Nov 2, 2011

PAGE-9


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
      PREVIOUS PAGE
        NEXT PAGE

જેનાં દર્શન કર્યા પછી બીજું કશું જોવાનું (દર્શન કરવાનું) રહેતું નથી,
જેના “સ્વ-રૂપે” થયા પછી,સંસારમાં ફરીથી જન્મ થતો નથી,અને
જેને જાણ્યા પછી બીજું કશું જાણવાનું રહેતું નથી,તે જ “બ્રહ્મ” (પરમાત્મા) છે,એમ નિશ્ચય કરવો. (૫૫)

જે વસ્તુ,આડી-અવળી, ઉપર-નીચે,ભરચક ભરેલી છે,જે સત્-ચિત્-આનંદ-રૂપ છે,
જે અદ્વૈત,અનંત,નિત્ય અને “એક” જ છે,તે જ “બ્રહ્મ”(પરમાત્મા) છે, એમ ચોક્કસ પણે જાણવું.   (૫૬)

“નેતિ-નેતિ”   -એટલે-   “તે બ્રહ્મ આવું નથી-બ્રહ્મ આવું નથી”
એમ- જડ વસ્તુઓ ના ત્યાગ કરવા રૂપે,વેદાંત જે જણાવે છે,
(જડ વસ્તુઓ (જગત-વગેરે) એ બ્રહ્મ નથી-એટલે તેનો ત્યાગ કરવાનું  વેદાંત જણાવે છે)
અને જે અવિનાશી,નિર્વિકાર,તથા અખંડ(પરમ) આનંદ રૂપે “એક” જ છે,તે જ “બ્રહ્મ” (પરમાત્મા) છે.
એમ ખાતરી પૂર્વક જાણવું.  (૫૭)

અખંડ (પરમ) આનંદ-રૂપ એ “બ્રહ્મ” ના,અમુક (થોડા) લેશ આનંદ નો આશ્રય કરી ને,
બ્રહ્મા (દેવો) વગેરે અને સર્વ જીવો ઓછા-વત્તા “આનંદી” થાય છે.(પરમાનંદી-નહિ) (૫૮)

સર્વ વસ્તુ, એ “બ્રહ્મ” થી યુક્ત છે,અને સર્વ વ્યવહાર એ ચૈતન્ય (બ્રહ્મ) ને લીધે જ થઇ રહ્યો છે.માટે,
જેમ, બધાય દુધમાં ઘી વ્યાપી ને રહેલું છે,તેમ,બધાયમાં બ્રહ્મ સર્વ વ્યાપક છે.  (૫૯)   

જે સૂક્ષ્મ નથી,સ્થૂળ નથી,ટૂંકું નથી કે લાંબુ નથી,વળી જે જન્મરહિત,અવિનાશી,નિર્વિકાર અને
રૂપ,ગુણ,વર્ણ તથા નામરહિત છે,તે જ “બ્રહ્મ” (પરમાત્મા) છે તેવો નિશ્ચય કરવો.   (૬૦)

જેના (જે બ્રહ્મ-પરમાત્મા ના) પ્રકાશથી સૂર્ય પ્રકાશે છે,
પણ સૂર્ય કે જેનાથી જગત ને પ્રકાશ મળે છે, તે સૂર્ય કાંઇ બ્રહ્મને પ્રકાશિત કરી શકતો નથી!!!!!,
એટલે,તે બ્રહ્મ (પરમાત્મા) જ “એક”માત્ર છે કે જેનાથી,આ બધું (સૂર્ય-વગેરે અને જગત) પ્રકાશી રહ્યું છે,
તે,જ માત્ર બ્રહ્મ (પરમાત્મા) છે એમ નિશ્ચય કરવો.  (૬૧)

AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
      PREVIOUS PAGE
        NEXT PAGE

PAGE-8


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
      PREVIOUS PAGE
        NEXT PAGE

જેમ ઘડો વગેરે માટીનાં વાસણો માટી જ છે,માટી થી જુદા નથી,
તેમ, આ સર્વ જગત આત્મા છે,આત્મા થી જુદું કાંઇ જ નથી,
એટલે આમ જ્ઞાની બધાને પોતાના આત્મા-રૂપ જુએ છે.    (૪૮)

આમ “બધું જ બ્રહ્મ છે” એવા જ્ઞાન વાળો મનુષ્ય જીવન્મુક્ત (મુક્તિ પામેલો) છે,
તે પૂર્વોક્ત (પહેલાંની) સર્વ ઉપાધિઓ (માયા) ના ધર્મો નો ત્યાગ કરે છે, કારણકે,
જેમ,ભમરાએ દરમાં પૂરેલો કીડો ભમરા નું ધ્યાન કરતાં કરતાં ભમરો જ બની જાય છે,
તેમ, બ્રહ્મ (પરમાત્મા) નું ધ્યાન કરતો કરતો,સત્,ચિત્,આનંદ ના ધર્મો ને જ પામ્યો હોય છે.  (૪૯)

મોહ-રૂપી મહાસાગરને તરી જઈ,રાગ-દ્વેષ વગેરે રાક્ષસો નો નાશ કરી,શાંતિ સાથે જોડાયેલો,
આત્મા-રામ યોગી બ્રહ્મ-સ્વ-રૂપે પ્રકાશે છે.    (૫૦)

બહારનાં અનિત્ય સુખો ની આસક્તિ ત્યજીને કેવળ આત્મ-સુખમાં જ શાંતિ પામેલો, તે પુરુષ,
ઘડા માં રહેલા દીવા પેઠે,હૃદયાકાશ માં જ આત્મ-સ્વ-રૂપે પ્રકાશે છે.  (૫૧)

એ મનનશીલ પુરુષ,શરીર રૂપ ઉપાધિમાં રહ્યો હોય તો પણ,આકાશ ની પેઠે ધર્મો થી લેપાતો નથી,
કારણકે એ બધું જાણતો હોય છતાં મૂઢ જેવો રહે છે,અને
વાયુ ની પેઠે કોઈ વિષય માં આસક્ત થયા વિના વિચરે છે.      (૫૨)

એ જીવન્મુક્ત મુનિ,દેહરૂપ ઉપાધિ (માયા) નો લય થયા પછી,
જેમ પાણી,પાણીમાં-આકાશ,આકાશમાં-અને તેજ,તેજમાં એકરૂપ થઇ જાય છે,
તેમ વ્યાપક પરમાત્મા માં અભેદ-રૂપે પ્રવેશ કરી,પરમાત્મા-રૂપ બની જાય છે.   (૫૩)

જેનો લાભ થયા પછી તે સિવાય નો બીજો કોઈ લાભ જ નથી,
જેના સુખ મળ્યા પછી તે સિવાય નું બીજું કોઈ વધુ સુખ નથી,
જેનું જ્ઞાન થયા પછી,તે સિવાય નું  બીજું કોઈ વધુ જ્ઞાન નથી,
એ જ –બ્રહ્મ- છે એમ નિશ્ચય સમજવું.   (૫૪)



AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA

      PREVIOUS PAGE
        NEXT PAGE

PAGE-7


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
          PREVIOUS PAGE
      NEXT PAGE

પરમાર્થ-પરમાત્મા ને જાણનારો જ્ઞાની, રૂપ-વર્ણ વગેરે સર્વ નો ત્યાગ કરી,
પરિપૂર્ણ ચૈતન્ય તથા આનંદ-સ્વ-રૂપે સ્થિતિ કરે છે.(સ્થિર બને છે)    (૪૦)

જ્ઞાન,જ્ઞાતા (જ્ઞાન ને જાણનાર)અને જ્ઞેય (જે જ્ઞાન ને જાણવાનું છે તે) –એવો ભેદ પરમાત્મા માં છે જ નહિ,
એ તો કેવળ ચૈતન્ય અને આનંદ-સ્વ-રૂપ હોવાથી પોતાની મેળે જ પ્રકાશે છે.   (૪૧)

આત્મા-રૂપી અરણિમાં (અગ્નિ પ્રગટાવવાનું લાકડું-સાધન) નિત્ય ધ્યાન-રૂપ મંથન કરતાં કરતાં,
“આત્મ-જ્ઞાન-રૂપ” અગ્નિ જવાળા પ્રકટી નીકળે છે,અને તે અજ્ઞાન-રૂપી લાકડાં ને બાળી નાખે છે. (૪૨)

જેમ અરુણોદય (સૂર્યોદય), પ્રથમ ગાઢ અંધકાર ને દૂર કરે છે,અને પછી પોતાની મેળે જ સૂર્ય પ્રગટે છે,
તેમ, આત્મ-જ્ઞાન,પ્રથમ અજ્ઞાન ને દૂર કરે છે અને પછી આપોઆપ જ આત્મા પ્રગટે છે.  (૪૩)

જેમ,ગળાનો દાગીનો ગળામાં જ હોય,છતાં,કોઈ વેળા એ ગળામાં નથી એવી ભ્રમણા થતાં,
મનુષ્ય એણે ચારે બાજુ ખોળે છે અને તે ભ્રમણા દૂર થતાં પોતાના ગળામાં જ રહેલો –તે દેખાય છે,
તેમ,આત્મા તો સદા પાસે જ છે,સદા મળેલો જ છે,છતાં અજ્ઞાન ને લીધે તે પોતાને મળ્યો જ નથી,
એવું મનુષ્ય ને લાગે છે,પરંતુ અજ્ઞાન નો નાશ થતાં,તે પ્રકાશે છે.(અનુભવ થાય છે)   (૪૪)

જેમ ઝાડ ના ઠુંઠા માં ભ્રાંતિ થી,પુરુષ દેખાય છે, તેમ,અજ્ઞાન ને લીધે જ બ્રહ્મ માં “જીવ-પણું” દેખાય છે,
પરંતુ જીવના તાત્વિક સ્વ-રૂપે “બ્રહ્મ” ના દર્શન થતાં,જીવ નું “જીવ-પણું” દૂર થાય છે.  (૪૫)
(બ્રહ્મ=આત્મા=પરમાત્મા)  (જીવ-પણું=હું શરીર છું તેવું માનવું=માયા)

જેમ માથું ભમી જતાં દિશાની ભ્રાંતિ થઇ હોય તે માથું ઠેકાણે આવતાં દૂર થાય છે,
તેમ,તત્વ સ્વ-રૂપ બ્રહ્મ નો અપરોક્ષ અનુભવ થવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન,
તરત જ “હું-મારું” એવા અજ્ઞાન ને દૂર કરે છે.   (૪૬)

આત્મા અને પરમાત્માની એકતા નું ઉત્તમ વિજ્ઞાન જેને થયું છે,તેવો યોગી પુરુષ, જ્ઞાન-દૃષ્ટિ થી,
સર્વ જગતને પોતાના આત્મામાં રહેલું  જુએ છે અને સર્વ આત્મા ને “એક” જ તરીકે દેખે છે. (૪૭)

AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
          PREVIOUS PAGE
      NEXT PAGE

Nov 1, 2011

PAGE-6


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
          NEXT PAGE

અવિદ્યા (માયા) થી ઉત્પન્ન થયેલા શરીર (વગેરે) જેવા દૃશ્ય પદાર્થો,પાણી ના પરપોટા જેવા નાશવંત છે,
જેથી,”હું શરીર નથી” પણ ”હું વિલક્ષણ,અવિનાશી,નિર્મળ બ્રહ્મ(આત્મા-પરમાત્મા) છું” એમ જાણવું. (૩૧)

“હું દેહથી જુદો છું,તેથી મારો જન્મ-મૃત્યુ  (ઘડપણ-દુર્બળતા-વગેરે) નથી” તેમ જ
“હું ઇન્દ્રિય-રહિત છું તેથી, મને શબ્દ-વગેરે  વિષયોનો સંગ નથી.” (એમ જાણવું)  (૩૨)

“આત્મા, એ પ્રાણરહિત,મનરહિત અને ઉજ્જવળ છે” એવી શ્રુતિ ઓ ની આજ્ઞા થી સિદ્ધ થાય છે કે-
“હું મન રહિત છું,તેથી મને સુખ-દુઃખ,રાગદ્વેષ કે ભય (વગેરે) નથી” (એમ જાણવું)  (૩૩)

હું નિર્ગુણ(ગુણો રહિત),નિષ્ક્રિય(ક્રિયા રહિત),નિત્ય,નિર્વિકલ્પ (વિકલ્પો રહિત),નિરંજન (નિર્લેપ),
નિર્વિકાર,નિરાકાર,નિર્મળ અને નિત્ય મુક્ત છું. (એમ જાણવું) (૩૪)

હું આકાશ ની પેઠે સર્વમાં અંદર અને બહાર રહેલો છું, અવિનાશી છું,સર્વ માં સદાય સરખો જ છું,
સિદ્ધ છું,સંગ રહિત (અસંગ),નિર્મળ અને અચળ છું (એમ જાણવું)   (૩૫)

જે પરબ્રહ્મ (પરમાત્મા) નિત્ય શુદ્ધ, મુક્ત,એક,અખંડ,આનંદ-રૂપ,અદ્વૈત, સત્ય,જ્ઞાનમય અને અનંત છે,
તે હું જ (હું આત્મા-પરમાત્મા-રૂપ) છું (તેમ જાણવું)    (૩૬)

“બ્રહ્મૈવાસ્મિ-એટલે હું જ બ્રહ્મ છું” એમ નિરંતર કરેલી ભાવના,
જેમ ઔષધ રોગ નો નાશ કરે છે,તેમ,અવિદ્યા (માયા) એ કરેલા વિક્ષેપોનો નાશ કરે છે.  (૩૭)

પ્રથમ તો અત્યંત રાગરહિત (અનાસક્ત) અને અતિશય જીતેન્દ્રિય થઇ,એકાંત પ્રદેશ માં બેસવું, અને પછી,
બીજા કોઈ પણ વિષયમાં બુદ્ધિ રાખ્યા વગર,તે અનંત એક જ પરમાત્મા (બ્રહ્મ) નું ચિંતન કરવું (૩૮)

ઉત્તમ બુદ્ધિવાળા પુરુષે,સમગ્ર દૃશ્ય જગતનો બુદ્ધિવડે આત્મા માં જ લય કરી,
“એક” જ આત્મા (પરમાત્મા-બ્રહ્મ) ને “નિર્મળ આકાશ” ની જેમ (જેવો ધારી) સદા ચિંતવવો.   (૩૯)




          NEXT PAGE

PAGE-5


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
    NEXT PAGE

જાગ્રત અવસ્થા માં બુદ્ધિ કામ કરતી હોય ત્યારે જ રાગ-ઈચ્છા,સુખ-દુઃખ વગેરે થતાં લાગે છે,
પણ સુષુપ્તિમાં બુદ્ધિ નો લય થતાં તેમાંનું (સુખ-દુઃખ-વગેરે) કાંઇ પણ હોતું નથી,
આ પર થી સિદ્ધ થાય છે કે તે બધા (સુખ-દુઃખ વગેરે) બુદ્ધિ ના ધર્મો છે આત્મા ના નહિ.  (૨૩)

જેમ પ્રકાશ સૂર્યનો સ્વભાવ છે,શીતળતા પાણી નો સ્વભાવ છે,અને ઉષ્ણતા અગ્નિ નો સ્વભાવ છે,
તેમ,સત્,ચિત્.આનંદ અને નિત્ય નિર્મળતા એ આત્મા નો સ્વભાવ છે.   (૨૪)

બુદ્ધિ ની વૃત્તિ, એ આત્મા નો સત્ અને ચિત્ત –એ બંને ને અવિવેક થી ભેગાં (એકઠાં) જોડી ને,
(અહમ પેદા કરી ને) “હું બધું જ પૂર્ણ પણે જાણું છું “ એમ સમજી ને પ્રવૃત્તિ કરાવે છે.     (૨૫)

આત્મા ને કદી વિકાર નથી,અને બુદ્ધિ ને કદી બોધ નથી, છતાં આત્મા બુદ્ધિ માં પ્રતિબિંબિત થઇ,
જીવભાવ પામે છે ને જીવ “હું બધું પૂર્ણપણે જાણું છું,કરું છું,જોઉં છું” એમ મોહ પામે છે.  (૨૬)

જેમ ભ્રાંતિ થી દોરીને સાપ માની (અજ્ઞાનથી) મનુષ્ય ભય પામે છે,
તેમ અજ્ઞાનથી પોતાને જીવ (શરીર) જાણી ને જ સંસારથી ભય પામે છે, પરંતુ
“હું જીવ નથી પણ પરમાત્મા (આત્મા) છું” આવા જ્ઞાન થી પોતે પોતાને જાણે તો તે નિર્ભય બને છે.(૨૭)

જેમ દીવો,ઘડો (વગેરે) ને પ્રકાશિત કરે છે,પણ ઘડો (વગેરે) દીવા ને પ્રકાશિત કરી શકતા નથી,
તેમ આત્મા, જ બુદ્ધિ (વગેરે ઇન્દ્રિયો) ને પ્રકાશિત કરે છે,પરંતુ
જડ એવાં જે બુદ્ધિ (વગેરે ઇન્દ્રિયો) પોતાથી તે આત્મા ને પ્રકાશિત કરી શકતાં નથી.   (૨૮)

જેમ દીવો પ્રકાશમય છે ,તેથી તેને પોતાને પ્રકાશિત થવા માટે બીજા કોઈ દીવાની જરૂર પડતી નથી,
તેમ, આત્મા કેવળ જ્ઞાન-રૂપ છે તેથી તેને પોતાને જ્ઞાન-રૂપ કરવામાં,
પોતાના સિવાય બીજા કોઈના જ્ઞાન ની ઈચ્છા (જરૂર) હોતી નથી.  (૨૯)

“નેતિ-નેતિ” “બ્રહ્મ આવું નથી,આવું નથી” એ શ્રુતિ વાક્ય ને અનુસરી, સર્વ ઉપાધિઓ (માયા) નો નિષેધ કરી,
“તત્ ત્વમસિ” “તે તું (બ્રહ્મ) છે” એવા મહાવાક્યો દ્વારા આત્મા-પરમાત્મા ની એકતા જાણવી (૩૦)



    NEXT PAGE

PAGE-4


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA

જેમ ફોતરાંની વચમાં રહેલા (ઢંકાયેલા) શુદ્ધ ચોખાને ખાંડી ને ફોતરાં થી અલગ કરવામાં આવે છે,
તેમ શરીર (વગેરે કોશોરૂપ) ફોતરાં થી શુદ્ધ આત્મા ઢંકાયેલો છે,
તેને શાસ્ત્રો માં દર્શાવેલ યુક્તિરૂપ ખાંડવાની ક્રિયાથી અલગ કરવો.     (૧૬)

આત્મા સદા સર્વ-વ્યાપક છે,છતાં બધે ઠેકાણે તે પ્રકાશતો નથી,પણ
સ્વચ્છ પદાર્થો (પાણી-આયનો)માં જેમ પ્રતિબિંબ પ્રકાશે છે,તેમ નિર્મળ બુદ્ધિ માં જ તે પ્રકાશે છે.(૧૭)

જેમ રાજા,પોતાની પ્રજા અને પ્રધાનમંડળ થી જુદો હોઈ,પ્રજા અને પ્રધાનો ના વર્તન નો માત્ર સાક્ષી છે,
તેમ આત્મા, દેહ,મન,બુદ્ધિ રૂપ પ્રકૃતિ ના વર્તનો નો (વિકારો નો) માત્ર સાક્ષી જ છે,
આમ આત્મા ને સદા રાજા જેવો જાણવો.    (૧૮)

જેમ આકાશમાં ચંદ્ર ની આગળનાં વાદળાં પવન થી દોડતાં હોય,તો ચંદ્ર દોડતો હોય તેવું જણાય છે,
તેમ,ઇન્દ્રિયો જ વ્યાપાર કરી રહી હોય છે,છતાં અવિવેકી (અજ્ઞાની) ને,
આત્મા જ વ્યાપાર કરતો હોય તેવું જણાય છે.(જે સાચું નથી)     (૧૯)

જેમ સુર્યના પ્રકાશ નો આશ્રય કરી લોકો પોતપોતાના કામોમાં લાગે છે,
તેમ આત્મા ના ચૈતન્ય નો આશરો કરી, દેહ,ઇન્દ્રિયો,મન અને બુદ્ધિ-
પોતપોતાનાં કામોમાં (વિષયોમાં) પ્રવૃત્તિ કરે છે.    (૨૦)

જેમ આકાશ નિર્મળ હોવાં છતાં તેના પર વાદળી રંગ –વગેરેનો ખોટો આરોપ અજ્ઞાનથી લોકો કરે છે,
તેમ, આત્મા માં અવિવેક ને લીધે જ અજ્ઞાનીઓ દેહ,ઇન્દ્રિયો,ગુણો,કર્મો વગેરે નો ખોટો આરોપ કરેછે. (૨૧)

જેમ પાણી નું ચાલવું,કે પાણીમાં પ્રતિબિંબિત થતા ચંદ્ર ને જોઈ તેને ચંદ્ર કલ્પવામાં આવે છે,
તેમ,મન ની :ઉપાધિ-રૂપ” અજ્ઞાન ને લીધે જ આત્મા માં કર્તાપણું વગરે ની કલ્પના કરાય છે.
(ખરી રીતે તો આત્મા માં કર્તાપણું છે જ નહિ)      (૨૨)