાની પોટલી
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા