Jan 11, 2012

જગત ની ઉત્પતિ-સર્ગ -સિધ્ધાંત

સર્ગ -સિધ્ધાંત (સાંખ્ય-દર્શન)
આ જાણવું બહુ જરૂરી છે.જે ઘણા બધા પ્રશ્નો નો જવાબ આપી શકે તેમ છે.

જગત ની ઉત્પતિ 25 તત્વો માં થી થઇ છે.(સાંખ્ય-દર્શન મુજબ)

....................................................................................................................................................

--આ સહેલાઇ થી (તર્કથી) બુદ્ધિ માં ઉતરે તેવો સાંખ્ય-મત છે.

--પુરૂષ ને નિમિત્ત -કારણ -રૂપ અને દ્રષ્ટા કહ્યો છે.
--પ્રકૃતિ ને શક્તિ કહી છે અને જે માયા-અવિદ્યા-વગેરે  તરીકે વિખ્યાત છે.

--આ પુરૂષ અને પ્રકૃતિ નો કોઈ વાસ્તવિક રીતે  સંયોગ થતો નથી .
  પણ બંને સાથે જ નજદીક -નજદીક રહેવાથી
   બિંબ-પ્રતિબિંબ ની ક્રિયા થાય છે
    અને જેથી પ્રકૃતિના ગુણો નો (સાત્વિક ------રાજસિક --- -તામસિક )
      ક્ષોભ થાય છે ...........
---અને આ પ્રકૃતિ ના ગુણો નો ક્ષોભ થવાથી જગતની ઉત્પત્તિ થાય છે.સર્ગ થાય છે.
.............................................................................................................................................

--આ બંને નું પ્રથમ સર્જન તે વ્યષ્ટિ રૂપે (વિશાળ રૂપે) મહત્ (તત્વ ) તરીકે  ઓળખાય છે.
  અને વ્યક્તિ રૂપે તે બુદ્ધિ--શક્તિ તરીકે ઓળખાય છે.
   આ બુદ્ધિ તે પુરૂષ-પરમાત્મા  ની સહુથી નજીક છે.અને
    પરમાત્માથી પ્રકાશિત છે.
--બીજું સર્જન તે ત્રણ જાતના અહંકાર(અહમ) પૈકી
     ---- વૈકારીક અહંકાર (સાત્વિક)
         કે જેમાં મન- પાંચ જ્ઞાનેદ્રીઓ અને પાંચ કર્મેન્દ્રિઓ આવે છે.
     ----ભુતાદિ અહંકાર (તામસિક)
          કે જેમાં પાંચ તન્માત્રાઓ-ને પંચ મહાભૂતો આવે છે.(આકાશ-વાયુ-તેજ-જલ-પૃથ્વી)
     ---તેજસ અહંકાર (રાજસિક)
         સાત્વિક અને તામસિક અહંકાર ને શક્તિ આપે છે.
      






Jan 10, 2012

ઈચ્છાઓ અને મન




ઈચ્છા ઓ સામાન્ય રીતે બે જગ્યાએ દેખાય છે.

શરીરની ઇચ્છાઓ અને બુદ્ધિની ઈચ્છાઓ.

શરીરની ઇચ્છાઓ -

જીવન ની જરૂરિયાતો -જેવીકે ભુખ,તરસ,નિંદ્રા વગેરે ને કારણે
શરીર ઇચ્છા પેદા કરે છે ...
જેમકે ભુખ લાગે ત્યારે જમવાની ઈચ્છા ---

આ વખતે બુદ્ધિ કંઇ વિચાર આપતી નથી કે ભુખ લગાડ ...

આને ઊર્મિ પણ કહી શકાય કે જે સ્વાભાવિક છે.
આ કોઈ ભાવનાત્મક ઈચ્છા નથી અને
જે સહેલાઇ થી સમજી શકાય તેમ છે.
આ ઈચ્છા ઓ પ્રમાણ માં સંતોષવી સહેલી છે.
કારણકે તે કાયમી નથી -અને
તેની અસર પણ કાયમી નથી .

બુદ્ધિની ઈચ્છાઓ.

આ ભાવનાત્મક ઈચ્છાઓ છે.જે બુદ્ધિ ની પેદાશ છે .

આ જાતની ઈચ્છાઓ નાના બાળક માં જોવા મળતી નથી ...

એટલે એવું  જરૂર નક્કી થાય છે કે-

આ જાતની ઈચ્છાઓ કુદરતી નથી પણ -
મન,બુદ્ધિ,અહંકાર ના વિકાસ પછી નું પરિણામ છે.

જેમ જેમ બાળક વિકસતું જાય છે તેમ તેમ
એક સિસ્ટમ ઘડાતી જાય છે.

આ સિસ્ટમ ઘડાય છે
બાળક ની આજુબાજુ ની કુટુંબ ની ચીલાચાલુ ઘરેડો થી,
કે જે
ધર્મો,સંપ્રદાયો,સિદ્ધાંતો ,રૂઢિઓ,આદર્શો પર રચાયેલી છે.

આ ઘરેડો સાથે એટલી બધી આત્મીયતા થઇ જાય છે કે
પછી
આ આત્મીયતા ને -ટકાવી- રાખવાનો પ્રયત્નો ચાલુ થઇ જાય છે.

આ ચીલાચાલુ ઘરેડો ને કે બનાવેલી સિસ્ટમ ને ટકાવી રાખવા
ધનની,સત્તાની ,મોભાની,સંરક્ષણ ની કે નેતૃત્વની અને
અહંકાર ને સંતોષવાની જરૂર પડી જાય છે.

જુદા જુદા સંજોગો પ્રમાણે અને જુદી જુદી જાતની પ્રકૃતિ ના માણસો
જુદી જુદી સિસ્ટમો બનાવે છે.
ઘણી વખત ઘણી મહાન વ્યક્તિ ઓ ની પણ સિસ્ટમો જોવા મળે છે.

આપણે સામાન્ય માનવો જીદગીભર આવી  કોઈ એક સીસ્ટમ ને
અનુસરણ કરવામાં -અને સીસ્ટમ ને ચોટી રહેવાના સંઘર્ષ માં
જ રહીએ છીએ.
અને સુખ શાંતિ દુરની વાત રહી જાય છે.

ઉપરની કોઈ પણ સીસ્ટમ આપણા પર લદાઈ જાય છે -
અને એ સીસ્ટમ ને અનુસરવા મન ને ગુલામ બનાવવું પડે છે.

આદર્શો આગળ અને આગળ સરકતા જાય,મહત્વકાંક્ષા ઓ વધતી જાય અને
છેવટે સંતોષી શકાય તેવી કોઈ હદ સાંપડતી નથી.

બને છે એવું કે --
આપણી બુદ્ધિ કોઈ માની લીધેલા આદર્શ કે ધ્યેય ની દિશા નક્કી કરે છે.
અને તે માટે નક્કી કરેલા વર્તુળ માં આપણો અહંકાર ઘૂમ્યા કરે છે,

આમ બુદ્ધિ અને અહંકારે નક્કી કરેલી રીતે
મન ને વર્તવું પડે છે.
અને
મન બંધન  માં પડે છે.

જેથી દુઃખ-અશાંતિ નું આગમન થાય છે.

પણ જો
-------આ "મન" તદ્દન મુક્ત હોય
------જો ભૂતકાળ અને ભવિષ્યકાળ થી અલિપ્ત હોય
-----જો કોઈ પણ પૂર્વગ્રહ વિનાનું હોય
------જો કોઈ પણ "વસ્તુ" સાથે કોઈ પણ રીતે "એક" થયેલું ના હોય

તો
આવું "મુક્ત મન"
કે જે "મુક્ત વિચાર"  કે "પ્રમાણિક વિચાર"
કરી શકે
અને તે જ
અંતરનું કે પછી બહારનું
બારીકાઈ થી નિરિક્ષણ કરવા સમર્થ થાય છે.

Jan 1, 2012

પ્રભુજી પોતે એમાં પુરાણો-નારાયણ સ્વામી



પ્રભુજી પોતે એમાં પુરાણો
અજબ કાયાનો ઘડનારો
એ પોતે એમાં પુરાણો 

માયાપતિ માયાને વશ થઈ
માનવ બનીને મુંઝવાણો પ્રભુજી
પોતે એમાં પુરાણો

પુરણબ્રહ્મ પરમાત્મા રૂપે
એકલો બહુ અકળાણો
એતોહમ બહુ સ્વામી કહીને
લખ ચોરાસીમાં સમાણો
પોતે એમાં પુરાણો

કોટિ બ્રહ્માંડ રચ્યાયે પલકમાં
સાંધો ક્યાં યે ના દેખાણો
અખંડમાંથી ખંડ ઉપજ્યુ
થયો ન ઓછો દાણો
પોતે એમાં પુરાણો

પૃથવી અને મહી ઓષધી
એ સૌને દેવાવાળો
હજાર હાથે દીએ છતાંયે
પોતે ક્યાંયે ના દેખાણો પ્રભુજી
પોતે એમાં પુરાણો

પોતે ભગવન પોતે પુજારી
પોતે દરશનવાળો
રિધ્ધી સિદ્ધી દીયે સંતોને
સ્વામી થઈને સૂંઢાળો
પોતે એમાં પુરાણો

દૃષ્યમાન છે જે કઈ જગમાં
સીયારામ મય જાણો તમે
ગુરૂકૃપા આનંદ છે ત્યાં
અર્જુન માયામાં અટવાણો
પોતે એમાં પુરાણો

Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

ભાગવત-૧

ચતુશ્લોકી (ચાર શ્લોકનું) ભાગવત (૨/૯/૩૨,૩૩,૩૪,૩૫ )

૧----સૃષ્ટિ ના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો 
        (હુ જ હતો..એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો ,માયા અંતર મુખ પણે મારામાં લીન હતી )                                                
    ---સૃષ્ટિ પછી પણ હું જ રહું છું. (પ્રલય પછી જે બાકી રહે છે તે)
    ---સૃષ્ટિ જે હાલ (જગત) દેખાય છે તે હું જ છું.
       ટુંક માં ત્રણે કાળ -ભૂત-ભવિષ્ય -અને વર્તમાન માં મારી સત્તા (હોવા પણું )વ્યાપક છે.......( ૨/૯/૩૨ )

૨.---”માયા“ ને લીધે, મારું “આત્મા" રૂપ “અંશ “ પણું (આશ્રયપણું ) દેખાતું નથી.
   ---જેવી રીતે  શરીરના ધર્મો જ દેખાય છે.પણ ખરી રીતે તે નથી.....................................(૨/૯/૩૩)
      (નોધ - શરીર ના ધર્મો-કે-દેહ ધર્મ -(દુબળા-જાડા પણું ),ઇન્દ્રિય ધર્મ -( બહેરા -કાણા પણું ),
                                                  પ્રાણ ધર્મ-(ભુખ-તરસ ),અંતઃકરણ ધર્મ -(સુખ-દુઃખ)

૩.---જેમ પંચમહાભૂતો પ્રત્યેક ‘ભૌતિક પદાર્થ'  માં સૃષ્ટિ ની પછી
       દાખલ થયેલા છે અને 
( જે દેખાય  છે)
      તે -દાખલ થયેલા પણ નથી ( સૃષ્ટિ ની પૂર્વે “ કારણ “ રૂપે ત્યાં રહેલા જ છે )
   ---તેમ ‘હું' પણ તે મહાભૂતો અને ભૌતિક પદાર્થોમાં રહ્યો છું-અને-નથી પણ રહ્યો …..........(૨/૯/૩૪ )

૪.---આવી મારી “ સર્વત્ર “ સ્થિતિ છે.
     --આત્મા-નું તાત્વિક સ્વરૂપ  જાણવા ઇચ્છતા પુરુષે માત્ર એટલું જ જાણવાનું બસ છે કે 
-
     ---જે વસ્તુ -અન્વય  ( આત્માનું ભાન થવું -તે-અન્વય )(આ બ્રહ્મ છે-આ બ્રહમ છે )
        અને 
     --અતિરેક  ( આત્મા નું ભાન થવાથી -દેહ નું વિસ્મરણ થવું તે-અતિરેક કે આ બ્રહ્મ  નથી-આ બ્રહ્મ નથી )
        થી -સર્વ સ્થળે-સર્વદા છે -તે  આત્મા છે. ...............................................................( ૨/૯/૩૫ )


  NEXT PAGE 
..........................................................................................................................................................
શ્રીમદ ભાગવત  ના મુખ્ય પહેલા ત્રણ સ્કંધ નું લખાણ --નવ ભાગમાં નીચે ની લીંક પર થી  ............

010203040506070809


Gyaneshvari-English-PDF-Book

To View Full Book,Click Arrow On the left
\/
\/

પ્રશ્ન

ઉપનિષદ માં એક જગા એ  શિષ્ય –ગુરુને પ્રશ્ન કરે છે કે-
એવી કઈ  વસ્તુ છે કે જે દેખાય છે પણ સાચી નથી ?અને એવી કઈ વસ્તુ છે કે જે દેખાતી નથી પણ સાચી છે?

ગુરુ જવાબ માં કહે છે કે-
આ માયા જે દેખાય છે તે સત્ય (સાચી) નથી અને બ્રહ્મ(પરમાત્મા) જે દેખાતા નથી તે સત્ય (સાચા) છે.

આ જવાબ વિચારતા કરી મુકે તેવો છે.
જે નરી આંખે દેખાય છે તેને કેવી રીતે તે સાચું નથી એમ માની શકાય?

થોડોક વિચાર કરતા જણાય છે કે –
જે ક્ષણે ક્ષણે બદલાય તે સત્ય કેવી રીતે હોઈ શકે?અને આ માયા નામે ઓળખાતી –પ્રકૃતિ –ક્યાં સ્થિર છે?
અને આથીજ તેને સત્ય પણ કેમ માની શકાય?
દિવસ-રાત,મહિના-વર્ષો વિતતા જાય છે.અને જે આપણા પર ભાત ભાતની અસરો જેવીકે-
સુખ-દુખ ,હર્ષ-શોક,જીવન-મૃત્યુ –વગેરે મુકતા જાય છે.

બ્રહ્મ કે પરમાત્મા જે કદી બદલાતા નથી –તેથી-સત્ય-તો  માત્ર તે જ હોઈ શકે!!!!

કોઈક ને પ્રશ્ન થાય કે –આટઆટલા ભગવાનો જે જુદા જુદા છે-- તે -તો બદલાય છે.....???
અહી  દેવો –કે- જે પરમાત્મા ના અવતારો છે તેને સંદર્ભ માં રાખી ને –આ જવાબ આપેલો નથી.
પરંતુ બ્રહ્મ કે જે –સત્ય છે-તે -ની વાત છે.
( આ બ્રહ્મ --- પ્રકૃતિ –માયાનો આશરો લઇ ને -અવતાર -દેવ રૂપે-દેવી રૂપે  ધારણ કરે છે.)

તર્ક થી માત્ર ઉદાહરણ થી સમજવા માટે સમજીએ તો-

બ્રહ્મ ને એક શૂન્ય –આકાશ (શૂન્યાવકાશ )જોડે સરખાવીએ તો—
આ શૂન્યાવકાશ નો કદી વિનાશ નથી કે પછી તેમાં કોઈ જ જાત નો બદલાવ પણ શક્ય નથી.
આ આકાશ ને ના તો જોઈ શકાય કે ના તેને સ્પર્શી શકાય.
આવું આકાશ જેવું બ્રહ્મ તે-કશું કરી શકે નહી,

હકીકત માં જોવા જઈએ તો આ આકાશ એ પાંચ મહાભૂતો પૈકી –એક-એવું બ્રહ્મ નું સર્જન છે.
એટલે આકાશ ને બ્રહ્મ કહી શકાય નહી.પણ અહી બ્રહ્મ ને સમજવાનો પ્રયત્ન ,ઉદાહરણ દ્વારા કર્યો.

આપણા શાસ્ત્રો માં આ ઉપરના બ્રહ્મ ના ઉદાહરણ માટે ઉદાહરણ રૂપે—

આકાશ ના ‘દેવ’ તરીકે વિષ્ણુ ને બતાવ્યા છે.
અને આ વિષ્ણુ ને ‘જળ’ઉપર શેષનાગ ની શૈયા પર સુતા બતાવ્યા છે,
કહેવાનો મતલબ આવો પણ હોઈ શકે કે –
બ્રહ્મ ‘નિષ્ક્રિય’ અવસ્થામાં છે.

અને આકાશ માં રહેલો વાયુ –કે જે  પણ નરી આંખે જોઈ શકાતો  નથી-
શાસ્ત્રોમાં તેના ‘દેવી’ માતાજી ને બતાવેલા છે.

જળ ના ‘દેવ’ -શિવ -ને- બતાવ્યા છે.

હવે આકાશ અને વાયુ ને તો જોઈ શકતા નથી અને – જળ- પણ કોઈ પણ પ્રકાશ વગર કેમ જોઈ શકાય?

એટલે ‘તેજ’ ના –દેવ- સુર્ય ને બતાવ્યા છે.  

તેજ- નું અસ્તિત્વ  થયું એટલે કમસે કમ- જળ- તો નરી આંખે દેખાણું......

એટલે જ કહ્યું કે સર્વત્ર જળ હતું,અને પૃથ્વી ડૂબેલી હતી. ત્યારે બ્રહ્મે અવતાર લઇ ને પૃથ્વીને
જળ ની બહાર કાઢી.!!!!!!

ભાગવત મુજબ –તેના સર્ગ સિધ્ધાંત પ્રમાણે-
બ્રહ્મે સહુ પ્રથમ પાંચ મહાભૂત બનાવ્યા પણ તે જયારે કાર્ય કરી શક્યા નહી ત્યારે બ્રહ્મે એક એક માં
‘શક્તિ’ નું પ્રદાન કર્યું..........

વળી ભાગવત મુજબ જોઈએ તો જયારે બ્રહ્મ નિષ્ક્રિય અવસ્થામાં (સુતેલી આવસ્થા માં)હોય છે ત્યારે પણ
તેની કાળ શક્તિ જે બ્રહ્મ ની અંદર જ એક -સમય રૂપે-કાળ રૂપે –(ઘડીઆળ રૂપે) તે ચાલે જાય છે.

એટલે જ શેષ નાગ પર સુતેલા વિષ્ણુ ની સેવા કરતા માતાજી ને બતાવ્યા છે.

હકીકત માં જોવા જઈએ તો બ્રહ્મ ની અંદર જ કાળ શક્તિ –અવિભાજ્ય છે.

બ્રહ્મ ને –પુરુષ –તરીકે ઓળખ આપી અને –પ્રકૃતિ- ને કે જે આ પુરુષ ની શક્તિ છે,તે બ્રહ્મ ની બહાર
કેવી રીતે હોઈ શકે?
આમ પ્રકૃતિ અને પુરુષ બંને એક જ પુરુષ માં સ્થિત છે
અને આ પુરુષ તેને બ્રહ્મ-પરમાત્મા કહી શકાય,,,,,,,,,,
અને આ બ્રહ્મ ને નિરાકાર-નિર્વિકલ્પ  કહ્યું..........
હવે જયારે જેનો કોઈ આકાર જ ના હોય તે જોઈ કેવી રીતે શકાય?????

હવે જરાક પ્રકૃતિ પર નજર કરીએ તો –
પ્રકૃતિ કે જે માયા –(શક્તિ-ગુણો) ના નામ થી વિખ્યાત છે..તેના ત્રણ ગુણો(સાત્વિક,રાજસિક,તામસિક) છે.
આ શક્તિ ને ઉદાહરણ થી સમજાવવા તેનું પ્રતિક તરીકે ત્રિકોણ બતાવ્યો છે.
અને તેને માતાજી રૂપે બતાવ્યા છે.અને આ માતાજી નું યંત્ર ત્રિકોણ છે...!!!!!!!!!
(આપણા ગુજરાતમાં આવેલ અંબાજી માં આ યંત્ર પૂજા છે!!!)
અત્યારના મોડર્ન  વિજ્ઞાન મુજબ જોઈએ તો એક અણું ત્રણ પરમાણુ નો બનેલો છે.

હવે જોઈએ તો બ્રહ્મ જે નિષ્ક્રિય હતું તેમાં જયારે આ પ્રકૃતિ (માયા)ના ગુણો નો ક્ષોભ થાય
ત્યારે ઉપરના આકાશ ના ઉદાહરણ પ્રમાણે જોઈએ તો----આ આકાશ માં
એક સ્પંદન પેદા થાય છે,અને  –અવાજ –ઓમ (અ-ઊ –મ) પેદા થાય છે.
આ- ઓમ- એ બ્રહ્મ ની ઓળખ રૂપી યંત્ર છે.અને જે પણ ત્રણ  અક્ષરમાં વિભાજીત છે.

બીજી રીતે જોઈએ તો-
સુતેલું બ્રહ્મ જાગે છે,અને તેને –હું-(અ –હ-મ) એવું ભાન થાય છે.
જેને શાસ્ત્ર માં વૈકારીક અહંકાર તરીકે દર્શાવ્યો છે.કે જ્યાંથી જગત ની ઉત્પત્તિ ની શરૂઆત બતાવી છે.

ટૂંક માં
પ્રકૃતિની  -માયાની –અસરથી કે પછી તેના આશરે કોઈ નરી આંખે દેખી શકાય તેવા ઘન (સોલીડ)
પદાર્થ ની રચના થાય છે.
(જેમ કે પુરુષ અને સ્ત્રી ના સંયોગ થી બાળક પેદા થાય છે.)

ફરી ઉદાહરણ થી -- માત્ર --સમજવાનો પ્રયત્ન કરીએ તો—

સુર્ય એક ઘન પદાર્થ ઉત્પન્ન થયો,તેને શક્તિ આપવામાં આવી –
આ શક્તિ ને તો જોઈ શકાય નહી –પણ ઘન પદાર્થ-સુર્ય-ના સંસર્ગ થી આ શક્તિ–તેજ- રૂપે દ્રશ્યમાન  થઇ.


આજ વસ્તુ ને જો આધુનિક વિજ્ઞાન મુજબ સમજવા પ્રયત્ન કરીએ તો—

આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનીકે શક્તિ –એનર્જી –ઉર્જા નું માપ બતાવી ને એક સમીકરણ મુક્યું છે જે
જગ જાહેર છે.  E=MC2 (E=energy, M=mass, C=speed of light in Vacuum)

અહીં ઈ =એનર્જી –ઉર્જા-શક્તિ
    એમ=માસ=ઘન પદાર્થ અને
    સી=સ્પીડ ઓફ લાઈટ ઇન વેક્યુમ=શૂન્યાવકાશ માં પ્રકાશ ની ગતિ

અહી જો કોઈ બહુ ઊંડાણ માં જાય તો ઘણું બધું પ્રકાશ માં આવી શકે તેમ છે.

પણ અહી ઊંડાણ માં ના જતાં ઉપર ના સંદર્ભ મુજબ જો,

ઘન પદાર્થ ને સુર્ય જોડે સરખાવીએ તો

સુર્ય ને –શક્તિ- મળે છે એટલે પ્રકાશ (તેજ-ઉર્જા) પેદા થાય છે.કે જે ને જોઈ શકાય છે.
પણ સુર્ય ને જે શક્તિ મળે છે જોઈ શકાતી નથી.(જે શક્તિ સુર્ય લે છે તે)

હવે બીજો જે- સી-આવે છે તેનો ગુણાકાર છે.(સી-બે વખત છે)

આ વાક્ય બહુ મહત્વનું છે.—શૂન્યાવકાશ માં પ્રકાશ ની ગતિ.-----

અહી શૂન્યાવકાશ ને-બ્રહ્મ- જોડે સરખાવીએ અને
પ્રકાશની -ગતિ –ને શક્તિ જોડે સરખાવીએ તો??????

પ્રકાશ તો છે જ—(સુર્ય નું શક્તિ થી થયેલું ઉત્પાદન) અને હવે પાછા એ પ્રકાશ ને
પણ –ગતિ- શક્તિ મળે છે.!!!!!!!!

(આત્મ-બોધ માં આદિ શંકરાચાર્ય કહે છે કે-
જેના (જે બ્રહ્મ-પરમાત્મા ના) પ્રકાશથી સૂર્ય પ્રકાશે છે,
પણ સૂર્ય કે જેનાથી જગત ને પ્રકાશ મળે છે, તે સૂર્ય કાંઇ બ્રહ્મને પ્રકાશિત કરી શકતો નથી!!!!!,
એટલે,તે બ્રહ્મ (પરમાત્મા) જ “એક”માત્ર છે કે જેનાથી,આ બધું (સૂર્ય-વગેરે અને જગત) પ્રકાશી રહ્યું છે,
તે,જ માત્ર બ્રહ્મ (પરમાત્મા) છે એમ નિશ્ચય કરવો...શ્લોક-૬૧ )

સમજનાર ને સમજવું જ હોય તો ઘણું બધું સમજી શકાય તેમ છે.........

સુર્ય ને શક્તિ આપનાર કે પછી તેના પ્રકાશ ને ગતિ આપનાર શક્તિ નું ----
અને તે શક્તિ ના આધાર નું (શૂન્યાવકાશ નું)
ભવિષ્ય માં કોઈ નવું સમીકરણ આપશે તો તેમાં નવાઈ નહી હોય..........

અનિલ શુક્લ
જાન્યુઆરી,૨૯,૨૦૧૨

 For any comments-email -lalaji@sivohm.com