Dec 31, 2011

શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર-Vishnu-Sahastra-Naam-Stotra-Gujarati




શ્રી વિષ્ણુ ભગવાન નું ધ્યાન  (શરૂઆતમાં ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરવા માટે નો આ શ્લોક છે)

શાંતાકારમ ભુજગ શયનમ પદ્મ નાભમ સુરેશમ
વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘ વરણમ શુભાંગમ,
લક્ષ્મીકાન્તમ કમલ નયનમ યોગીર્ભિધ્યા નગમ્યમ
વંદે વિષ્ણુમ ભવભય હરમ સર્વલોકઈકનાથમ

શ્રી પરમાત્મને નમઃ
અથઃ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામમ

(નોંધ-આ આગળ ના ૧૫-શ્લોક એ -વિષ્ણુ સહસ્ત્રનામ નો પૂર્વ-ભાગ છે.કે જેમાં ભીષ્મ અને યુધિષ્ઠિર સંવાદ છે)
શ્રી વિષ્ણુ ના સહસ્ત્રનામ ના શ્લોકો એ આ પંદર શ્લોક પછી ચાલુ થાય છે.
ઘણા લોકો ત્યાંથી પણ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ - ૧૦૮-શ્લોક-ચાલુ કરે છે)

યસ્ય સ્મરણમાત્રેણ જન્મસંસારબંધનાત્‌.
વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે---1

નમઃ સમસ્તભૂતાનામાદિભૂતાય ભૂભૃતે.
અનેકરૂપરૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે--------2

વૈશમ્પાયન ઉવાચ

શ્રુત્વા ધર્માનશેષેણ પાવનાનિ ચ સર્વશઃ.
યુધિષ્ઠિરઃ શાંતનવં પુનરેવાભ્યભાષત-----3

યુધિષ્ઠિર ઉવાચ

કિમેકં દૈવતં લોકે કિં વાપ્યેકં પરાયણમ્‌.
સ્તુવન્તઃ કં કમર્ચન્તઃ પ્રાપ્રુયુર્માનવાઃ શુભમ્‌ --4

કો ધર્મઃ સર્વધર્માણાં ભવતઃ પરમો મતઃ.
કિં જપન્‌ મુચ્યતે જન્તુર્જન્મસંસારબન્ધનાત્‌ --5

ભીષ્મ ઉવાચ

જગત્પ્રભું દેવદેવમનન્તં પુરુષોત્તમમ્‌.
સ્તુવન્‌ નામસહસ્રેણ પુરુષઃ સતતોત્થિતઃ --6

તમેવ ચાર્ચયન્‌ નિત્યં ભક્ત્યા પુરુષમવ્યયમ્‌.
ધ્યાયન્‌ સ્તુવન્‌ ન મસ્યંશ્ચ યજમાનસ્તમેવ ચ --7

અનાદિનિધનં વિષ્ણું સર્વલોકમહેશ્વરમ્‌.
લોકાધ્યક્ષં સ્તુવન્‌ નિત્યં સર્વદુઃખાતિગો ભવેત્‌ --8

બ્રહ્મણ્યં સર્વધર્મજ્ઞં લોકાનાં કીર્તિવર્ધનમ્‌.
લોગનાથં મહદ્ભૂતં સર્વભૂતભવોદ્ભવમ્‌ ------9
એષ મે સર્વધર્માણાં ધર્મોઽધિકતમો મતઃ.
યદ્ભક્ત્યા પુણ્ડરીકાક્ષં સ્તવૈરર્ચેન્નરઃ સદા --10

પરમં યો મહત્તેજઃ પરમં યો મહત્તપઃ.
પરમં યો મહદ્બ્રહ્મ પરમં યઃ પરાયણમ્‌ ----11

પવિત્રાણાં પવિત્રં યો મંગલાનાં ચ મંગલમ્‌.
દૈવતં દેવતાનાં ચ ભૂતાનાં યોઽવ્યયઃ પિતા --12

યતઃ સર્વાણિ ભૂતાનિ ભવન્ત્યાદિયુગાગમે.
યસ્મિંશ્ચ પ્રલયં યાન્તિ પુનરેવ યુગક્ષયે ---13

તસ્ય લોકપ્રધાનસ્ય જગન્નાત્રસ્ય ભૂપતે.
વિષ્ણોર્નામસહસ્રં મે શ્રૃૃણુ પાપભયાપહમ્‌ ---14

યાનિ નામાનિ ગૌણાનિ વિખ્યાતાનિ મહાત્મનઃ.
ઋષિભિઃ પરિગીતાનિ તાનિ વક્ષ્યામિ ભૂતયે ---15


(વિષ્ણુ ના "સહસ્ત્ર નામ" અહીંથી શરુ થાય છે-ઘણા પાઠ અહીંથી પણ ચાલુ કરે છે)


ૐ વિશ્વં વિષ્ણુર્વષટ્કારો ભૂતભવ્યભવત્પ્રભુઃ.
ભૂતકૃદ્ ભૂતભૃદ્ ભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ ....૧

પૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનાં પરમા ગતિઃ.
અવ્યયઃ પુરુષઃ સાક્ષી ક્ષેત્રજ્ઞોઽક્ષર એવ ચ ....૨

યોગો યોગવિદાં નેતા પ્રધાનપુરુષેશ્વરઃ.
નારસિંહવપુઃ શ્રીમાન્‌ કેશવઃ પુરુષોત્તમઃ....૩

સર્વઃ શર્વઃ શિવઃ સ્થાણુર્ભૂતાદિર્નિધિરવ્યયઃ.
સમ્ભવો ભાવનો ભર્તા પ્રભવઃ પ્રભુરીશ્વરઃ ...૪

સ્વયમ્ભૂઃ શમ્ભુરાદિત્યઃ પુષ્કરાક્ષો મહાસ્વનઃ.
અનાદિનિધનો ધાતા વિધાવા ધાતુરુત્તમઃ ....૫

અપ્રમેયો હૃષીકેશઃ પદ્મનાભોઽમરપ્રભુઃ.
વિશ્વકર્મા મનુસ્ત્વષ્ટા સ્થવિષ્ઠઃ સ્થવિરો ધ્રુવઃ ....૬

અગ્રાહ્યઃ શાશ્વતઃ કૃષ્ણો લોહિતાક્ષઃ પ્રતર્દનઃ.
પ્રભૂતસ્ત્રિકકુબ્ધામ પવિત્રં મંગલં પરમ્‌ ......૭

ઈશાનઃ પ્રાણદઃ પ્રાણો જ્યેષ્ઠઃ શ્રેષ્ઠઃ પ્રજાપતિઃ.
હિરણ્યગર્ભો ભૂગર્ભો માધવો મધુસૂદનઃ .........૮

ઈશ્વરો વિક્રમી ધન્વી મેધાવી વિક્રમઃ ક્રમઃ.
અનુત્તમો દુરાધર્ષઃ કૃતજ્ઞઃ કૃતિરાત્મવાન્‌......૯

સુરેશઃ શરણં શર્મ વિશ્વરેતાઃ પ્રજાભવઃ.
અહઃ સંવત્સરો વ્યાલઃ પ્રત્યયઃ સર્વદર્શનઃ .....૧૦

અજઃ સર્વેશ્વરઃ સિદ્ધઃ સિદ્ધિઃ સર્વાદિરચ્યુતઃ.
વૃષાકપિરમેયાત્મા સર્વયોગવિનિઃસૃતઃ ....૧૧

વસુર્વસુમનાઃ સત્યઃ સમાત્મા સમ્મિતઃ સમઃ.
અમોઘઃ પુણ્ડરીકાક્ષો વૃષકર્મા વૃષાકૃતિઃ .....૧૨

રુદ્રો બહુશિરા બભ્રુર્વિશ્વયોનિઃ શુચિશ્રવાઃ.
અમૃતઃ શાશ્વતઃ સ્થાણુર્વરારોહો મહાતપાઃ ......૧૩

સર્વગઃ સર્વવિદ્ભાનુર્વિષ્વક્સેનો જનાર્દનઃ.
વેદો વેદવિદવ્યંગો વેદાંગો વેદવિત્‌ કવિઃ .....૧૪

લોકાધ્યક્ષઃ સુરાધ્યક્ષો ધર્માધ્યક્ષઃ કૃતાકૃતઃ.
ચતુરાત્મા ચતુર્વ્યૂહશ્ચતુર્દંષ્ટ્રશ્ચતુર્ભુજઃ ..........૧૫

ભ્રાજિષ્ણુર્ભોજનં ભોક્તા સહિષ્ણુર્જગદાદિજઃ.
અનગો વિજયો જેતા વિશ્વયોનિઃ પુનર્વસુઃ ......૧૬

ઉપેન્દ્રો વામનઃ પ્રાંશુરમોઘઃ શુચિરૂર્જિતઃ.
અતીન્દ્રઃ સંગ્રહઃ સર્ગો ધૃતાત્મા નિયમો યમઃ .....૧૭

વેદ્યો વૈદ્યઃ સદાયોગી વીરહા માધવો મધુઃ.
અતીન્દ્રિયો મહામાયો મહોત્સાહો મહાબલઃ......૧૮

મહાબુદ્ધિર્મહાવીર્યો મહાશક્તિર્મહાદ્યુતિઃ.
અનિર્દેશ્યવપુઃ શ્રીમાનમેયાત્મા મહાદ્રિધૃક્‌ ....૧૯

મહેષ્વાસો મહીભર્તા શ્રીનિવાસઃ સતાં ગતિઃ.
અનિરુદ્ધઃ સુરાનન્દો ગોવિન્દો ગોવિદાં પતિઃ .....૨૦

મરીચિર્દમનો હંસઃ સુપર્ણો ભુજગોત્તમઃ.
હિરણ્યનાભઃ સુતપાઃ પદ્મનાભઃ પ્રજાપતિઃ .....૨૧

અમૃત્યુઃ સર્વદૃક્‌ સિંહઃ સંધાતા સન્ધિમાન્‌ સ્થિરઃ.
અજો દુર્ભર્ષણઃ શાસ્તા વિશ્રુતાત્મા સુરારિહા ......૨૨

ગુરુર્ગુરુતમો ધામ સત્યઃ સત્યપરાક્રમઃ.
નિમિષોઽનિમિષઃ સ્રગ્વી વાચસ્પતિરુદારધીઃ .....૨૩

અગ્રણીર્ગ્રામણીઃ શ્રીમાન્‌ ન્યાયો નેતા સમીરણઃ.
સહસ્રમૂર્ધા વિશ્વાત્મા સહસ્રાક્ષઃ સહસ્રપાત્‌ ........૨૪

આવર્તનો નિવૃત્તાત્મા સંવૃતઃ સમ્પ્રમર્દનઃ.
અહઃ સંવર્તકો વહ્નિરનિલો ધરણીધરઃ ........૨૫

સુપ્રસાદઃ પ્રસન્નાત્મા વિશ્વધૃગ્‌ વિશ્વભુગ્‌ વિભુઃ.
સત્કર્તા સત્કૃતઃ સાધુર્જહ્નુર્નારાયણો નરઃ ......૨૬

અસંખ્યેયોઽપ્રમેયાત્મા વિશિષ્ટઃ શિષ્ટકૃચ્છુચિઃ.
સિદ્ધાર્થઃ સિદ્ધસંકલ્પઃ સિદ્ધિદઃ સિદ્ધિસાધનઃ ......૨૭

વૃષાહી વૃષભો વિષ્ણુર્વૃષપર્વા વૃષોદરઃ.
વર્ધનો વર્ધમાનશ્ચ વિવિક્તઃ શ્રુતિસાગરઃ .....૨૮

સુભુજો દુર્ધરો વાગ્મી મહેન્દ્રો વસુદો વસુઃ.
નૈકરૂપો બૃહદ્રૂપઃ શિપિવિષ્ટઃ પ્રકાશનઃ .......૨૯

ઓજસ્તેજોદ્યુતિધરઃ પ્રકાશાત્મા પ્રતાપનઃ.
ઋદ્ધઃ સ્પષ્ટાક્ષરો મન્ત્રશ્ચન્દ્રાંશુર્ભાસ્કરદ્યુતિઃ .....૩૦

અમૃતાંશૂદ્ભવો ભાનુઃ શશબિન્દુઃ સુરેશ્વરઃ.
ઔષધં જગતઃ સેતુઃ સત્યધર્મપરાક્રમઃ .....૩૧

ભૂતભવ્યભવન્નાથઃ પવનઃ પાવનોઽનલઃ.
કામહા કામકૃત્‌ કાન્તઃ કામઃ કામપ્રદઃ પ્રભુઃ ....૩૨

યુગાદિકૃદ્ યુગાવર્તો નૈકમાયો મહાશનઃ.
અદૃશ્યોઽવ્યક્તરૂપશ્ચ સહસ્રજિદનન્તજિત્‌ ....૩૩

ઇષ્ટોઽવિશિષ્ટઃ શિષ્ટેષ્ટઃ શિખણ્ડી નહુષો વૃષઃ.
ક્રોધહા ક્રોધકૃત્કર્તા વિશ્વબાહુર્મહીધરઃ ...........૩૪

અચ્યુતઃ પ્રથિતઃ પ્રાણઃ પ્રાણદો વાસવાનુજઃ.
અપાં નિધિરધિષ્ઠાનમપ્રમત્તઃ પ્રતિષ્ઠિતઃ .....૩૫

સ્કન્દઃ સ્કન્દધરો ધુર્યો વરદો વાયુવાહનઃ.
વાસુદેવો બૃહદ્ભાનુરાદિદેવઃ પુરન્દરઃ ......૩૬

અશોકસ્તારણસ્તારઃ શૂરઃ શૌરિર્જનેશ્વરઃ.
અનુકૂલઃ શતાવર્તઃ પદ્મી પદ્મનિભેક્ષણઃ ....૩૭

પદ્મનાભોઽરવિન્દાક્ષઃ પદ્મગર્ભઃ શરીરભૃત્‌.
મહર્દ્ધિર્ઋદ્ધો વૃદ્ધાત્મા મહાક્ષો ગરુડધ્વજઃ .....૩૮

અતુલઃ શરભો ભીમઃ સમયજ્ઞો હવિર્હરિઃ.
સર્વલક્ષણલક્ષણ્યો લક્ષ્મીવાન્‌ સમિતિઞ્જયઃ ....૩૯

વિક્ષરો રોહિતો માર્ગો હેતુર્દામોદરઃ સહઃ.
મહીધરો મહાભાગો વેગવાનમિતાશનઃ .....૪૦

ઉદ્ભવઃ ક્ષોભણો દેવઃ શ્રીગર્ભઃ પરમેશ્વરઃ.
કરણં કારણં કર્તા વિકર્તા ગહનો ગુહઃ .....૪૧

વ્યવસાયો વ્યવસ્થાનઃ સંસ્થાનઃ સ્થાનદો ધ્રુવઃ.
પરર્દ્ધિઃ પરમસ્પષ્ટસ્તુષ્ટઃ પુષ્ટઃ શુભેક્ષણઃ .....૪૨

રામો વિરામો વિરજો માર્ગો નેયો નયોઽનયઃ.
વીરઃ શક્તિમતાં શ્રેષ્ઠો ધર્મો ધર્મવિદુત્તમઃ .....૪૩

વૈકુણ્ઠઃ પુરુષઃ પ્રાણઃ પ્રાણદઃ પ્રણવઃ પૃથુઃ.
હિરણ્યગર્ભઃ શત્રુઘ્નો વ્યાપ્તો વાયુરધોક્ષજઃ ....૪૪

ઋતુઃ સુદર્શનઃ કાલઃ પરમેષ્ઠી પરિગ્રહઃ.
ઉગ્ર સંવત્સરો દક્ષો વિશ્રામો વિશ્વદક્ષિણઃ .....૪૫

વિસ્તારઃ સ્થાવરસ્થાણુઃ પ્રમાણં બીજમવ્યયમ્‌.
અર્થોઽનર્થો મહાકોશો મહાભોગો મહાધનઃ .....૪૬

અનિર્વિણ્ણઃ સ્થવિષ્ઠોઽભૂર્ધર્મયૂપો મહામખઃ.
નક્ષત્રનેમિર્નક્ષત્રી ક્ષમઃ ક્ષામઃ સમીહનઃ ......૪૭

યજ્ઞ ઇજ્યો મહેજ્યશ્ચ ક્રતુઃ સત્રં સતાં ગતિઃ.
સર્વદર્શી વિમુક્તાત્મા સર્વજ્ઞો જ્ઞાનમુત્તમમ્‌ ....૪૮

સુવ્રતઃ સુમુખઃ સૂક્ષ્મઃ સુઘોષઃ સુખદઃ સુહૃત્‌.
મનોહરો જિતક્રોધો વીરબાહુર્વિદારણઃ .....૪૯

સ્વાપનઃ સ્વવશો વ્યાપી નૈકાત્મા નૈકકર્મકૃત્‌.
વત્સરો વત્સલો વત્સી રત્નગર્ભો ધનેશ્વરઃ .....૫૦

ધર્મગુબ્‌ ધર્મકૃદ્ ધર્મી સદસત્ક્ષરમક્ષરમ્‌.
અવિજ્ઞાતા સહસ્રાંશુર્વિધાતા કૃતલક્ષણઃ ......૫૧

ગભસ્તિનેમિઃ સત્ત્વસ્થઃ સિંહો ભૂતમહેશ્વરઃ.
આદિદેવો મહાદેવો દેવેશો દેવભૃદ્ગુરુઃ .......૫૨

ઉત્તરો ગોપતિર્ગોપ્તા જ્ઞાનગમ્યઃ પુરાતન.
શરીરભૂતભૃદ્ ભોક્તા કપીન્દ્રો ભૂરિદક્ષિણઃ .....૫૩

સોમપોઽમૃતપઃ સોમઃ પુરુજિત્‌ પુરુસત્તમઃ.
વિનયો જયઃ સત્યસંધો દાશાર્હઃ સાત્વતાં પતિઃ ....૫૪

જીવો વિનયિતા સાક્ષી મુકુન્દોઽમિતવિક્રમઃ.
અમ્ભોનિધિરનન્તાત્મા મહોદધિશયોઽન્તકઃ ....૫૫

અજો મહાર્હઃ સ્વાભાવ્યો જિતામિત્રઃ પ્રમોદનઃ.
આનન્દો નન્દનો નન્દઃ સત્યધર્મા ત્રિવિક્રમઃ ....૫૬

મહર્ષિઃ કપિલાચાર્યઃ કૃતજ્ઞો મેદિનીપતિઃ.
ત્રિપદસ્ત્રિદશાધ્યક્ષો મહાશ્રૃંઙઃ કૃતાન્તકૃત્‌ ......૫૭

મહાવરાહો ગોવિન્દઃ સુષેણઃ કનકાઙદી.
ગુહ્યો ગભીરો ગહનો ગુપ્તશ્ચક્રગદાધરઃ ......૫૮

વેધાઃ સ્વાઙોઽજિતઃ કૃષ્ણો દૃઢઃ સંકર્ષણોઽચ્યુતઃ.
વરુણો વારુણો વૃક્ષઃ પુષ્કરાક્ષો મહામનાઃ ......૫૯

ભગવાન્‌ ભગહાનન્દી વનમાલી હલાયુધઃ.
આદિત્યો જ્યોતિરાદિત્યઃ સહિષ્ણુર્ગતિસત્તમઃ .....૬૦

સુધન્વા ખણ્ડપરશુર્દારુણો દ્રવિણપ્રદઃ.
દિવિસ્પૃક્‌ સર્વદૃગ્‌ વ્યાસો વાચસ્પતિરયોનિજઃ .....૬૧

ત્રિસામા સામગઃ સામ નિર્વાણં ભેષજં ભિષક્‌.
સંન્યાસકૃચ્છમઃ શાન્તો નિષ્ઠા શાંતિઃ પરાયણમ્‌ ....૬૨

શુભાઙઃ શાન્તિદઃ સ્રષ્ટા કુમુદઃ કુવલેશયઃ.
ગોહિતો ગોપતિર્ગોપ્તા વૃષભાક્ષો વૃષપ્રિયઃ ...૬૩

અનિવર્તી નિવૃત્તાત્મા સંક્ષેપ્તા ક્ષેમકૃચ્છિવઃ.
શ્રીવત્સવક્ષાઃ શ્રીવાસઃ શ્રીપતિઃ શ્રીમતાં વરઃ .....૬૪

શ્રીદઃ શ્રીશઃ શ્રીનિવાસઃ શ્રીનિધિઃ શ્રીવિભાવનઃ.
શ્રીધરઃ શ્રીકરઃ શ્રેયઃ શ્રીમાઁલ્લોકત્રયાશ્રયઃ ........૬૫

સ્વક્ષઃ સ્વઙ શતાનન્દો નન્દિર્જ્યોતિર્ગણેશ્વરઃ.
વિજિતાત્મા વિધેયાત્મા સત્કીર્તિશ્છિન્નસંશયઃ ....૬૬

ઉદીર્ણઃ સર્વતશ્ચક્ષુરનીશઃ શાશ્વતસ્થિરઃ.
ભૂશયો ભૂષણો ભૂતિર્વિશોકઃ શોકનાશનઃ ....૬૭

અર્ચિષ્માનર્ચિતઃ કુમ્ભો વિશુદ્ધાત્મા વિશોધનઃ.
અનિરુદ્ધોઽપ્રતિરથઃ પ્રદ્યુમ્નોઽમિતવિક્રમઃ ......૬૮

કાલનેમિનિહા વીરઃ શૌરિઃ શૂરજનેશ્વરઃ.
ત્રિલોકાત્મા ત્રિલોકેશઃ કેશવઃ કેશિહા હરિઃ .....૬૯

કામદેવઃ કામપાલઃ કામી કાન્તઃ કૃતાગમઃ.
અનિર્દેશ્યવપુર્વિષ્ણુર્વીરોઽનન્તો ધનંજયઃ ......૭૦

બ્રહ્મણ્યો બ્રહ્મકૃદ્ બ્રહ્મા બ્રહ્મ બ્રહ્મવિવર્ધનઃ.
બ્રહ્મવિદ્ બ્રાહ્મણો બ્રહ્મી બ્રહ્મજ્ઞો બ્રાહ્મણપ્રિયઃ .....૭૧

મહાક્રમો મહાકર્મા મહાતેજા મહોરગઃ.
મહાક્રતુર્મહાયજ્વા મહાયજ્ઞો મહાહવિઃ .....૭૨

સ્તવ્યઃ સ્તવપ્રિયઃ સ્તોત્રં સ્તુતિઃ સ્તોતા રણપ્રિયઃ.
પૂર્ણઃ પૂરયિતા પુણ્યઃ પુણ્યકીર્તિરનામયઃ .....૭૩

મનોજવસ્તીર્થકરો વસુરેતા વસુપ્રદઃ.
વસુપ્રદો વાસુદેવો વસુર્વસુમના હવિઃ .....૭૪

સદ્ગતિઃ સત્કૃતિઃ સત્તા સદ્ભૂતિઃ સત્પરાયણઃ.
શૂરસેનો યદુશ્રેષ્ઠઃ સન્નિવાસઃ સુયામુનઃ ......૭૫

ભૂતાવાસો વાસુદેવઃ સર્વાસુનિલયોઽનલઃ.
દર્પહા દર્પદો દૃપ્તો દુર્ધરોઽથાપરાજિતઃ ......૭૬

વિશ્વમૂર્તિર્મહામૂર્તિર્દીપ્તમૂર્તિરમૂર્તિમાન્‌.
અનેકમૂર્તિરવ્યક્તઃ શતમૂર્તિઃ શતાનનઃ ....૭૭

એકો નૈકઃ સવઃ કઃ કિં યત્‌ તત્‌ પદમનુત્તમમ્‌.
લોકબન્ધુર્લોકનાથો માધવો ભક્તવત્સલઃ ....૭૮

સુવર્ણવર્ણો હેમાઙો વરાઙશ્ચન્દનાઙદી.
વીરહા વિષમઃ શૂન્યો ઘૃતાશીરચલશ્ચલઃ .....૭૯

અમાની માનદો માન્યો લોકસ્વામી ત્રિલોકધૃક્‌.
સુમેધા મેધજો ધન્યઃ સત્યમેધા ધરાધરઃ .......૮૦

તેજોવૃષો દ્યુતિધરઃ સર્વશસ્ત્રભૃતાં વરઃ.
પ્રગ્રહો નિગ્રહો વ્યગ્રો નૈકશ્રૃઙો ગદાગ્રજઃ ...૮૧

ચતુર્મૂર્તિશ્ચતુર્બાહુશ્ચતુર્વ્યૂહશ્ચતુર્ગતિઃ.
ચતુરાત્મા ચતુર્ભાવશ્ચર્વેદવિદેકપાત્‌ .....૮૨

સમાવર્તોઽનિવૃત્તાત્મા દુર્જયો દુરતિક્રમઃ.
દુર્લભો દુર્ગમો દુર્ગો દુરાવાસો દુરારિહા ......૮૩

શુભાઙો લોકસારઙઃ સુતન્તુસ્તન્તુવર્ધનઃ.
ઇન્દ્રકર્મા મહાકર્મા કૃતકર્મા કૃતાગમઃ .....૮૪

ઉદ્ભવઃ સુન્દરઃ સુન્દો રત્નનાભઃ સુલોચનઃ.
અર્કો વાજસનઃ શ્રૃઙી જયન્તઃ સર્વવિજ્જયી ....૮૫

સુવર્ણબિન્દુરક્ષોભ્યઃ સર્વવાગીશ્વરેશ્વરઃ.
મહાહ્રદો મહાગર્તો મહાભૂતો મહાનિધિઃ .....૮૬

કુમુદઃ કુન્દરઃ કુન્દઃ પર્જન્યઃ પાવનોઽનિલઃ.
અમૃતાશોઽમૃતવપુઃ સર્વજ્ઞઃ સર્વતોમુખઃ ....૮૭

સુલભઃ સુવ્રતઃ સિદ્ધઃ શત્રુજિચ્છત્રુતાપનઃ.
ન્યગ્રોધોદુમ્બરોઽશ્વત્થશ્ચાણૂરાન્ધ્રનિષૂદનઃ ....૮૮

સહસ્રાર્ચિઃ સપ્તજિહ્વઃ સપ્તૈધાઃ સપ્તવાહનઃ.
અમૂર્તિરનઘોઽચિન્ત્યો ભયકૃદ્ ભયનાશનઃ .....૮૯

અણુર્બૃહત્કૃશઃ સ્થૂલો ગુણભૃન્નિર્ગુણો મહાન્‌.
અધૃતઃ સ્વધૃતઃ સ્વાસ્યઃ પ્રાગ્વંશો વંશવર્ધનઃ ....૯૦

ભારભૃત્‌ કથિતો યોગી યોગીશઃ સર્વકામદઃ.
આશ્રમઃ શ્રમણઃ ક્ષામઃ સુપર્ણો વાયુવાહનઃ .....૯૧

ધનુર્ધરો ધનુર્વેદો દણ્ડો દમયિતા દમઃ.
અપરાજિતઃ સર્વસહો નિયન્તા નિયમો યમઃ ....૯૨

સત્ત્વવાન્‌ સાત્ત્િવકઃ સત્યઃ સત્યધર્મપરાયણઃ.
અભિપ્રાયઃ પ્રિયાર્હોઽર્હઃ પ્રિયકૃત્‌ પ્રીતિવર્ધનઃ .....૯૩

વિહાયસગતિર્જ્યોતિઃ સુરુચિર્હુતભુગ્‌ વિભુઃ.
રવિર્વિરોચનઃ સૂર્યઃ સવિતા રવિલોચનઃ .....૯૪

અનન્તો હુતભુગ્‌ ભોક્તા સુખદો નૈકજોઽગ્રજઃ.
અનિર્વિણ્ણઃ સદામર્ષી લોકાધિષ્ઠાનમદ્ભુતઃ .....૯૫

સનાત્‌ સનાતનતમઃ કપિલઃ કપિરપ્યયઃ સ્વસ્તિદઃ.
સ્વસ્તિકૃત્‌ સ્વસ્તિ સ્વસ્તિભુક્‌ સ્વસ્તિદક્ષિણઃ .....૯૬

અરૌદ્રઃ કુણ્ડલી ચક્રી વિક્રમ્યૂર્જિતશાસનઃ.
શબ્દાતિગઃ શબ્દસહઃ શિશિરઃ શર્વરીકરઃ .......૯૭

અક્રૂરઃ પેશલો દક્ષો દક્ષિણઃ ક્ષમિણાં વરઃ.
વિદ્વત્તમો વીતભયઃ પુણ્યશ્રવણકીર્તનઃ ......૯૮

ઉત્તરણો દુષ્કૃતિહા પુણ્યો દુઃસ્વપ્રનાશનઃ.
વીરહા રક્ષણઃ સન્તો જીવનઃ પર્યવસ્થિતઃ ....૯૯

અનન્તરૂપોઽનન્તશ્રીર્જિતમન્યુર્ભયાપહઃ.
ચતુરસ્રો ગભીરાત્મા વિદિશો વ્યાદિશો દિશઃ ...૧૦૦

અનાદિર્ભૂર્ભુવો લક્ષ્મીઃ સુવીરો રુચિરાઙદઃ.
જનનો જનજન્માદિર્ભીમો ભીમપરાક્રમઃ .....૧૦૧

આધારનિલયોઽધાતા પુષ્પહાસઃ પ્રજાગરઃ.
ઊર્ધ્વગઃ સત્પથાચારઃ પ્રાણાદઃ પ્રણવઃ પણઃ .....૧૦૨

પ્રમાણં પ્રાણનિલયઃ પ્રાણભૃત્‌ પ્રાણીજીવનઃ.
તત્ત્વં તત્ત્વવિદેકાત્મા જન્મમૃત્યુજરાતિગઃ .....૧૦૩

ભૂર્ભુવઃસ્વસ્તરુસ્તારઃ સવિતા પ્રપિતામહઃ.
યજ્ઞો યજ્ઞપતિર્યજ્વા યજ્ઞાઙો યજ્ઞવાહનઃ ....૧૦૪

યજ્ઞભૃદ્ યજ્ઞકૃદ્ યજ્ઞી યજ્ઞભુગ્‌ યજ્ઞસાધનઃ.
યજ્ઞાન્તકૃદ્ યજ્ઞગુહ્યમન્નમન્નાદ એવ ચ ......૧૦૫

આત્મયોનિઃ સ્વયંજાતો વૈખાનઃ સામગાયનઃ.
દેવકીનંદનઃ સૃષ્ટા ક્ષિતીશઃ પાપનાશનઃ .....૧૦૬

શઙ્ખભૃન્નન્દકી ચક્રી શાર્ઙધન્વા ગદાધરઃ.
રથાઙપાણિરક્ષોભ્યઃ સર્વપ્રહરણાયુધઃ ....૧૦૭

સર્વપ્રહરણાયુધ ૐ નમ ઇતિ......૧૦૮

(અહીં વિષ્ણુ ના "સહસ્ત્રનામ"  પુરા થાય છે)

ફળશ્રુતિ

ઇતીદં કીર્તનીયસ્ય કેશવસ્ય મહાત્મનઃ.
નામ્નાં સહસ્રં દિવ્યાનામશેષેણ પ્રકીર્તિતમ્‌ ....૧

ય ઇદં શ્રૃૃણુયાન્નિત્યં યશ્ચાપિ પરિકીર્તયેત્‌.
નાશુભં પ્રાપ્નુયાત્‌ કિંશ્ચિત્‌ સોઽમુત્રેહ ચ માનવઃ ....૨

વેદાંતગો બ્રાહ્મણઃ સ્યાત્‌ ક્ષત્રિયો વિજયી ભવેત્‌.
વૈશ્યો ધનસમૃદ્ધઃ સ્યાચ્છૂદ્રઃ સુખમવાપ્રુયાત્‌ .....૩

ધર્માર્થી પ્રાપ્નુયાદ્ ધર્મમર્થાર્થી ચાર્થમાપ્નુયાત્‌.
કામાનવાપ્નુયાત્‌ કામી પ્રજાર્થી પ્રાપ્નુયાત્‌ પ્રજામ્‌ ....૪

ભક્તિમાન્‌ યઃ સદોત્થાય શુચિસ્તદગ્તમાનસઃ.
સહસ્રં વાસુદેવસ્ય નામ્નામેતત્‌ પ્રકીર્તયેત્‌ .....૫

યશઃ પ્રાપ્નોતિ વિપુલં જ્ઞાતિપ્રાધાન્યમેવ ચ.
અચલાં શ્રિયમાપ્નોતિ શ્રેયઃ પ્રાપ્નોત્યનુત્તમમ્‌ ....૬

ન ભયં કચિદાપ્નોતિ વીર્યં તેજશ્ચ વિંદતિ.
ભવત્યરોગો દ્યુતિમાન્‌ બલરૂપગુણાન્વિતઃ .....૭

રોગાર્તો મુચ્યતે રોગાદ્ બદ્ધો મુચ્યેત બન્ધનાત્‌.
ભયાન્મુચ્યેત ભીતસ્તુ મુચ્યેતાપન્ન આપદઃ ......૮

દુર્ગાણ્યતિતરત્યાશુ પુરુષઃ પુરુષોત્તમમ્‌.
સ્તુવન્‌ નામસહસ્રેણ નિત્યં ભક્તિસમન્વિતઃ .....૯

વાસુદેવાશ્રયો મર્ત્યો વાસુદેવપરાયણઃ.
સર્વપાપવિશુદ્ધાત્મા યાતિ બ્રહ્મ સનાતનમ્‌ ....૧૦

ન વાસુદેવભક્તાનામશુભં વિદ્યતે ક્વચિત્‌.
જન્મમૃત્યુજરાવ્યાધિભયં નૈવોપજાયતે .....૧૧

ઇમં સ્તવમધીયાનઃ શ્રદ્ધાભક્તિસમન્વિતઃ.
યુજ્યેતાત્મસુખક્ષાન્તિશ્રીધૃતિસ્મૃતિકીર્તિભિઃ ....૧૨

ન ક્રોધો ન ચ માત્સર્યં ન લોભો નાશુભા મતિઃ.
ભવન્તિ કૃતપુણ્યાનાં ભક્તાનાં પુરુષોત્તમે ......૧૩

દ્યૌઃ સચન્દ્રાર્કનક્ષત્રા ખં દિશો ભૂર્મહોદધિઃ.
વાસુદેવસ્ય વીર્યેણ વિધૃતાનિ મહાત્મનઃ ......૧૪

સસુરાસુરગન્ધર્વં સયક્ષોરગરાક્ષસમ્‌.
જગદ્ વશે વર્તતેદં કૃષ્ણસ્ય સચરાચરમ્‌ .....૧૫

ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિઃ સત્ત્વં તેજો બલં ધૃતિઃ.
વાસુદેવાત્મકાન્યાહુઃ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞ એવ ચ ......૧૬

સર્વાગમાનામાચારઃ પ્રથમં પરિકલ્પતે.
આચારપ્રભવો ધર્મો ધર્મસ્ય પ્રભુરચ્યુતઃ .....૧૭

ઋષયઃ પિતરો દેવા મહાભૂતાનિ ધાતવઃ.
જઙમાજઙમં ચેદં જગન્નારાયણોદ્ભવમ્‌ .......૧૮

યોગો જ્ઞાનં તથા સાંખ્યં વિદ્યાઃ શિલ્પાદિ કર્મ ચ.
વેદાઃ શાસ્ત્રાણિ વિજ્ઞાનમેતત્‌ સર્વં જનાર્દનાત્‌ .....૧૯

એકો વિષ્ણુર્મહદ્ભૂતં પૃથગ્ભૂતાન્યનેકશઃ.
ર્ત્રીલ્લોકાન્‌ વ્યાપ્ય ભૂતાત્મા ભુઙ્ક્તે વિશ્વભુગવ્યયઃ ...૨૦

ઇમં સ્તવં ભગવતો વિષ્ણોર્વ્યાસેન કીર્તિતમ્‌.
પઠેદ્ ય ઇચ્છેત્‌ પુરુષઃ શ્રેયઃ પ્રાપ્તું સુખાનિ ચ ....૨૧

વિશ્વેશ્વરમજં દેવં જગતઃ પ્રભવાપ્યયમ્‌.
ભજન્તિ યે પુષ્કરાક્ષં ન તે યાન્તિ પરાભવમ્‌ ......૨૨

(નોંધ-કોઈ જગ્યાએ બીજા ૧૫ શ્લોકો ઉમેરેલા છે-કે જેમાં અર્જુન-શ્રીકૃષ્ણ નો સંવાદ વ્યાસજી એ મહાભારત માં લખેલ છે-તે શ્લોકો છે -કે જે વિષ્ણુ સસ્ત્ર નામ ના ફળ નું વર્ણન કરે છે)

ઇતિ શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રમ્‌ સંપૂર્ણમ્‌

Click here to Go to Stotra Index Page-સ્તોત્રો ની અનુક્રમણિકા પર જવા અહી ક્લિક કરો








કબીર ના દોહા-અને ભજન

જનમ તેરો બાતોં મેં બીત ગયો,રે તુને કબહું  ન કૃષ્ણ કહ્યો,

પાંચ બરસ કા  ભોલાભાલા,અબ તો બીસ ભયો,
મકર-પચીસી માયા કારણ દેશ-બિદેશ ભયો,

તીસ બરસ કી અબ મતિ ઉપજી,લોભ ચડે નિત નયો,
માયા જોડી- લાખ-કરોડી,અબહું ન તૃપ્ત ભયો.

વૃદ્ધ ભયો તબ આલસ ઉપજી,કફ નિત્ય કંઠ રહ્યો,
"સંગતિ "કબહું ન કીની તુને,બિરથા જનમ ગયો,

એ સંસાર મતલબકા-લોભી-ઝૂઠા ઠાઠ રચ્યો,
કહત કબીર,સમજ  મન મૂરખ,તું ક્યૂં ભૂલ ગયો.
----------------------------------------------------------------------------
સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય.
જ્યો મેંદી કે પાન મેં, લાલી રહી છીપાય.

પરમાત્મા (સાહેબ) એ ચૈતન્ય રૂપે (સાહેબી) દુનિયાના દરેક તત્વ માં (ઘટ માં)
દેખી ના શકાય તે રીતે રહેલો છે.
જેવી રીતે મેંદી  પાન બહારથી લીલું દેખાય છે, પણ તેનો લાલ રંગ દેખાતો નથી.
(લાલ રંગ-- મેંદી માં પ્રગટ રૂપે નથી,છુપાયેલો છે.)

સબ ઘટ મેરા સાંઈ હૈ,ખાલી ઘટ ના કોઈ.
બલિહારી વા ઘટ કી,જા ઘટ પરગટ હોય.

દુનિયાના દરેક તત્વ માં (ઘટમાં) પરમાત્મા નું ચૈતન્ય (સાઈ) વિલસી રહ્યું છે.
એવી કોઈ જગ્યા -ભલે તે જડ હોય કે ચેતન હોય -બાકી નથી કે -
જ્યાં પરમાત્માનું ચૈતન્ય નથી.
જેમ મેંદી ના પાન ને પીસીએ ત્યારે તેનો લાલ રંગ પ્રગટ થાય છે-
તેજ રીતે આ ચૈતન્ય ને -કે જે શરીર માં આત્મા રૂપે સંતાઈ રહેલું છે- તેને-
અથાગ મહેનત કરી ને -કોઈ પણ  સાધન કરી ને પ્રગટ કરવાનું છે.
અને જો એ આત્મ તત્વ ને જાણી જવાય (કે પ્રગટ કરી શકાય)
તો તેના જેવું જગતમાં પામવા જેવું બીજું કશું નથી.
પરમાત્માની કૃપા (બલિહારી) સિવાય -આ અપ્રગટ આત્માને પ્રગટ કરવો શક્ય નથી.
અને પરમાત્મા ની કૃપા (બલિહારી) કોઈ પણ સાધન (ભક્તિ-જ્ઞાન-કર્મ-વગેરે) વગર શક્ય નથી.

જ્યોં તલ મેં હી તેલ  હૈ,જ્યોં ચકમક મેં આગી.
તેરા સાઈ  તુજ મેં હૈ,જાગી શકે તો જાગી.

જેવી રીતે તલ ની અંદર તેલ છુપાયેલું છે -(જ્યાં સુધી તલ પિસાય  નહિ ત્યાં સુધી તેલ નીકળતું નથી )

જેવી રીતે ચકમક ના બે પથ્થરો મા અગ્નિ છુપાયેલો છે
(જ્યાં સુધી સામસામા ના ઘસાય ત્યાંસુધી અગ્નિ દેખી શકતો નથી),

તેવી જ રીતે-
પ્રભુ તારી અંદર(શરીરમાં) છુપાયેલો છે. જો તેને  તારાથી  જગાડી શકાય તો-જગાડ.(ખોળી કાઢ)

(શરીર મા રહેલા -પ્રભુ ને ખોળવાનો છે)
-જેમ તલને પીસવા પડે તો જ તેલ દેખાય-અને જેમ પથ્થર ને સામસામા ઘસવા પડે તોજ અગ્નિ દેખાય-
-જેમ છુપાયેલી વસ્તુ ને ખોળવા -મહેનત કરવી પડે છે.તેમ --
પ્રભુ ને ખોળવા -કોઈ સાધન કરવાનું છે.
પ્રભુ તો છે જ-પણ અજ્ઞાન ના અંધારા તળે -છુપાયેલો છે. માત્ર જ્ઞાન નું અજવાળું થાય તો પ્રભુ દેખાઈ જાય
ઉલટિ સમાના આપ મેં પ્રગટી જોતિ અનંત,
સાહબ સેવક એક સંગ ખેલેં સદા બસંત.

બહાર ભટકતો એવો હું -જયારે -
ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં સમાઈ ગયો
એટલે અનંત-ચૈતન્ય ની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ.
પછી પરમાત્મા (સાહબ) અને   આત્મા (સેવક)  એકબીજામાં સમાઈ ગયા.  
અને સદાયે સાથે જ રમણ કરતા થઇ ગયા. (વસંત ખેલતા થઈ ગયા).

જોગી હુઆ ઝલક લગી -મિટિ ગયા ખેચાતાન,
ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.

પરમાત્મા  (બ્રહ્મ)ને પામવા જોગી બન્યો.(સાધન કર્યું) અને
બહાર ભટકતો એવો હું -જયારે
ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં (આત્મામાં)સમાઈ ગયો
અને આત્મા અને પરમાત્મા (બ્રહ્મ) જેવું ઐક્ય થયું -ત્યારે
પરમ તત્વની ઝાંખી  થઇ  હું પોતેજ બ્રહ્મ થઇ ગયો.
સઘળી  ખેંચતાણ ટળી ગઈ. (બધા જ સંશયો ટળી ગયા- અને હવે પરમાત્મા ની ખોજ નો અંત થયો)  

સુરતિ સમાની નિરતિ મેં અજપા માહી જાપ,
લેખ સમાના અલખમેં આપા માહીં આપ.

સાંસારિક પ્રવૃત્તિઓ   (સુરતિ)
પરમાત્મા ને પામવાને લીધેલી નિવૃત્તિ માં (નિરતી) સમાઈ ગઈ,
અને આ નિવૃત્તિમાં કરાતા-  માળા ના  સ્થૂળ જાપ
અંતરમાં  શ્વાસે -શ્વાસે ચાલ્યા કરતા (અજપા-જાપ) અખંડ જપમાં વિલીન થઈ ગયા.

અને હવે તો જીવનમાં જેટલા  શ્વાસોશ્વાસ લેવાના વિધાતાએ લેખ લખ્યા છે-
તે શ્વાસોશ્વાસ પણ પરમાત્મામાં (અલખમાં) વિલીન થઇ ગયા છે.

અને હવે તો હું પોતે (આપ)- હે પરમાત્મા - આપમાં જ સમાઈ ગયો છું.

(લક્ષ્યમાં આવતું દ્રશ્ય અલખમાં સમાઈ ગયું અને દ્વૈતની ભ્રમણા તૂટી અને અદ્વૈત સિદ્ધ થઈ ગયું.)

લાલી મેરે લાલકી જિત દેખોં તિત લાલ,
લાલી દેખન મૈં ગઇ મૈ ભી હો ગઇ લાલ.

મારા પ્રભુની લીલા એવી છે કે હું જ્યાં જોઉં ત્યાં મને લાલ- તેની લીલા જ  દેખાય છે.
આ લાલીને હું જોવા ગઇ તો હું પોતે લાલ થઈ ગઈ……(હું પોતે જ બ્રહ્મ થઇ ગયો -અહંબ્રહ્માસ્મિ)



જો જન બિરહી નામ કે સદા મગન મનમાંહિં,
જ્યોં દરપન કી સુંદરી કિનહૂં પકડી નાહિં.

પ્રભુ-વિયોગમાં તડપતા સર્વકોઈ સદાયે અંતર્મુખ થઈને મનમાં જ તલ્લીન રહે છે.
દર્પણમાં દેખાતી સુંદરીને જેમ કોઈ પકડી નથી શકતું
તેમ આવા વિરહીને કોઈ પામી નથી શકતું.

ચીંટી ચાવલ લૈ ચલી બિચમેં મિલ ગઈ દાર,
કહ કબીર દોઉં ના મિલૈ એક લે દૂજી ડાર.

કીડી [ જીવ ] ચોખાનો દાણો [ આત્મતત્ત્વ ] લઈને ચાલી નીકળી.
રસ્તામાં એને દાળનો દાણો [ રંગીન સંસાર ] મળી ગયો.
કબીર કહે છે કે બંનેને એક સાથે રખાય તેમ નથી.
એટલે એક લેવું હોય તો બીજું મૂકી દેવું પડે.

મન સબ પર અસવાર હૈ , પીડા કરે અનંત,
મન હી પર અસવાર રહે, કોઇક વિરલા સંત

માણસનું મન જયારે તેના ઉપર સવાર  થઇ જાય છે..
ત્યારે તેને પીડા સિવાય બીજું કશું મળતું નથી.

પરંતુ જે માનવી પોતે મન પર સવાર થઇ શકે,
(મનનો ગુલામ નહીં.મનનો માલિક બની શકે)

એવા- વીર-કે-સંત તો કોઇ વિરલ જ હોય છે.

દિલ મેં હી દીદાર હૈ,બાદ બકે સંસાર.
સતગુરુ દર્પણ શબ્દ કા,રૂપ દીખાવન હાર.

જયારે સદગુરુ માં પરમાત્મા ના દર્શન થયાં ત્યારે દુનિયા જીતી લીધી હોય તેવો આનંદ થયો.
અને આ અનુભવ તો આંખોથી જોઈ સહાય તેવો હતો, એટલે તેવું શબ્દ થી વર્ણન પણ કર્યું,

પણ આજે જયારે મારામાં ,મારા અંતરમાં (દિલમાં) જયારે પરમાત્મા ના દર્શન (દિદાર) થયાં છે,
ત્યારે “મને ગુરુમાં પરમાત્માનાં દર્શન થઇ ગયા છે “ એવી જે જીત હું માનતો હતો તે ,
તે હાર માં બદલાઈ ગઈ છે.હવે દુનિયાને જે કહેવું હોય તે કહે.

બીજી રીતે કહીએ તો-ગુરુ એ શબ્દ થી જે પરમાત્માનું વર્ણન કર્યું હતું-તે
પરમાત્મા ના આજે મારામાં-મારા અંતરમાં દર્શન થયા છે.હવે દુનિયાને જે કહેવું હોય તે કહે.
અને જ્યારે પરમાત્માના દર્શન થાય છે-ત્યારે -અહમ ની મોટી હાર છે.

મન મથુરા દિલ દ્વારકા,કાયા કાશી જાન.
દસો દ્વાર કા દેહરા,તામે જ્યોતિ પહેચાન.

કાશી ના મદિર રૂપી શરીર માં મન એ મથુરા નું મંદિર છે,દિલ એ દ્વારકાનું મંદિર છે,
આવીજ રીતે શરીર ના દસ દ્વારો ઉપર એક એક મંદિર આવેલું છે.
અને આ બધા જ મંદિરો માં રહેલ દીવાની એક જ્યોતિ સ્વરૂપ પરમાત્મા રહેલા છે.
અને એ પરમાત્માને ઓળખવાના છે.

બીજી રીતે કહીએ તો- શરીર માં રહેલ એક પ્રકાશમય-જ્યોતિ સ્વરૂપ -આત્મસ્વરૂપ
પરમાત્મા ને ઓળખવાનાં છે.


જેવા ઘટ તેવી મતી,ઘટ ઘટ ઓર સ્વભાવ.
જા ઘટ હાર ન જીત હૈ,તે ઘટ પીર સમાન.

મનુષ્ય ની ઓળખાણ તેની બુદ્ધિ થી થાય છે. દુનિયા માં ભાત ભાતની બુદ્ધિ વાળા મનુષ્યો જોવા મળે છે.
દરેકે દરેક ની બુદ્ધિ  જુદી જુદી ચાલે છે.
આ બુદ્ધિ થી દ્વંદ (સુખ-દુઃખ,હર્ષ-શોક) ઉભા થાય છે અને મનુષ્ય સુખી કે દુખી બને છે.
પણ જે મનુષ્ય આવા દ્વંદોથી પર થાય છે.
એટલે કે હાર  અને જીત બંને ને સરખા માને છે-તે મનુષ્ય મહાત્મા છે.

આજ કહું સો માનીએ, લખો વચન હમાર.
દુબધા દુરમતી છોડ કે,ચિન્હો બસ્તું હમાર.

આજે હું જે કહું છું-તે તમે માનો, અને મારું વચન  તમે લખી  લો, કે.-
જિંદગીમાં થી દ્વિધા (દ્વંદ) ને છોડી દો, અને સમતા થી જિંદગી જીવો.
આ દ્વંદ બુદ્ધિ -(બે તરફ ચાલતી બુદ્ધિ) એ સદબુદ્ધિ નથી પણ દુર્બુદ્ધિ છે.
અને આ દુર્બુદ્ધિ જિંદગીમાં પતન લાવે છે.

આદિ મુલ સબ આપ મેં,આપહી મેં સબ હોય.
જ્યો તરુવર કે બીજ મેં,  ડાલ પાન, ફૂલ હોય.

હે પ્રભુ, આ સંસારનું આદિ મૂળ આપ જ છો,
આપના માં જ આ સંસાર ની હરેક વસ્તુ સમાયેલી છે,

જેમ મોટા ઝાડનું બીજ હોય ,તેમાં તેની ડાળ ,પાન, ફૂલ -વગેરે સમાયેલાં હોય છે.
તે ભલે બીજ માં ન દેખાય,પણ પોષણ મળતા તે જ બીજ મહાન વૃક્ષ બને છે.


આપ  ભુલાવે આપ મેં, આપુ ન ચિહ્નનૈ આપ.
ઓર હૈ તો પાઈએ, યહ તો આપ હી આપ.

હે,પ્રભુ, જયારે હું મારી જાતને (આપ ને)  તમારામાં (આપ--નામાં) ઓગાળી દઉં છું,
ત્યારે મારી જાત (આપ) ભૂલાઈ જાય છે, મારી જાત (આપ) નું નામોનિશાન બાકી રહેતું  નથી,
અને જયારે આમ થાય છે ત્યારે -બીજું શું પામવાનું બાકી રહે ?
હું-તમે થઇ ગયો અને તમે હું થઇ ગયા. બંને જયારે એકાકાર થયા છે.
તો ચારે બાજુ જ્યાં દ્રષ્ટિ જય ત્યાં તમે (આપ ) જ છો.

લિખા લિખી કી હૈ નહિ,દેખા દેખી બાત.
દુલ્હા દુલ્હન મિલ ગયે,ફીકી પડી બારાત.

પ્રભુ આપના દર્શન થયા, આપને દેખાયા, -તે દેખા-દેખીની વાત -કઈ લખવાની -લિખા-લિખીની વાત નથી.
કે જે લખી ને સમજાવી શકાય

પરમાત્મા રૂપી -દુલ્હા- જોડે -મારું -(દુલ્હન) -મિલન થઇ ગયું છે.(લગ્ન થઇ ગયું છે)
અને આ મિલન ના પ્રકાશ આગળ-આ મિલન ના ઉત્કૃષ્ટ સ્વાદ આગળ
દુનિયા -પ્રભુ જોડે આવેલી -પ્રભુ ની બારાત-ફીકી છે.સંસાર ફીકો છે.


સાંઈ  ઇતના દીજિયે,જામે કુટુમ્બ સમાય.
મેં ભી ભૂખા નાં રહું,સાધુ ન ભૂખા જાય.

હે,પ્રભુ,મહેરબાની કરીને મને વધુ પડતું ન આપતા,
મને માત્ર એટલું જ આપજો,કે જેનાથી કુટુંબ નું ,મારું અને
આંગણે આવેલા સાધુ નું ભરણપોષણ થાય.

એસી વાણી બોલીએ,મન કા આપાખોય.
ઓરન  કો શીતલકરે,આપ હું શીતલ હોય.

એવી વાણી બોલો કે જેનાથી પોતાનું મન ઉદ્વિગ્ન ન થાય,
અને જે વાણી થી બીજાને પણ અનાદ મળે અને પોતાને પણ આનંદ (શીતળતા) મળે.

દુખ  મેં સુમિરન સબ કરે,સુખ મેં કરે ન કોય.
જો સુખ મેં સુમિરન કરે,દુખ કાહે કો હોય.

જીવન માં દુઃખ આવે ત્યારે  બધા ભગવાન ને યાદ કરવા માંડે છે,
પણ  જીવન માં સુખ હોય ત્યારે કોઈ જ ભગવાન ને યાદ કરતુ નથી.

પણ જો સુખ માં ભગવાન ને ભજવામાં આવે -યાદ રાખવામાં આવે તો
દુઃખ આવે જ ક્યાંથી ?

પ્રભુજી ,મૈ  તો આપ હી આપ ભુલાયા,
દેશ બિદેશ બહુત દિન ભટકયા, અપને ઘર નહિ આયા.

હે પ્રભુ, મેં મારી જાત થી જ (આપ થી જ) તમને (આપને ) ભુલાવી દીધા છે,
અને તમને ખોળવા માટે બહાર હું બહુ ભટક્યો.
પણ આપ જે મારી અંદર -આત્મા રૂપે વિરાજેલા છો, ત્યાજ મેં તમને  ખોળ્યા નહિ.

કહેવાનો મતલબ એવો છે-કે- મનુષ્ય પ્રભુ ની ખોજ બહાર કરે છે,
પણ જો પોતાની ભીતરમાં રહેલ આત્મતત્વ ની ખોજ કરે તો પ્રભુ દૂર નથી.
 
સુમિરન લગન લગાઈકે-મુખસે કચુ ના બોલ,
બાહર કે પટ બંધ કર લે,ભીતર કે પટ ખોલ,

પ્રભુના નામનું સ્મરણ અને પ્રભુને પામવાની લગન લાગવી જોઈએ.
બુદ્ધિ ને બહાર ભટકતી અટકાવી ને અંદરની બાજુ વાળવાથી,
અંદર ના પટ ખુલી જાય છે અને આત્મ તત્વ ના દર્શન થાય છે.

માળા ફેરત જગ હુઆ,ગયા ના મન કા મેલ
આશકા ,મણકા છોડ દે, મન કા મણકા ફેર.

હાથમાં માળા ફેરવી ફેરવી વર્ષો વીતી જાય છે,પણ પ્રભુના દર્શન થતાં નથી,
કે મન નો મેલ દૂર થતો નથી, બુદ્ધિ સુધારતી નથી.
આ આરતી (આશ્કા) અને માળા ને છોડી દે,
અને પોતાના મન ને સુધાર

..................................................................................................................

મો કો કહાં ઢૂંઢો બંદો, મૈં તો તેરે પાસ મેં;

(પરમાત્મા કહે છે-મને ક્યાં શોધે છે ? હું તો તારી પાસેજ (આત્મારૂપે) છું)


ના મૈં બકરી, ના મૈં ભેડી મેં, છુરી ગંડાસા મેં;
નહીં ખાલ મેં, નહીં પોંછ મેં; ના હડ્ડી ના માંસ મેં;
ના મૈં દેવલ, ના મૈં મસજિદ, ના કાબે કૈલાસ મેં;

(નથી -હું કોઈ પ્રાણી કે મનુષ્ય રૂપે,કે નથી હું કોઈ એક ચોક્કસ સ્થાન માં)

મૈં તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસ મેં;
કહે કબીર સુનો ભાઈ સાધો,

(હું બધાની બહાર-એક નિરાકાર સ્વરૂપે સર્વત્ર રહેલો છું)

(મૈ) સબ સાંસો કી સાંસ મેં;

(અને સર્વ -જીવો જે -હરેક ક્ષણે શ્વાસ લઇ જીવી રહ્યા છે-તેમનો હું શ્વાસ છું
તેમણે શ્વાસ લેવાની શક્તિ આપનાર હું છું)

મો કો કહાં ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં;

(મને ક્યાં શોધે છે-આ તો હું રહ્યો તારી પાસે જ-તારા શ્વાસ રૂપે-
તને શ્વાસ લેવાની શક્તિ આપનાર તરીકે)

ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં,
ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,
ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહી યોગ સન્યાસ મેં,
નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ અકાશ મેં,
ના મૈં ભ્રુકુટી ભંવરગુફા મેં,    

(મારું કોઈ એક નિશ્ચિત સ્થાન નથી,જગતની કોઈ એવી ચીજ નથી જેમાં હું રહેલો નથી
અને તેમ છતાં હું સીધે સીધો તેમાં રહેલો નથી -પણ.
દૂધ માં જેમ માખણ રહેલું છે-તેમ હું સર્વ માં રહેલો છું)

(મૈ) સબ શ્વાસન કી શ્વાસ મેં,

(હરેક ક્ષણે જીવો જે શ્વાસ લઇ રહ્યા છે-તેમનો હું શ્વાસ છું-તેમના શ્વાસ ની હું શક્તિ છું)

ખોજી હોય તુરત મિલિ જાઉં, એક પલ કી હિ તલાસ મેં,
કહહિં કબીર સુનો ભાઈ સાધો,

(મને કોઈ ખરેખર ખોળવા નો પ્રયત્ન કરે અને -એક ક્ષણ માટે પણ જો તલાશ કરે તો -
હું મળી જાઉં તેમ જ છું)

મૈં તિ હૂં વિશ્વાસ મેં.

(જો મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી -જો મારી પાછળ પડી ને
મને ખોળે તો-મારા વિષે વિચારે તો--હું ત્યાંજ -તેમની પાસે જ છું.

શ્વાસ લેવાની શક્તિ તને કોણ આપે છે ?
તારા શ્વાસ નો  શ્વાસ -એટલે કે -

જીવ જીવે છે-શ્વાસ ની શક્તિ થી,અને જીવ ને શ્વાસ લેવાની જે શક્તિ આપે છે-
તે શ્વાસ નો શ્વાસ હું છું.....તે શ્વાસ ની શક્તિ હું છું.

એટલે કે પ્રત્યેક જીવ ના આત્મા માં હું વિરાજેલો છું.અને આત્મા ને (પરમાત્મા ને)
ખોળવો-હોય તો-
જરૂર છે-શ્રદ્ધા-આત્મશ્રદ્ધા-આત્મવિશ્વાસની-અને એક પ્રયત્ન ની.......

Dec 24, 2011

ભાગવત-૯

સ્કંધ-૩-ભાગ-૩ -

   PREVIOUS PAGE             INDEX PAGE                           


અધ્યાય-૨૧-૨૨-૨૩-૨૪ -માં કર્દંબ ઋષિ ની તપશ્ચર્યા થી હરિ પ્રસન્ન થાય છે,અને તેમના કહેવાથી મનુ તેની પુત્રી દેવહુતિ ને કર્દંબ જોડે પરણાવે છે.અને બંને થી નવ કન્યા ઓ નો જન્મ થાય છે.પછી જયારે કર્દંબ સંન્યાસ લેવા તૈયાર થાય છે ત્યારે દેવહુતિ પુત્ર ની માગણી કરે છે,કર્દંબ ને ભગવાને અંશ રૂપે તેમના ત્યાં જન્મ લેવાના વરદાન ની યાદ આવે છે.બંને પતિ પત્ની હરદિન હરિ નું ભજન કરતાં હતાં.સમય આવ્યે કપિલદેવ નો જન્મ થાય છે,અને કર્દંબ સંન્યાસ ધારણ કરે છે.

અધ્યાય-૨૫-અધ્યાય-૨૫ થી અધ્યાય-૩૩ સુધી માતા (દેવહુતિ ને) ને દીકરો (કપિલ) સાંખ્યજ્ઞાન આપે છે.જેને 'કપિલગીતા' પણ કહે છે.

માતા દેવહુતિ,દીકરા કપિલ ના શરણે જાય છે. (કપિલ નારાયણ નો અંશાવતાર છે)અને કહે છે કે-
"મને સુખ દુઃખ માં થી નિવૃત થવાનો અને મારો મોહ અને વાસના દૂર કરવાનો રસ્તો બતાવો.મને મોક્ષ(જીવન મુક્તતા) નું જ્ઞાન સમજાવો. "

ત્યારે કપિલ માતાને સમજાવતા કહે છેકે------
--અધ્યાત્મ યોગ (પરમાત્મા વિષયક યોગ) જ મનુષ્યોના આત્યંતિક કલ્યાણ નું સાધન છે.એમાં સુખ-દુઃખ ની સર્વથા નિવૃત્તિ થાય છે(૧૩)
--આ 'જીવ'ના બંધન અને મોક્ષ નું કારણ 'મન' ને જ માનવામાં આવ્યું છે.મન જો વિષયોમાં આશક્ત થાય તો બંધન અને તે જ મન જો    પરમાત્મા માં આશક્ત થાય તો મોક્ષ.(૧૫)
--'બ્રહ્મ' પણું (મોક્ષ) પામવા માટે-સમગ્ર આત્મા (પરમાત્મા) -પ્રતિ 'ભક્તિ' જેવો કલ્યાણ કારક કોઈ માર્ગ નથી (૧૯)
--સંસાર પ્રતિ વૈરાગ્ય દ્રઢ કરવા સત્પુરુષો નો સત્સંગ કરવા યોગ્ય છે. કારણ કે તેઓ સર્વ ત્યાગી, હરિ માં ચિત્ત સ્થાપ્યું હોય છે(૨૪)
--જ્ઞાન અને વૈરાગ્ય થી યુક્ત,તીવ્ર,નિષ્કામ,અને અનન્ય ભક્તિ સર્વદા,સર્વ ને માટે યોગ્ય છે.(૪૪)

અધ્યાય-૨૬ માં કપિલ પુરૂષ અને પ્રકૃતિ નો ભેદ દર્શાવવા -સર્વ પદાર્થો (જગત) ની ઉત્પત્તિ અને તેના લક્ષણો બતાવે છે.
--આ જગત જે દેખાય છે તે પુરૂષ(પરમાત્મા) અને પ્રકૃતિ (માયા-શક્તિ) ના સંયોગ થી બનેલું છે.
--અનાદિ પરમાત્મા 'પુરૂષ' છે.જે નિર્ગુણ,પ્રકૃતિ થી જુદો(પર),જ્ઞાન  સ્વરૂપ ,અને સ્વયંપ્રકાશ છે.
--પ્રકૃતિ કે જેનું કોઈ સ્પષ્ટ સ્વરૂપ નથી,તે,ત્રણ ગુણો વાળી,શક્તિ વાળી અને માયામય છે,જે લીલા થી પુરૂષ ની નજીક જાય છે.
--પુરૂષ,પ્રકૃતિ ને સ્વેચ્છા એ સ્વીકારે છે.અને 'મોહ' પામી વિકાર (અહમ) ને પ્રાપ્ત થાય છે.
--આ બંને -પુરૂષ અને પ્રકૃતિ ના સંયોગ થી ૨૪ તત્વો નું સર્જન થાય છે.જેમાં 'શક્તિ' નો સંચાર થવાથી તે 'કાર્ય'કરવા લાગે છે અને   વિરાટ પુરૂષ  નું સર્જન થાય છે જેમાં સકલ જગત સમાયેલું છે.
--આ માં ૨૫-મા તત્વ તરીકે 'કાળ'(સમય) ને કેટલાક પ્રકૃતિ ની અવસ્થા કહે છે તો કેટલાક પરમેશ્વર નો પ્રભાવ કહે છે.  જે 'કાળ' થી અહંકાર થી મૂઢ થયેલા -પ્રકૃતિ ધર્મને પામેલા 'જીવ' ને 'ભય' લગાડે છે.(સંહાર કાળ પણ કહી શકાય) (૧૫-૧૬)
--છેલ્લે કહે છે કે-એટલેજ ભક્તિ ,વૈરાગ્ય અને જ્ઞાન દ્વારા આત્મા(જે ક્ષેત્રજ્ઞ) છે તેનું ચિંતન કરવું જોઈએ.(૭૨)

અધ્યાય-૨૭ માં પ્રકૃતિ અને પુરૂષ ના 'વિવેક' થી મોક્ષ પ્રાપ્તિ ની રીત નું વર્ણન છે.
--પુરૂષ જયારે પ્રકૃતિના 'ગુણો' માં આશક્ત થાય છે,ત્યારે 'હું'-'મારું' એવા 'અભિમાન' થી 'સ્વ'રૂપ -જ્ઞાન ને ભૂલે છે.
--આ મિથ્યાભાન થી જ તે મોક્ષ થી દૂર જઈ પુનર્જન્મ ના ચક્કર માં ભટક્યા કરે છે.
--આ 'આશક્ત' થયેલા ચિત્ત ને -વિવેક થી-તીવ્ર ભક્તિ યોગ અને તીવ્ર વૈરાગ્ય થી વશ કરી યોગ માર્ગ થી વારંવાર 'એકાગ્ર' કરવું.

દેવહુતિ પૂછે છે કે-પ્રકૃતિ અને પુરૂષ એ બંને ને એક બીજાનો આશ્રય છે અને નિત્ય છે તો મોક્ષ કેવી રીતે થાય?

કપિલ કહે છે કે-
--'જ્ઞાન' (કે જે પુરૂષ અને પ્રકૃતિ નું સત્ય સ્વરૂપ દર્શાવે છે),તીવ્ર "ભક્તિ'થી,અતિશય બળવાન 'વૈરાગ્ય' અને તીવ્ર 'આત્મ ધ્યાન' થી પુરૂષ ની પ્રકૃતિ રાત દિવસ બળતી જાય છે અને ધીરે ધીરે અદ્રશ્ય થાય છે.(૨૧-૨૩)

અધ્યાય-૨૮ માં અષ્ટાંગ યોગથી સર્વ ઉપાધિ(માયા) થી મુક્ત 'સ્વ'રૂપ નું જ્ઞાન દર્શાવ્યું છે.
--આ અષ્ટાંગ યોગ-ના આઠ અંગ છે.યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન અને સમાધિ.
--હરિના જુદા જુદા અંગો પર ધારણા અને ધ્યાન કરવાનું માર્ગ દર્શન છે.
--'જીવ' નું 'સ્વ'રૂપ છુપાવી દેનાર-અત્યંત શક્તિવાળી,અચિંત્ય, અને માયામય પ્રકૃતિ ને 'પરમાત્મા'ની 'કૃપા' થી જીતીને --એ પ્રકૃતિ થી પર થઇ ને આત્મ સ્વરૂપ માં સ્થિર થવાય છે.(૪૪)

અધ્યાય-૨૯ માં ભક્તિયોગ ના ભેદ,કાળ(સમય) નું બાલ અને ઘોર સંસાર નું વર્ણન છે.
--મનુષ્યના સ્વભાવ રૂપ જુદા જુદા ગુણો ની જુદી જુદી વૃત્તિઓ થી -ફળ અને સકલ્પ -ના ભેદ થી ભક્તિ ના ત્રણ ભેદ છે.
--ભેદ દ્રષ્ટિથી,હિંસા,ક્રોધ,દંભ અને મત્સર ભાવ નો 'સંકલ્પ' થી કરેલી -તામસ ભક્તિ છે.
--ભેદ દ્રષ્ટિ થી મન માં વિષયો,યશ,અને ઐશ્વર્ય નો સંકલ્પ કરી પ્રભુ ની પ્રતિમા ઓ પુજે તે -રાજસ ભક્તિ છે.
--ભેદ દ્રષ્ટિ થી -યજ્ઞ(ભક્તિ) કરવો એ મારી ફરજ છે એમ સમજી કરેલી ભક્તિ-સાત્વિક ભક્તિ છે.
--આ તેને કરતાંય શ્રેષ્ઠ 'નિર્ગુણ ભક્તિ' છે.જેમાં કોઈ 'ભેદ' નથી,'સંકલ્પ' નથી અને 'સેવા સિવાય કશું યે પામવાની ઈચ્છા નથી.
--સર્વ પ્રાણી ઓ માં રહેલા 'પરમાત્મા' ને અવગણીને કેવળ દેખાવ રૂપ મૂર્તિ ની પૂજા કરવી તે પરમાત્મા ની મશ્કરી સમાન છે(૨૧)
--અષ્ટાંગ યોગ કે ભક્તિ યોગ --બે માંથી કોઈ પણ -એક- નો આશ્રય કરવાથી પરમેશ્વર ને પામી શકાય છે.(૩૫)
--દૈવ(બ્રહ્મ) થી પ્રેરણા પામેલા 'કર્મ'ને લીધે જાત જાત ની સૃષ્ટિ પેદા થાય છે,
  આ દૈવ જ કાળ(સમય) છે,જે પ્રત્યેક વસ્તુ માં ફેરફાર થવામાં કારણરૂપ છે.
--આ કાળ 'ભય' છે, જે 'ભય' થી વાયુ વાય છે,સૂર્ય તપે છે અને સૃષ્ટિ કાર્યરત થાય છે.
--આ કાળ 'પોતે'(બ્રહ્મ) અંત વગરનો હોવાથી,તે સર્વ નો અંત કરનાર છે.
--'મૃત્યુ રૂપી'સંહાર શક્તિ દ્વારા સર્વ નો અંત કરનાર 'યમરાજ' ને પણ આ 'કાળ' મારી ને તેનો અંત કરી દે છે.(૪૫)

અધ્યાય-૩૦ માં કામી(દેહ માં આશક્ત) પુરુષોની કેવી તામસી અધોગતિ થાય છે તેનું વર્ણન છે.
--જીવ પોતાના સુખ માટે જે પદાર્થ ને મહાદુઃખ થી મેળવે છે તેનો કાળ નાશ કરે છે,અને જીવ તેના માટે શોક કરે છે.
શરીર અને જગત માં બધું જ નાશવંત છે,પણ જીવ ને વૈરાગ્ય આવતો નથી અને પાપકર્મો કર્યે જાય છે.
--પછી માનવીની જીવન ની જુદી જુદી અવસ્થાઓ ,વૃદ્ધત્વ અને મૃત્યુ પછીની અધોગતિ અને પુનર્જન્મ ની વેદના ઓ નું વર્ણન છે.

અધ્યાય-૩૧ માં ગર્ભાવાસ માં જીવ કેવી રીતે બંધાય છે અને તે કેવો અનુભવ કરે છે,તેનું અદભૂત વર્ણન છે !!!!!!!!!!!
--ગર્ભાવસ્થા ના પાંચમાં દિવસે ગર્ભ પરપોટા જેવડો થાય છે,એક મહિને મસ્તક,બે મહિને હાથ-પગ,ત્રણ મહિને નાખ,રુંવાડા,હાડકાં,ચામડી અને જાતિ (પુરૂષ કે સ્ત્રી નું ચિહ્ન)ઉત્પન્ન થાય છે.ચાર મહિને સાત ધાતુઓ,પાંચ મહિને ભુખ-તરસ,છ મહિને ઓર થી વીંટળાઈ ને કુખ માં ફરકે છે.(પુત્ર હોય તો જમણી કુખમાં-પુત્રી હોય તો ડાભી કુખમાં).મા ની નાડી જોડે ગર્ભ ની નાડી જોડાય છે,માતા એ ખાધેલા તીખા,ખાટા,ખારા ખોરાક થી ગર્ભના અંગ ને વેદના થાય છે.નાનકડી જગા માં મૂત્ર અને વિષ્ટા થી ભરપુર જગા માં તેને રહેવું પડે છે.અનેક જીવ જંતુ તેને કરડે છે.સાતમે મહિને માથું નીચે અને પગ ઉપર થાય છે.આઠમાં મહિને પૂર્વ જન્મ નું જ્ઞાન થાય છે,અને તે નરકવાસ માં થી મુક્ત થવાની પ્રભુ ને પ્રાર્થના કરે છે.પ્રસવ પીડા વખતે તેને માં કરતાંય હાજર ગણી વેદના થાય છે,અને પુનર્જન્મ ની સ્મરણશક્તિ નાશ પામે છે,પ્રસવ કરનાર વાયુ જયારે એકદમ ,એકાએક ધક્કો મારી ધકેલે છે ત્યારે એ ભાન ભૂલી ઉંધા મસ્તકે બહાર નીકળે છે,અને ભૂમિ પર લોહી અને મૂત્ર માં પડે છે.
--આ રીતે ગર્ભાવસ્થા અને નરકવાસ એક છે તેવું વર્ણન કર્યું  છે.
--આના પછી જીવ આ નરકવાસ ની અવસ્થાને ભૂલી,બાળપણ,યુવાવસ્થા,અને વૃદ્ધત્વ ની અવસ્થામાં જુદી જુદી જગ્યાએ જેવી કે,સ્ત્રી,પુત્ર માં પ્રેમ કરી આશક્ત થાય છે અને પરમાત્મા ને ભૂલી મોત ને ભેટી પુનર્જન્મ ના ચક્કર માં ફસાય છે.

અધ્યાય-૩૨ માં સાત્વિક ધર્મો થી ઉપરના લોક માં કેવી રીતે ગતિ થાય છે, અને તત્વજ્ઞાન વિનાના મનુષ્ય નું  ફરી ફરી સંસારમાં આગમન થાય છે તે દર્શાવ્યું છે.અને ફરી એક વખત જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય થી આ જન્મ મરણ ના ચક્કર થી છૂટી શકાય છે,તેવું પ્રસ્થાપિત કર્યું છે.

અધ્યાય-૩૩ માં દેવહુતિ કહે છે કે--"આ જ્ઞાન થી મારો 'મોહ' નિર્મૂળ થયો છે".ત્યારે કપિલ કહે છે કે-
"મા,સર્વ મોહ,લોભ,મમતા છોડી અધ્યાત્મ માર્ગ મા જાતે જ આગળ વધવાનું છે,આ માર્ગ એકલાનો છે."
આમ કહી માતાની સંમતિ લઇ કપિલ ચાલી નીકળે છે.
દેવહુતિ પછી સંપૂર્ણ વાસના ઓ ત્યજીને નિસ્પૃહ બને છે.આત્મા નું ધ્યાન કરી બુદ્ધિ ને પરમાત્મા મા સ્થિર કરે છે.ત્યારે શરીરનું ભાન ભૂલાઈ જઈ મોક્ષ ની (જીવનમુક્ત ની)અવસ્થા પ્રાપ્ત કરે છે.
 

   PREVIOUS PAGE             INDEX PAGE                           


ભાગવત-૮

સ્કંધ-૩-ભાગ-૨


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

અધ્યાય-૧૧ માં કાળ(સમય) ની ગણત્રી વિષે બહુ જ સુંદર ઉલ્લેખ છે.
અહીં સહુ પ્રથમ "પરમાણું" ની વ્યાખ્યા આપી છે. !!!!!
"પૃથ્વી આદિ કાર્ય વર્ગ નો જે સૂક્ષ્મતમ અંશ છે,જેના એથી વિશેષ વિભાગો થઇ શકતા નથી,
જે હ્જુ કાર્ય કરી શકતો નથી (એક છે એટલે) અને અન્ય પરમાણું સંયોગ પણ નથી થયો .તેને પરમાણું કહે છે" બે પરમાણું ઓ નો 'અણું' અને ત્રણ અણું ઓ 'ત્રસરેણું'  થાય છે.જે હલકો હોવાથી આકાશ માં ઉડ્યા કરતો હોય છે.આવા ત્રણ 'ત્રસરેણું'  ઓ ને પસાર કરતાં સૂર્ય ને જેટલો સમય લાગે તેને 'ત્રુટી' કહેવાય છે.
આ થઇ સમય ની મૂળભૂત ગણત્રી,પછી તો છેક 'દ્વિ પરાર્ધ' સુધી ની ગણત્રી અને જુદા જુદા જીવો નું જુદું જુદું
આયુષ્ય વિષે વર્ણન છે. યુગો ના સમય ની ગણત્રી ની માહિતી છે.

અધ્યાય ૧૨ માં સહુ પ્રથમ બ્રહ્મા એ અજ્ઞાન માંથી પાંચ ભેદ વાળી અવિદ્યા સર્જી,જે પસંદ ના પડતાં,
તેમણે મન વડે માનસી સૃષ્ટિ રચી ,અને ચાર ઋષિઓ-સનક,સનંદન,સનાતન અને સનત્કુમાર પેદા થાય છે ,જે મોક્ષ ધર્મી નીવડ્યા અને સૃષ્ટિ આગળ વધારવા તૈયાર નહોતાં.એટલે બ્રહ્મા એ પોતાના જુદા જુદા અંગોમાં થી
દસ પુત્રો-મરીચિ,અત્રિ,અંગિરસ,પુલસ્ત્ય,પુલહ,કતુ,ભૃગુ,વસિષ્ઠ,દક્ષ અને નારદ.--ઉત્પન્ન કર્યા.જે ઋષિઓ એ પણ સૃષ્ટિ નો વિસ્તાર ના કર્યો ત્યારે,બ્રહ્મા એ  જમણા અંગ માંથી  મનુ અને ડાબા અંગ માંથી શતરૂપા રાણી પ્રગટ કર્યા,જેમનાથી મૈથુની સૃષ્ટિ પેદા થઇ.આ આ બંને ના બે પુત્રો(પ્રિયવ્રત-ઉતાનપાદ) અને ત્રણ પુત્રીઓ (આકુતી,દેવહુતિ,પ્રસુતિ)થઇ..આ ત્રણ પુત્રીઓ ને આકુતી-રુચિને,દેવહુતિ-કર્દંબ ને,અને પ્રસુતિ -દક્ષને પરણાવી.અને તેમની સંતતિઓ થી જગત ભરાઈ ગયું.

અધ્યાય -૧૩ માં જયારે બ્રહ્મા, મનુ ને સૃષ્ટિ નો વિસ્તાર કરવાની આજ્ઞા આપે છે,ત્યારે મનુ કહે છે કે-પૃથ્વી તો જળ માં ડૂબેલી છે,તો મારા માટે કયું સ્થાન છે?ત્યારે બ્રહ્મા ના નાક ના છિદ્રમાંથી ભુંડ નું (વરાહ) બચ્ચું નીકળ્યું અને જોત જોતજોતામાં તે ખૂબ જ વિશાળ થઇ ગયું.જેને ભગવાન નો વરાહ અવતાર કહે છે,પૃથ્વીને જળ માંથી બહાર કાઢવા તે જાય છે ત્યારે પાણી માંથી હિરણ્યાક્ષ ગદા લઈને આવે છે,તેનો તે વધ કરે છે અને પૃથ્વીને પાણી ની બહાર લાવે છે.

અધ્યાય-૧૪ માં દક્ષ ની પુત્રી દિતિ એ એક વખત સંધ્યાકાળે કામાતુર થઇ સંતાન ની ઈચ્છા થી પોતાના પતિ કશ્યપ ની ઈચ્છા કરી.કશ્યપે અયોગ્ય સમયે આવું નહી કરવાનું સમજાવ્યું તેમ છતાં દિતિ એ દુરાગ્રહ ચાલુ રાખી બળજબરીથી પતિ જોડે પોતાની ઈચ્છા પૂરી કરી.અપરાધી દિતિ ને કશ્યપ કહે છે કે-મારી આજ્ઞા નહી પાળવાથી અને શિવ ના અનુચર દેવોનો અપરાધ થવાથી,તેને મહા નીચ બે પુત્રો (હિરણ્યાક્ષ-હિરણ્યકશીપુ) થશે.જયારે દિતિ એ ખૂબ પશ્ચ્યાતાપ કર્યો  ત્યારે કશ્યપે કહ્યું કે તારો એક પ્રપૌત્ર
ભગવાન નો ભક્ત (પ્રહલાદ) થશે  અને સત્પુરુષો માં સ્થાન પામશે.

અધ્યાય -૧૫ માં સનત્કુમારો જયારે વૈકુંઠ માં જાય છે ત્યારે હરિ ના પાર્ષદો જય-વિજય તેમણે રોકે છે.સનત્કુમારો ને હરિ ને મળવાની તાલાવેલી  હોય છે એટલે ગુસ્સે થઇ જય-વિજય ને નીચ યોની માં જવાનો શ્રાપ આપે છે.શ્રાપ આપ્યા પછી પોતે ગુસ્સે થયા તેનો હરિ આગળ પસ્તાવો કરે છે.

અધ્યાય-૧૬ માં હરિ સનત્કુમારો ને અને જય-વિજય ને સાંત્વન આપે છે. જય-વિજય પર કૃપા કરી કહે છે કે-તમે બંને અસુર ની યોની પ્રાપ્ત કરી,ક્રોધાવેશને લીધે વૃદ્ધિ પામેલી એકાગ્રતાથી દ્રઢ યોગાભ્યાસ વાળા થઇ તરત જ મારી પાસે પાછા આવશો.

અધ્યાય -૧૭ માં શ્રાપ ને પામેલા જય-વિજય દિતિ ના કુખે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે જન્મ લે છે.બંને જયારે મોટા થાય છે ત્યારે હિરણ્યાક્ષ સ્વર્ગલોકમાં અને સર્વ જગ્યાએ હાહાકાર મચાવી દે છે.

અધ્યાય-૧૮ અને ૧૯  માં હિરણ્યાક્ષ અને વરાહ ભગવાન ના  યુદ્ધનું  અને હિરણ્યાક્ષ ના વધ નું વર્ણન છે.

અધ્યાય-૨૦ માં વિદુર ફરીથી પ્રશ્ન કરે છે કે-બ્રહ્મા ની માનસી અને મૈથુની સૃષ્ટિ નો વિસ્તાર કેવી રીતે થયો.ત્યારે ફરીથી બ્રહ્માની અવિદ્યા વાળી,માનસી અને મૈથુની સૃષ્ટિ વિષે કહે છે.

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE