Nov 1, 2011

PAGE-3

આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
     INDEX PAGE

જેમ પાણી માં જુદાજુદા રસો (ખારા-મીઠા વગેરે) કે રંગો (લાલ-લીલો વગેરે) મિશ્ર (આરોપિત) થવાથી,
તે પાણી તે ઉપાધિઓ (રસ-રંગ) થી ખારું,લીલું-વગેરે થાય છે,(તેમ છતાં પાણી તો પાણી જ છે),

તેમ,આત્મામાં જાતિ,નામ,આશ્રમ-વગેરે જુદીજુદી “દેહ-રૂપ” ઉપાધિઓને લીધે,(ઉપાધિઓ આરોપિત થવાથી)
તે જુદો દેખાય છે. પણ છતાં આત્મા એ આત્મા જ છે.   (૧૧)

પંચીકરણ કરેલાં મહાભૂતો (પંચ મહાભૂતો=આકાશ,વાયુ,જળ,અગ્નિ,પૃથ્વી-નાં- પંચીકરણ થયેલાં મહાભૂતો) થી જન્મેલું, અને જન્માંતર ના કર્મો થી આવી મળેલું,
આ “સ્થૂળ શરીર”,એ સુખ અને દુઃખ ભોગવવાનું સ્થાન કહેવાય છે. (૧૨)
(પ્રત્યેક મહાભૂતના પ્રથમ બે-બે ભાગ થયા છે,તેમાંનો એક-એક ભાગ અલગ રહે છે.અને બાકીના ભાગમાંથી ચાર-ચાર ભાગ થઇ,પોતપોતાના અલગ રહેલા ભાગ સિવાય-બીજા ચાર-ચાર ભાગોમાં એક-એક ભાગ મળે છે તે પંચીકરણ કહેવાય છે.)

પંચીકરણ નહિ પામેલાં મહાભૂતો માંથી ઉત્પન્ન થયેલું, અને
પાંચ પ્રાણ,મન,બુદ્ધિ,અને દશ ઇન્દ્રિયો થી બનેલું,
આ “સૂક્ષ્મ શરીર” એ ભોગો ભોગવવાનું સાધન કહેવાય છે.  (૧૩)

જેનું વર્ણન કરવું અશક્ય છે,એવી અનાદિ,અવિદ્યા (માયા) તે જ “કારણ શરીર” કહેવાય છે.
અને આ ત્રણે શરીર (સ્થૂળ-સૂક્ષ્મ-કારણ), ત્રણે ઉપાધિઓથી,આત્મા જુદો જ છે તેમ નિશ્ચય કરવો.   (૧૪)

જેમ સ્ફટિકમર્ણિ પોતે શુદ્ધ હોવાં છતાં,તે જે રંગ ના વસ્ત્ર પર મુકવામાં આવે તેવા રંગ નો દેખાય છે,
તેમ આત્મા શુદ્ધ હોવાં છતાં,પાંચ કોશો –વગેરે ના સંબંધ થી, તે –તે મય થયો હોય તેમ જણાય છે. (૧૫)

પાંચ કોશો-
(૧) અન્નમય કોશ-પૃથ્વીના અન્નરસ થી બની,વધી,પૃથ્વીમાં જ લય પામનાર
(૨) પ્રાણમય કોશ-પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રિયો થી બનેલો.
(૩) મનોમય કોશ-મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો થી બનેલો.
(૪) વિજ્ઞાનમય કોશ-બુદ્ધિ  અને પાંચ જ્ઞાનેન્દ્રિયો થી બનેલો.
(૫) આનંદમય કોશ- અવિદ્યા અને અનાદિ –માયામય કારણ શરીરથી બનેલો.



     INDEX PAGE

PAGE-2


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA

રાગ-દ્વેષ વગેરે દ્વંદો થી ભરેલો સંસાર “સ્વપ્ન” જેવો છે.
જેમ ઊંઘમાં સ્વપ્ન ચાલતું હોય ત્યારે તે સાચા જેવું જ લાગે છે,પણ જાગ્યા પછી તે જુઠ્ઠું જ છે,

તેમ અજ્ઞાન દશામાં પણ સંસાર જયાં સુધી આંખથી દેખાય છે, ત્યાં સુધી,સાચા જેવો જ દેખાય છે,
પણ,(સત્ય) “જ્ઞાન” થયા પછી તે જુઠ્ઠો (મિથ્યા) જ છે.(જુઠ્ઠો પ્રતીત થાય છે)      (૬)

જેમ છીપલા માં ભ્રમથી (ભ્રાંતિ થી) જણાયેલું રૂપું (ચાંદી),
જ્યાં સુધી છીપલા નું જ્ઞાન ના થાય ત્યાં સુધી “તે રૂપું જ છે” એમ સાચું લાગે છે,

તેમ સર્વ ના મૂળ આશ્રય-સ્થાન-રૂપ અદ્વૈત (એક) “બ્રહ્મ” નું જ્યાં સુધી જ્ઞાન થતું નથી,
ત્યાં સુધી, આ જગત (વિશ્વ) સાચું જ જણાય છે.         (૭)

જેમ પાણી માંથી પરપોટો ઉત્પન્ન (ઉત્પત્તિ) થાય છે,અને પાણી પર સ્થિર (સ્થિતિ) રહે છે, અને
તે પરપોટો ફૂટી જઈ ને પાણીમાં જ મળી (લય) જાય છે,
તેમ, સર્વના આધાર અને મૂળ કારણ પરમાત્મા માં બધું જગત,ઉત્પત્તિ,સ્થિતિ અને લય ને પામે છે. (૮)

જેમ સોનામાંથી કડાં,કુંડળો વગેરે દાગીના બનાવાય છે,પણ છેવટે તો તે બધું સોનું જ છે,
તેમ એક નિત્ય અને વ્યાપક,સત્-ચિત્-આનંદ સ્વરૂપ પરમ તત્વ (પરમાત્મા)
જગત ના જાત જાત ના જીવોમાં વિલસી રહ્યું છે.(ખરી રીતે તે બધું આત્મા=પરમાત્મા જ છે)   (૯)

જેમ, માટી ના ઘડા ના આકાર (ઉપાધિ-માયા) ને લીધે ઘડાની અંદર ના આકાશ ને “ગડાકાશ” કહે છે,
અને તે બહાર રહેલા “મહાકાશ” થી જુદું હોય તેમ જણાય છે (કહેવાય છે),
પણ ઘડો ફૂટી જતાં તે અંદર નું ગડાકાશ, બહાર ના “મહા આકાશ” માં મળી જાય છે,
ખરી રીતે તો મૂળ “આકાશ” (કે મહાકાશ) એક જ છે.

તેમ, ઇન્દ્રિયો નો નિયંતા,અને આકાશ જેવો વ્યાપક “એક પરમાત્મા”,
અનેક જાતના “શરીર રૂપી” ઉપાધિઓ (માયા) માં “આત્મા”-રૂપે રહેલો હોઈ,
તે ઉપાધિઓ ના ભેદ થી,અનેક-રૂપે (જુદો-જુદો) હોય તેવો લાગે છે, પણ,
તે-તે- ઉપાધિઓ નો  (શરીરનો) નાશ થતા કેવળ એક જ રૂપ (પરમાત્મા રૂપ) થાય છે.  (૧૦)



PAGE-1


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA


તપ વડે જેઓનાં પાપ નાશ પામ્યાં હોય, અને
રાગ-દ્વેષ  (દ્વંદો) દૂર થયાં હોય,તેવા,
શાંત “મુમુક્ષુ” (મોક્ષ ને ઇચ્છનાર) મનુષ્યો ને ઉપયોગી આ “આત્મબોધ” નામે ગ્રંથ રચાય છે. (૧)

“મોક્ષ” માટેનું એક જ સાધન છે, અને તે છે,”જ્ઞાન”
જેમ રસોઈ અગ્નિ વગર તૈયાર થતી નથી,
તેમ,“એ” (સત્ય) “જ્ઞાન” વગર “મોક્ષ” સિદ્ધ થતો નથી.   (૨)

“કર્મ”  (ક્રિયાઓ) એ “અજ્ઞાન” નું વિરોધી નથી,તેથી તે “અજ્ઞાન” ને દૂર કરતુ નથી,
(કેમકે જે –જેનું વિરોધી હોય તે જ તેને દૂર કરે છે),પણ
જેમ, “પ્રકાશ” એ  “અંધકાર” નો વિરોધી હોઈ, તે અંધકાર નો નાશ કરે છે,
તેમ “જ્ઞાન” જ “અજ્ઞાન” નો નાશ કરે છે.            (૩)

જેમ સૂર્ય જયારે વાદળોથી ઢંકાયેલો હોય, ત્યારે દૃષ્ટિ ના દોષ થી “સૂર્ય નથી”  તેમ લાગે છે,
પરંતુ,વાદળાં દૂર થતાં સૂર્ય સ્વયં પ્રકાશે છે,અને દેખાય છે,
તેમ, “અજ્ઞાનનો નાશ” થતાં કેવળ “શુદ્ધ આત્મા” (જ્ઞાન-સત્ય) સ્વયં પ્રકાશમાન થાય છે.(દેખાય છે)  (૪)

જેમ નિર્મળી  (નામની વનસ્પતિ) નું ચૂર્ણ જયારે મેલા પાણી માં નાખવામાં આવે ત્યારે,
તે પાણી ને નિર્મળ કરીને, પોતે પણ પાણી ના તળિયે બેસી જાય છે,

તેમ,અજ્ઞાન થી મેલા જીવ ને જ્ઞાન ના અભ્યાસ થી,અત્યંત નિર્મળ કરી,
જ્ઞાની બનાવી, તે પછી તે જ્ઞાની નું “જ્ઞાન” પોતે પણ પોતાની મેળે જ નાશ પામે છે.
(એટલે કે-પહેલા જ્ઞાન થી અજ્ઞાન નો અને પછી તે જ્ઞાન નો પણ નાશ થાય છે.
અને જેથી,એકલો “શુદ્ધ આત્મા”-પરમાત્મા- પ્રકાશિત થાય છે)      (૫)

Index Page-AatmBodh


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત

AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA

અનુક્રમણિકા
01020304050607080910END.......................................................











PDF-Book તરીકે વાંચવા કે ડાઉનલોડ કરવા નીચે ની લીંક પર ક્લિક કરો.

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૩૦

પ્રકરણ-૨૦

 

॥ जनक उवाच ॥

क्व भूतानि क्व देहो वा क्वेन्द्रियाणि क्व वा मनः । क्व शून्यं क्व च नैराश्यं मत्स्वरूपे निरञ्जने ॥ १॥

જનક કહે છે કે-

મારું સ્વ-રૂપ નિરંજન (નિર્મળ) હોઈ, મારે માટે હવે,

--ભૂતો(જીવો) શું? દેહ શું? ઇન્દ્રિયો અને મન શું? શૂન્ય શું? અને નિરાશા શું? (૧)

 

क्व शास्त्रं क्वात्मविज्ञानं क्व वा निर्विषयं मनः । क्व तृप्तिः क्व वितृष्णात्वं गतद्वन्द्वस्य मे सदा ॥ २॥

હંમેશ દ્વંદ-રહિત એવા મારે,માટે હવે,

શાસ્ત્ર કેવું?આત્મજ્ઞાન કેવું?વિષય-રહિત મન કેવું?તૃષ્ણા-રહિત પણું કેવું? કે તૃપ્તિ કેવી?  (૨)

 

क्व विद्या क्व च वाविद्या क्वाहं क्वेदं मम क्व वा । क्व बन्ध क्व च वा मोक्षः स्वरूपस्य क्व रूपिता ॥ ३॥

વિદ્યા-અવિદ્યા કેવી?(મારા માટે) હું કેવો? કે મારું કેવું?

--બંધ કેવો કે મોક્ષ કેવો? તેમજ “સ્વ-રૂપ પણું” પણ કેવું ?(મારા માટે હવે કશું નથી)(૩)

 

क्व प्रारब्धानि कर्माणि जीवन्मुक्तिरपि क्व वा । क्व तद् विदेहकैवल्यं निर्विशेषस्य सर्वदा ॥ ४॥

હંમેશ નિર્વિશેષ (સર્વત્ર સમ-ભાવ વાળા) ને માટે હવે, પ્રારબ્ધકર્મો પણ શું ?

--જીવન-કે-મુક્તિ પણ શું? કે વિદેહ-મુક્તિ પણ શું? (મારા માટે હવે તે કશું રહ્યું નથી)(૪)

 

क्व कर्ता क्व च वा भोक्ता निष्क्रियं स्फुरणं क्व वा । क्वापरोक्षं फलं वा क्व निःस्वभावस्य मे सदा ॥ ५॥

હંમેશ સ્વ-ભાવ-રહિત (માત્ર સાક્ષી-રૂપ આત્મા) બનેલા મારા માટે હવે,

--કર્તા (કર્મનો કરનાર) શું? કે ભોક્તા (કર્મ ના ફળ ભોગવનાર) શું? કે નિષ્ક્રિયતા (અકર્મ) શું?

--અને (મારે માટે) સ્ફુરણ પણ કેવું? અને પ્રત્યક્ષ ફળ પણ કેવું ? (મારા માટે હવે કશું નથી)(૫)

 

क्व लोकं क्व मुमुक्षुर्वा क्व योगी ज्ञानवान् क्व वा । क्व बद्धः क्व च वा मुक्तः स्वस्वरूपेऽहमद्वये ॥ ६॥

“સ્વ-રૂપ” (આત્મ-રૂપ,મારા-રૂપ) અદ્વૈત અને  પોતાના સ્વ-રૂપમાં નિમગ્ન બનેલા મારા માટે,

--લોકો શું?મુમુક્ષુ શું? યોગી શું? જ્ઞાની શું? મુક્ત શું? કે બંધન શું? (મારા માટે હવે કશું નથી)  (૬)

 

क्व सृष्टिः क्व च संहारः क्व साध्यं क्व च साधनम् । क्व साधकः क्व सिद्धिर्वा स्वस्वरूपेऽहमद्वये ॥ ७॥

“સ્વ-રૂપ” (આત્મ-રૂપ,મારા-રૂપ) અદ્વૈત અને  પોતાના સ્વ-રૂપમાં નિમગ્ન બનેલા મારા માટે,

જગત (સૃષ્ટિ) કેવી અને સંહાર કેવો? સાધ્ય,સાધન,સાધક કે સિદ્ધિ કેવી? (મારા માટે હવે કશું નથી) (૭)

 

क्व प्रमाता प्रमाणं वा क्व प्रमेयं क्व च प्रमा । क्व किञ्चित् क्व न किञ्चिद् वा सर्वदा विमलस्य मे ॥ ८॥

હંમેશ નિર્મળ એવા મારા માટે,

પ્રમાણ,પ્રમેય,પ્રમા કે પ્રમાતા,શું?જે કશું પણ છે તે પણ શું? કે જે કશું પણ નથી તે પણ શું? (૮)

 

क्व विक्षेपः क्व चैकाग्र्यं क्व निर्बोधः क्व मूढता । क्व हर्षः क्व विषादो वा सर्वदा निष्क्रियस्य मे ॥ ९॥

હંમેશ નિષ્ક્રય એવા મારે માટે,

--વિક્ષેપ કેવો?એકાગ્રતા કેવી?જ્ઞાન કે મૂઢતા કેવી? હર્ષ કે શોક કેવો? (મારા માટે તે કશું નથી)  (૯)


क्व चैष व्यवहारो वा क्व च सा परमार्थता । क्व सुखं क्व च वा दुखं निर्विमर्शस्य मे सदा ॥ १०॥

હંમેશ વિચાર રહિત એવા મારા માટે,

--વ્યવહાર કેવો? કે પરમાર્થતા કેવી? સુખ શું કે દુઃખ શું ? (મારા માટે તે કશું નથી)   (૧૦)

 

क्व माया क्व च संसारः क्व प्रीतिर्विरतिः क्व वा । क्व जीवः क्व च तद्ब्रह्म सर्वदा विमलस्य मे ॥ ११॥

હંમેશ નિર્મળ એવા મારા માટે,

--માયા કે સંસાર શું? પ્રીતિ કે અપ્રીતિ શું? જીવ કે બ્રહ્મ શું ? (મારા માટે તે કશું રહ્યું નથી)  (૧૧)

 

क्व प्रवृत्तिर्निर्वृत्तिर्वा क्व मुक्तिः क्व च बन्धनम् । कूटस्थनिर्विभागस्य स्वस्थस्य मम सर्वदा ॥ १२॥

હંમેશ પર્વતની જેમ અચલ,વિભાગ રહિત,અને સ્વસ્થ એવા મારે માટે,

--પ્રવૃત્તિ કે નિવૃત્તિ શું ?મુક્તિ કે બંધન શું ?(મારે તે કશું નથી) (૧૨)

 

क्वोपदेशः क्व वा शास्त्रं क्व शिष्यः क्व च वा गुरुः । क्व चास्ति पुरुषार्थो वा निरुपाधेः शिवस्य मे ॥ १३॥

ઉપાધિરહિત અને કલ્યાણરૂપ,એવા મારે માટે,

ઉપદેશ શું?શાસ્ત્ર શું? શિષ્ય કે ગુરૂ શું? વળી પુરુષાર્થ (મોક્ષ) શું? (મારે તે કશું નથી)     (૧૩)

 

क्व चास्ति क्व च वा नास्ति क्वास्ति चैकं क्व च द्वयम् । बहुनात्र किमुक्तेन किञ्चिन्नोत्तिष्ठते मम ॥ १४॥

(મારે માટે) “છે” પણ કેવું?(શું?) અને “નથી” પણ કેવું (શું?),

--અદ્વૈત કે દ્વૈત શું? અહીં મારે વધુ કહીને શું ? મારે માટે તો કાંઇ પણ છે જ નહિ. (૧૪)

 

પ્રકરણ-૨૦ સમાપ્ત


અષ્ટાવક્ર-ગીતા-સમાપ્ત.



    

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૯

 પ્રકરણ-૧૯

 

॥ जनक उवाच ॥

तत्त्वविज्ञानसन्दंशमादाय हृदयोदरात् । नाविधपरामर्शशल्योद्धारः कृतो मया ॥ १॥

જનક કહે છે કે-

આપના તત્વ-જ્ઞાનના ઉપદેશથી,મારા હૃદયમાંથી અનેક પ્રકારના,

--સંકલ્પ-વિકલ્પ રૂપી તીરો (કાંટાઓ) મારા પોતા વડે જ ખેંચી કઢાયા છે.(૧)

 

क्व धर्मः क्व च वा कामः क्व चार्थः क्व विवेकिता । क्व द्वैतं क्व च वाऽद्वैतं स्वमहिम्नि स्थितस्य मे ॥ २॥

પોતાની મહિમામાં સ્થિત થયેલા મારા માટે હવે,

--ધર્મ શું?અર્થ શું?કામ શું?વિવેક શું?દ્વૈત શું? કે અદ્વૈત શું?(હવે કશું રહ્યું નથી)(૨)

 

क्व भूतं क्व भविष्यद् वा वर्तमानमपि क्व वा । क्व देशः क्व च वा नित्यं स्वमहिम्नि स्थितस्य मे ॥ ३॥

પોતાની મહિમામાં સ્થિત થયેલા મારા માટે હવે,

ભૂતકાળ શું? ભવિષ્યકાળ શું?વર્તમાનકાળ શું?દેશ શું ?કે નિત્યતા પણ શું ?(હવે કશું રહ્યું નથી) (૩)

 

क्व चात्मा क्व च वानात्मा क्व शुभं क्वाशुभं यथा । क्व चिन्ता क्व च वाचिन्ता स्वमहिम्नि स्थितस्य मे ॥ ४॥

પોતાની મહિમામાં સ્થિત થયેલા મારા માટે હવે,

--આત્મા શું?અનાત્મા શું?શુભ શું?અશુભ શું? ચિંતા શું? કે ચિંતારહિતપણું શું? (હવે કશું રહ્યું નથી)    (૪)

 

क्व स्वप्नः क्व सुषुप्तिर्वा क्व च जागरणं तथा । क्व तुरीयं भयं वापि स्वमहिम्नि स्थितस्य मे ॥ ५॥

પોતાની મહિમામાં સ્થિત થયેલા મારા માટે હવે,

--સ્વપ્ન શું?સુષુપ્તિ,જાગ્રત કે તુરીય અવસ્થા શું?અને ભય પણ શું ? (હવે કશું રહ્યું નથી) (૫)

 

क्व दूरं क्व समीपं वा बाह्यं क्वाभ्यन्तरं क्व वा । क्व स्थूलं क्व च वा सूक्ष्मं स्वमहिम्नि स्थितस्य मे ॥ ६॥

પોતાની મહિમામાં સ્થિત થયેલા મારા માટે હવે,

--દૂર શું કે નજીક શું? બાહ્યનું કે અંદરનું શું? સ્થૂળ કે સૂક્ષ્મ શું? (હવે કશું રહ્યું નથી) (૬)

 

क्व मृत्युर्जीवितं वा क्व लोकाः क्वास्य क्व लौकिकम् । क्व लयः क्व समाधिर्वा स्वमहिम्नि स्थितस्य मे ॥ ७॥

પોતાની મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે,

--મૃત્યુ કે જીવન કેવું?લોકો અને લૌકિક વ્યવહાર કેવો? લય કેવો કે સમાધિ કેવી? (હવે કશું નથી) (૭)

 

अलं त्रिवर्गकथया योगस्य कथयाप्यलम् । अलं विज्ञानकथया विश्रान्तस्य ममात्मनि ॥ ८॥

હું આત્મામાં વિશ્રાંતિ પામેલો હોઈ (આત્માના આનંદમાં નિમગ્ન થયેલો હોઈ)

--ત્રિવર્ગ (ધર્મ-અર્થ-કામ) ની વાત બસ થઇ ગઈ (વાત પતી ગઈ)

--યોગની અને વિજ્ઞાનની વાત પણ બસ થઇ ગઈ.(૮) 

 

પ્રકરણ-૧૯-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE