Dec 17, 2011

ભાગવત-૧


ભાગવત કથા(ભાગવત રહસ્ય)

વક્તા–સંત શ્રી ડોંગરેજી મહારાજ

ઈન્ટરનેટ પર-પ્રસ્તૂતકર્તા-અનિલ શુક્લ   નવી શ્રેણી નું લખાણ .....


.................................................................................................
ચતુશ્ર્લોકી (ચાર શ્ર્લોક નું) ભાગવત (૨/૯/૩૨,૩૩,૩૪,૩૫ )


૧-
---સૃષ્ટિ ના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો 
      (હુ જ હતો..એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો ,માયા અંતર મુખ પણે મારામાં લીન હતી )                                                       
---સૃષ્ટિ પછી પણ હું જ રહું છું. (પ્રલય પછી જે બાકી રહે છે તે)
---સૃષ્ટિ જે હાલ (જગત) દેખાય છે તે હું જ છું.


ટુંક માં ત્રણે કાળ -ભૂત-ભવિષ્ય -અને વર્તમાન માં મારી સત્તા (હોવા પણું )વ્યાપક છે.............( ૨/૯/૩૨ )


.
---”માયા  “ ને લીધે, મારું “આત્મા" રૂપ “અંશ “ પણું (આશ્રય પણું ) દેખાતું નથી.
---જેવી રીતે  શરીર ના ધર્મો જ દેખાય છે.પણ ખરી રીતે તે નથી.........................................(૨/૯/૩૩)


     [નોધ - શરીર ના ધર્મો------- દેહ ધર્મ -(દુબળા-જાડા પણું ),ઇન્દ્રિય ધર્મ -( બહેરા -કાણા પણું ),
                                                  પ્રાણ ધર્મ-(ભુખ-તરસ ),અંતઃકરણ ધર્મ -(સુખ-દુઃખ)] 


૩.
---જેમ પંચમહાભૂતો પ્રત્યેક ‘ભૌતિક પદાર્થ'  માં સૃષ્ટિ ની પછી 
    -દાખલ થયેલા છે અને ….........( જે દેખાય  છે)
    -દાખલ થયેલા પણ નથી …......( સૃષ્ટિ ની પૂર્વે “ કારણ “ રૂપે ત્યાં રહેલા જ છે )
---તેમ ‘હું' પણ તે મહાભૂતો અને ભૌતિક પદાર્થો માં 


    -રહ્યો છું  અને 
    -નથી પણ રહ્યો ….....................................................................................................(૨/૯/૩૪ )


૪.
---આવી મારી   “ સર્વત્ર “ સ્થિતિ છે.
---આત્મા -નું તાત્વિક સ્વરૂપ  જાણવા ઇચ્છતા પુરુષે માત્ર એટલું જ જાણવાનું બસ છે કે -
    -જે વસ્તુ 
    -અન્વય  ( આત્મા નું ભાન થવું -તે-અન્વય )(આ બ્રહ્મ છે-આ બ્રહમ છે )
      અને 
   -અતિરેક  ( આત્મા નું ભાન થવાથી -દેહ નું વિસ્મરણ થવું તે-અતિરેક )(આ બ્રહ્મ  નથી-આ બ્રહ્મ નથી )
       થી 
   -સર્વ સ્થળે
   -સર્વદા છે 
   -તે 
   -” આત્મા “ છે. …............................................................................................( ૨/૯/૩૫ )






ભાગવત -૨ 
                      

Dec 16, 2011

માન્યતાઓ ..


.

બચપણ થી લઈને અત્યારની ઉંમર સુધી આપણે આજુબાજુના
જે જે વાતાવરણ માંથી પસાર થઇ ગયા તે આપણી બુદ્ધિ
પર એક યા બીજી રીતે કોઈ ને કોઈ અસર છોડી જાય છે.

આ બુદ્ધિ પર ની અસર માન્યતા માં પરિવર્તિત થાય છે.

અને આપણ ને ખબર પણ નથી પડતી અને આપણે
કોઈ વિશિષ્ઠ પ્રકારની પોતાની પર્સનાલીટી ઉભી
કરી દઈએ છીએ.

સહુથી વિચિત્ર બાબત તો ત્યારે થાય છે કે -
જયારે આપણે એ પર્સનાલીટીને જડ ની જેમ ચોંટી રહીએ છીએ.

ઉદાહરણ તરીકે -
આપણ ને કોઈએ થપ્પડ મારી -એટલે આપણે ગુસ્સે થયા.
અને સામી થપ્પડ મારી દીધી.સામે વાળો ભોંઠો પડી ગયો
અને ભાગી ગયો.
આમ આપણ ને સફળતા મળી.

અહીં આપણી કેટલીક માન્યતા ઓ બની ગઈ.

માનો કે આવું બે ત્રણ વખત બને તો --
ધીરે ધીરે આપણી પર્સનાલીટી કૈક આવી બને.

"હું બહુ ગુસ્સા વાળો છું.
મારામાં ખૂબ તાકાત છે .
લોકો ને આ વાતની ખબર છે કે હું આવો છું .
એટલે લોકો મારાથી ગભરાય છે."

આમ મારો એક અહમ પણ પેદા થાય છે.

અને સમય બદલાય પણ આપણે આ પર્સનાલીટીને ચોંટી રહેવામાં
એક વધારાની મહેનત પણ કરવી પડે છે.

આવી તો જુદી જુદી કેટલીએ જાતની પર્સનાલીટી ઓ ને આપણે આસપાસ
જોતા હોઈએ છીએ.

--ગરીબ ગાય જેવો છે
--બધું યાદ રહે પણ આંકડા યાદ ના રહે
--ખાધા પછી ગળ્યું ખાવું જ પડે
--ફલાણી વસ્તુ નો બહુ શોખ
--ફલાણી વસ્તુ નો બહુ ડર લાગે

આવી જુદી જુદી વ્યક્તિઓને મળીએ તો તેના પરથી જુદીજુદી
માન્યતા ઓ તૈયાર થાય.

ભગવાન વિષે પણ કૈક આવું જ બને છે.
લોકો પોતાના જુદા જુદા અનુભવ પછી ભગવાન વિષે પણ
જુદું જુદું બોલતા હોય છે.

બહુ વખત પહેલાં સાંભરેલુ એક ઉદાહરણ યાદ આવે છે.

એક ભાઈ નું ઘર ગામ ના છેડે સ્મશાન ની બીજી બાજુ હતું.
ગામ માં જવા આવવા તેમણે ત્યાંથી પસાર થવા સિવાય કોઈ રસ્તો નહોતો.
ભાઈ ને ભૂત નો બહુ ડર લાગે એટલે રાત થતા પહેલાં તે ઘરમાં આવી જાય.

એક વખત કોઈ ફકીરે તેને એક માદળિયું આપ્યું.
અને તે ગળામાં લટકાવી હવે અડધી રાતે સ્મશાન માંથી પસાર થઇ જતા.

ભૂત તો ત્યાં હતું જ નહી -ભૂત ની માન્યતા હતી.

હવે માન્યતા બદલાઈ ગઈ.

તે ભાઈ હવે ચોવીસે કલાક હર ક્ષણે તે માદળિયા ને ચેક્ કરી લેતા.
નહાતી વખતે પણ કાઢે નહી.
હવે ડર અને માન્યતા બીજી થઇ કે --
જો આ માદળિયું ખોવાઈ જશે તો શું?

કદાચ કોઈ આવી હવે માદળિયું ના ખોવાઈ જાય તે માટે માદળિયું આપે !!!!

Nov 2, 2011

PAGE-8-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
          END
હે,ધીરજવાળા,શિષ્ય,(તું મારા શરણે આવ્યો) માટે મેં (આચાર્યે) વિધિ પ્રમાણે,
બ્રહ્મ (પરમાત્મા) અને જીવાત્મા (આત્મા) નું વિજ્ઞાન તને ઉપદેશ્યું છે.અને
તેં પણ સારી રીતે તેમાં પ્રયત્ન કર્યો છે,જેથી “દ્વૈત-ભાવ-રૂપ” તારો “સંશય” છેદાયો છે. તેથી,
તું બંધન-રહિત,રાગ-દ્વેષ-વગેરે દ્વંદો થી રહિત તથા નિસ્પૃહ થઇ સુખે થી વિચર.(૭૮-૭૯)
ખરી રીતે તું પ્રપંચ-રહિત છે,અને સ્વ-ભાવ થી જ નિત્ય-મુક્ત છે.જેથી તને બંધન કે મોક્ષ છે જ નહિ.
કારણ એ બંને તારામાં કેવળ કલ્પિત  જ છે,
તેમજ,કોઈ નો લય (નાશ) નથી કે કોઈ ની ઉત્પત્તિ નથી.
કોઈ બંધાયેલો નથી,કોઈ સાધક નથી,કોઈ મુમુક્ષુ નથી,કે કોઈ મુક્ત પણ નથી,
આ જ પરમાર્થ (પરમ-અર્થ)-સાચી વાત છે.  (૮૦-૮૧)
વેદો ના સિદ્ધાંત નો સાર આ જ છે.
માટે એ જ પ્રમાણે બુદ્ધિ થી બરાબર વિચાર કરી,નિદિધ્યાસન કર,અને પછી,
“દ્વૈત-ભાવ” જેમાં છેદાઈ જાય છે,એવા “પોતાના” આનંદ-રૂપ,અવિનાશી પરબ્રહ્મ નો સાક્ષાત્કાર કરી,
તું પોતે,જીવતાં જ સારી રીતે “મુક્ત” થા. અને વિશ્રાંતિ પામી ને શાંતિ નો આશ્રય કર. (૮૨-૮૩)
તારે આ રીતે,આ વેદાંત ના “અદ્વૈત” ના જ્ઞાન નો સદા વિચાર કર્યા કરવો,
સદ-ગુરૂ ને સદા વંદન કરી ભાવાદ્વૈત (ભાવથી ગુરૂ સાથે એક-પણું) કરવું, પણ,
ક્રિયાદ્વૈત (ક્રિયા થી સમાન-પણું) કરવું નહિ.
સદગુરૂ ને પૂજ્ય ગણી તેમના સેવક તરીકે જ વર્તવું.(અભિમાન લાવવું નહિ). (૮૫-૮૭)
“તત્વોપદેશ” સમાપ્ત.

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

          END

PAGE-7-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
            NEXT PAGE
ઉપરના દ્રષ્ટાંતમાં જેમ ચોર લોકો એ તે મનુષ્ય ને હેરાન કર્યો,તેમ,
--આ સંસારમાં રાગ-દ્વેષ,દેહાભિમાન –વગેરે જે દુઃખદાયી શત્રુ-વર્ગ છે તેમને ચોર જેવા સમજવા.
કે જે તારા “આત્માનંદ-રૂપ” ધન ને ચોરી લેનારા છે,
--તે ચોરો, “અદ્વૈત-આનંદ-રૂપ” તારા પોતાના મૂળ સ્થાને થી ભ્રષ્ટ કરી (દૂર કરી),
સ્થૂળ-સૂક્ષ્મ-વગેરે “શરીરો-રૂપી” સંસાર ની વનભૂમિઓમાં અત્યંત દૂર લઇ ગયા.
--તું “બ્રહ્માનંદ” તરફ પ્રમાદી બની પોતાના “અજ્ઞાન-રૂપ” નિંદ્રા ને વશ થયો,
ત્યારે તે ચોરો (રાગ-વગેરે) એ, ભોગ,તૃષ્ણા –વગેરે બંધનો થી તને મજબૂત બાંધ્યો,
--તે સંસાર રૂપી વનમાં સર્વ દુઃખો ના મૂળ કારણ –ત્રણ શરીરો તથા કર્મો ની આંધળી વાસનાઓથી,
બનેલી જાતજાતની યોનિઓમાં –તે ચોરોએ તને પેસાડ્યો છે.
--એમ,”આત્માનંદ” તરફ ની તારી દૃષ્ટિ ને,ચૂકવી ને તને સંસારી બનાવ્યો છે.
--જેથી અનાદિકાળ થી માંડી તું સદાય દુઃખ અનુભવે છે.
--વળી,જન્મ-મૃત્યુ,ઘડપણ વગેરે દોષવાળી નરક જેવી પરંપરાને ભોગવતો,તું ખેદ-શોક ને પામે છે.
--આમ હોવા છતાં,તું તું એ દુઃખ-દાયી,અવિદ્યા-રૂપ (અજ્ઞાન-રૂપ) બંધન ને દૂર કરવા અને “સ્વ-રૂપાનંદ” ને
પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય તું મેળવી શક્યો જ નહોતો. (૬૪-૭૦)
પરંતુ જેમ પેલો ગાંધાર-દેશનો મનુષ્ય લાંબા કાળ સુધી એ દુઃખ ની સ્થિતિમાં જંગલ માં પડી રહ્યો હતો,
તે વખતે દૈવ-યોગે,કોઈ દયાળુ મુસાફરો ત્યાં આવી પહોંચ્યા અને તેઓએ તેના આંખ અને હાથ પગ ના બંધનો છોડીને તેને તેના દેશ નો (ગામનો) માર્ગ બતાવ્યો,
જેના પર ચાલતો ચાલતો,તે મનુષ્ય,પોતાના ગાંધાર દેશમાં પહોંચ્યો,
જ્યાં પોતાના સગાં-સંબંધીઓ સાથે પૂર્વ ની પેઠે સુખી થઇ ને રહ્યો.  (૭૧-૭૫)
એ જ પ્રમાણે, તું પણ અનેક દુઃખ-દાયી જન્મો માં ભટકતો રહ્યો હતો,પરંતુ છેવટે દૈવ-યોગે,તને શુભ-માર્ગ માં શ્રદ્ધા થઇ,સારાં કર્મો અને સારા આચાર-વિચાર પાળવા માંડ્યા,
--જેથી પુણ્ય નો ઉદય થતા ઈશ્વર-કૃપાથી તને બ્રહ્મ-વેતા,ઉત્તમ,સદગુરૂ મળી આવ્યા,તેં વિધિમુજબ સંન્યાસ લીધો,વિવેક-વગેરે સાધનો થી તું યુક્ત બન્યો,અને ઉત્તમ બુદ્ધિશાળી હોવાથી,બ્રહ્મોપદેશ પ્રાપ્ત કર્યો.
--વૈરાગ્ય-વગેરે ના અભ્યાસ થી આજે તે બ્રહ્મજ્ઞાન માં તું અત્યંત પંડિત બન્યો છે,વળી બુદ્ધિમાન હોઈ,

યુક્તિથી બીજી વસ્તુ નો વિચાર ના કરતાં,નિદિધ્યાસન થી યુક્ત બની,પરમપદ ને પામ્યો જ છે.(૭૪-૭૭)

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

            NEXT PAGE

PAGE-6-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
            NEXT PAGE
જે પરમાત્મા પ્રથમ થી એક જ હતા,પણ,
તેમણે પાછળ થી આ જગત સર્જી ને તેમાં “જીવ-રૂપે” (આત્મા-રૂપે) પ્રવેશ કર્યો,
માટે તે પરમાત્મા (આત્મા-જીવ-રૂપે) તું જ છે.
તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે,છતાં પોતાના એ “આત્મા” રૂપ ને ભૂલી જઈ,
અત્યંત “જીવ-પણા” (હું-પણા-શરીર-પણા) ને પામ્યો હતો.
પરંતુ હવે જ્ઞાન થયા પછી,એ જ તું –અદ્વૈત,આનંદ-રૂપ,માત્ર ચૈતન્ય-સ્વરૂપ,
શુદ્ધ,સામ્રાજ્ય ને પામેલો “પરમાત્મા”  છે.
અજ્ઞાન-દશા માં તારામાં જીવ-પણું (હું-પણું) ભાસતું હતું,કર્તા-પણું વગેરે જે ભાસતાં હતાં,
તેનો હવે જ્ઞાન-દશામાં વાસ્તવિક રીતે વિચારતાં સમજાશે કે તે સઘળું મિથ્યા છે.(૫૩-૫૬)
આ સંબંધે વેદમાં કહેલું અપૂર્વ દૃષ્ટાંત તું સાંભળ.
ગાંધાર દેશમાં એક ધનવાન પુરુષ સદાકાળ પોતાના શરીર ને મહા કિંમતી રત્નો થી શણગારી ને રહેતો.
કોઈ એક વેળા તે પોતાના ઘરના આંગણા માં ગફલત થી સૂતો હતો,ત્યારે તેના રત્નો અને દાગીનાઓથી
લલચાઈ ને ચોર લોકો ત્યાં આવ્યા. (૫૭-૫૮)
તે ચોરો તેને ત્યાંથી પાસેના ગીચ વન માં લઇ ગયા અને તેના દાગીના પડાવી લઇ તેની આંખે પાટા બાંધી, હાથ-પગ દોરીથી બાંધી, તેને એ જંગલ ની ઝાડીઓ માં જ ફેંકી દઈ,ત્યાંથી રવાના થઇ ગયા.
તે જંગલ ની ઝાડીઓમાં કાંટા,વીંછીઓ.સર્પો,વાઘ વગેરે છવાયેલી હતી.
તેના શરીર ને પ્રતિકૂળ આવા બધાથી તે ધનવાન પુરુષ ભયાતુર થયો. (૮૯-૬૧)
તે શરીર ને સહેજ પણ હલાવતો ત્યારે તેના અંગો કાંટા થી વીંધાઈ જતા હતાં,તેથી તે કોઈ પણ
શારીરિક ચેષ્ટા કરવામાં પણ અસમર્થ થઇ પડ્યો,અને ભૂખ,તરસ,તાપ,વાયુ,અગ્નિ અને અત્યંત તપાવનાર,
તાપોથી તે તપી રહ્યો. (૬૨)
આ રીતે બંધનમાંથી છુટવા અને પોતાના ઘેર પહોંચવાની ઇચ્છાવાળો તે મનુષ્ય અત્યંત દુઃખ ને પામીને

તે કેવળ બૂમો પાડતો ત્યાં એ જ સ્થિતિ માં થોડો સમય રહ્યો. (૬૩)

તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

            NEXT PAGE

PAGE-5-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
            NEXT PAGE
આ લોક માં શ્રીગુરુ (સદગુરૂ) ની કૃપા વિના “પર-બ્રહ્મ” નો અપરોક્ષ અનુભવ થતો નથી.
“વેદ નાં વાક્યો થી અંતકરણ શુદ્ધ થઇ જશે,અને પોતાની મેળે જ જ્ઞાન પ્રગટશે” એવું માની,
સદગુરૂ ની શી જરૂર છે ? તેવું માનવું યોગ્ય નથી.
કારણકે સદગુરૂ ને શરણે જનારો પુરુષ જ (તેનું અભિમાન છૂટી જવાથી) પરબ્રહ્મ ને જાણે છે,
એવું વેદે પોતે જ કહ્યું છે.(૪૪-૪૬)
આ સંસાર માં સદગુરૂ જ જ્ઞાન આપનારા છે,તેમના ચરણે બેસવાથી અહમ નો વિનાશ થાય છે,અને
તેમની પાસે થી બ્રહ્મ ને અને જીવાત્મા ની એકતા જાણી, દ્રશ્ય જગત ને મિથ્યા સમજી,
અદ્વૈત બ્રહ્મ માં સ્થિતિ કરવી. કે જે “બ્રહ્મ” “આત્મા-રૂપે” પણ દરેક માં સદા રહેલ છે.
(અપરોક્ષ-પણે તે અનુભવાય છે) અને તે “બ્રહ્મ” દ્વૈત-ભાવથી રહિત,ચૈતન્યમય છે. (૪૭-૪૮)
આ લોકમાં વેદાંતો,એ અદ્વૈત ચૈતન્ય નું જ પ્રતિપાદન કરે છે, દ્વૈત –જડ (મિથ્યા)- નું નહિ.કેમકે,
અદ્વૈત-ચૈતન્ય.(વસ્તુ) સુખ-રૂપ છે અને દ્વૈત,(જડ-મિથ્યા) વસ્તુ દુઃખ-રૂપ છે.   (૪૯)
આમ, વેદાંતોએ તે બંને-ચૈતન્ય (અદ્વૈત) તથા જડ (દ્વૈત) નો વાસ્તવિક દ્રષ્ટિએ,યુક્તિથી અભ્યાસ કરી,
નિર્ણય કર્યો છે. માટે અદ્વૈત જ સદા સત્ય છે અને દ્વૈત સદા મિથ્યા છે (એવું તું જાણ)  (૫૦)
શુદ્ધ પરમાત્મા માં આ અશુદ્ધ,માયામય,દૃશ્ય સંસાર ના જ હોઈ શકે,માટે જેમ છીપ માં ભ્રાંતિ થી દેખાતું રૂપું,
ખોટું જ છે,તેમ પરમાત્મા માં અજ્ઞાનથી જણાતું આ “જગત મિથ્યા” જ છે.(કારણ કે મૂળથી જ નથી,)
તેથી તેના (જગતના) પોતાનામાંથી તેનું “સત્-પણું” (હોવા-પણું) હોય જ નહિ,
(અથવા, અસત્ નું સત્-પણું હોય જ નહિ,)
વળી “દ્વૈત-રૂપ” આ જગત,જ્ઞાન-દ્વારા બાધિત (મિથ્યા સાબિત) થઇ શકે છે.તેથી પણ તે “સત્” નથી,
અને (વળી પાછું) પ્રત્યક્ષ દેખાય છે એટલે “અસત્” નથી,

પણ સત્ હોય તે અસત્ ના હોઈ શકે અને અસત્ હોય તે સત્ ના હોઈ શકે-એટલે- આમ પરસ્પર વિરુદ્ધ હોવા થી તે,જગત “અનિર્વાચ્ય” (કોઈ રીતે કહી ના શકાય તેવું) જ છે. (૫૧-૫૩)


TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

            NEXT PAGE