Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૬

પ્રકરણ-૧૦

 

                ॥ अष्टावक्र उवाच ॥

विहाय वैरिणं काममर्थं चानर्थसङ्कुलम् । धर्ममप्येतयोर्हेतुं सर्वत्रानादरं कुरु ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-શત્રુ-રૂપ કામને અને અનર્થથી ભરેલા અર્થ (ધન)ને,

--તેમ જ આ બંનેના કારણ-રૂપ ધર્મને પણ ત્યજી દઈ,

--સર્વત્ર (તેમનો એટલે કે સર્વ કર્મોનો) અનાદર કર. (૧)

 

स्वप्नेन्द्रजालवत् पश्य दिनानि त्रीणि पञ्च वा । मित्रक्षेत्रधनागारदारदायादिसम्पदः ॥ २॥

મિત્ર,જમીન,ધન,ઘર,સ્ત્રી,પુત્ર,સગાંસંબધી  વગેરેને ,તું,

--તે બધાં સ્વપ્ન કે ઇન્દ્રજાલ (જાદુગીરી)ની જેમ માત્ર ત્રણ કે પાંચ દિવસ માટેનાં જ છે,તેમ જો. (૨)

 

यत्र यत्र भवेत्तृष्णा संसारं विद्धि तत्र वै । प्रौढवैराग्यमाश्रित्य वीततृष्णः सुखी भव ॥ ३॥

જ્યાં જ્યાં તૃષ્ણા છે,ત્યાં સંસાર (બંધન) છે,એમ સમજ.માટે,

--બળવાન વૈરાગ્યનો આશરો લઇને તૃષ્ણા વગરનો થઇ સુખી થા. (૩)

 

तृष्णामात्रात्मको बन्धस्तन्नाशो मोक्ष उच्यते । भवासंसक्तिमात्रेण प्राप्तितुष्टिर्मुहुर्मुहुः ॥ ४॥

તૃષ્ણા એ બંધનનું સ્વ-રૂપ છે,અને તૃષ્ણાનો નાશ એ જ મોક્ષ છે.

--સંસાર પ્રત્યેની અનાસક્તિ માત્રથી જ વારંવાર આત્માની પ્રાપ્તિ અને તૃપ્તિ થાય છે. (૪)

 

त्वमेकश्चेतनः शुद्धो जडं विश्वमसत्तथा । अविद्यापि न किञ्चित्सा का बुभुत्सा तथापि ते ॥ ५॥

તું એક શુદ્ધ અને ચેતન (આત્મા) છે અને જગત જડ અને અસત્ છે,

--જે અવિદ્યા (અજ્ઞાન) કરીને કહેવાય છે તે પણ કાંઇ નથી (એટલે કે અસત્ છે) તો પછી,

--કાંઇ જાણવાની (કે બનવાની) ઈચ્છા તને કેમ હોઈ શકે ? (૫)

 

राज्यं सुताः कलत्राणि शरीराणि सुखानि च । संसक्तस्यापि नष्टानि तव जन्मनि जन्मनि ॥ ६॥

રાજ્ય,પુત્રો,પત્નીઓ,શરીરો અને સુખોમાં તું આસક્ત હતો,

--છતાં પણ જન્મો-જન્મમાં તે બધાં નાશ પામી ગયાં હતા જ (૬)

 

अलमर्थेन कामेन सुकृतेनापि कर्मणा । एभ्यः संसारकान्तारे न विश्रान्तमभून् मनः ॥ ७॥

અર્થ,કામ અને સુકૃત કર્મો પણ હવે બસ થયાં,આ બધાંથી પણ,

--સંસાર-રૂપ વનમાં (તારું) મન શાંત થયું નહિ.(૭)

 

कृतं न कति जन्मानि कायेन मनसा गिरा । दुःखमायासदं कर्म तदद्याप्युपरम्यताम् ॥ ८॥

કેટલાયે જન્મોમાં તેં શરીર,મન અને વાચા વડે,પરિશ્રમ આપવાવાળાં

--દુઃખ દાયક કર્મો કર્યા છે,તો હવે તો શાંત થા !!!   (૮) 


પ્રકરણ-૧૦-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૫

પ્રકરણ-૯

 

॥ अष्टावक्र उवाच ॥

कृताकृते च द्वन्द्वानि कदा शान्तानि कस्य वा । एवं ज्ञात्वेह निर्वेदाद् भव त्यागपरोऽव्रती ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-કૃત (કરવા જેવાં) અને અકૃત (નહિ કરવા જેવા) કર્મો,તેમજ,

--સુખ-દુઃખ જેવા દ્વંદો,કોનાં અને ક્યારે શાંત થયાં છે? આવું જાણીને

--આ સંસારમાં વૈરાગ્યશીલ થઈને,વ્રત-કર્મ વગરનો અને ત્યાગ-પરાયણ થા (૧)

 

कस्यापि तात धन्यस्य लोकचेष्टावलोकनात् । जीवितेच्छा बुभुक्षा च बुभुत्सोपशमः गताः ॥ २॥

જગતના લોકોનાં વર્તન (લોકચેષ્ટા)ના અવલોકન વડે,કોઈક “ધન્ય-પુરુષ” (મહાત્મા) જ,

--જીવન જીવવાની,જીવન ભોગવવાની,કે જીવનમાં કંઇક બનવાની “ઈચ્છા”—પ્રત્યે,

--“વૈરાગ્ય” ને પેદા કરીને શાંત બને છે.(૨)

 

अनित्यं सर्वमेवेदं तापत्रितयदूषितम् । असारं निन्दितं हेयमिति निश्चित्य शाम्यति ॥ ३॥

આ બધું દૃશ્ય જગત- અનિત્ય,ત્રિવિધ તાપ (આધ્યાત્મિક,આધિદૈવિક,આધિભૌતિક)થી દોષયુક્ત,

--સાર વગરનું,નિંદવા-યોગ્ય અને ત્યાજ્ય (ત્યાગ કરવા જેવું) છે,

--એમ નિશ્ચય કરી ને તે “ધન્ય-પુરુષ” (મહાત્મા) શાંત બને છે.(૩)

 

कोऽसौ कालो वयः किं वा यत्र द्वन्द्वानि नो नृणाम् । तान्युपेक्ष्य यथाप्राप्तवर्ती सिद्धिमवाप्नुयात् ॥ ४॥

જીવનમાં (સંસારમાં) એવો કોઈ કાળ (સમય) કે જીવનની એવી કોઈ અવસ્થા નથી કે જ્યાં મનુષ્યને.

--સુખ-દુઃખ વગેરે જેવા દ્વંદોનો સામનો કરવો પડતો ના હોય, એટલે જ,

--યથાપ્રાપ્ત (જે મળી જાય તે) વસ્તુઓમાં વર્તવાવાળો મનુષ્ય સિદ્ધિ (મોક્ષ)ને પામે છે.(૪)

 

नाना मतं महर्षीणां साधूनां योगिनां तथा । दृष्ट्वा निर्वेदमापन्नः को न शाम्यति मानवः ॥ ५॥

મહર્ષિઓના,સાધુઓના અને યોગીઓના જુદા જુદા પ્રકારના મતોને સાંભળી,

--વૈરાગ્યને પામેલ કયો મનુષ્ય શાંત થતો નથી? (એટલે કે મનુષ્ય શાંત થાય છે) (૫)

 

कृत्वा मूर्तिपरिज्ञानं चैतन्यस्य न किं गुरुः । निर्वेदसमतायुक्त्या यस्तारयति संसृतेः ॥ ६॥

વૈરાગ્ય,સમત્વ અને યુક્તિ (યોગ વગેરે) દ્વારા,“ચૈતન્ય” ના “સ્વ-રૂપ” નું જ્ઞાન પ્રાપ્ત કરી,

જે પોતાને સંસારમાંથી તારે છે, (મુક્ત બને છે),

--તે શું પોતે જ પોતાનો ગુરૂ નથી ? (અથવા –શું તેને બીજા ગુરુની જરૂર પડે ?) (૬)

 

पश्य भूतविकारांस्त्वं भूतमात्रान् यथार्थतः । तत्क्षणाद् बन्धनिर्मुक्तः स्वरूपस्थो भविष्यसि ॥ ७॥

તું ભૂતો (જીવો) ના વિકારો (દેહ,ઇન્દ્રિયો વગેરેના કાર્યો) ને યથાર્થ (વાસ્તવિક) રીતે,

--તે જ જીવોમાં દેખ.(તેમ કરવાથી તે વિકારો થી ઉદ્ભવતી બંધનાત્મ્ક અશાંતિ,અસારતા તને દેખાશે)

--(ને આમ તું કરીશ ત્યારે) તે ક્ષણે જ તું બંધનમાંથી મુક્ત બની સ્વ-રૂપમાં સ્થિર બનીશ. (૭)

 

वासना एव संसार इति सर्वा विमुञ्च ताः । तत्त्यागो वासनात्यागात्स्थितिरद्य यथा तथा ॥ ८॥

વાસનાઓ જ સંસાર (બંધન) છે,તેથી તે બધી વાસનાઓનો ત્યાગ કર,

--વાસનાઓના ત્યાગથી,સંસારનો (બંધન નો) પણ ત્યાગ થઇ જશે,અને,

--જે સ્થિતિ (પરમપદની-મુક્તિની) થવી જોઈએ તે આજે જ (હાલ જ) થઇ જશે. (૮) 


પ્રકરણ-૯-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૪

પ્રકરણ-૮

 

॥ अष्टावक्र उवाच ॥

तदा बन्धो यदा चित्तं किञ्चिद् वाञ्छति शोचति । किञ्चिन् मुञ्चति गृण्हाति किञ्चिद् दृष्यति कुप्यति ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-જયારે ચિત્ત (મન) કાંઇ--ઈચ્છે-કે-શોક કરે,

--કાંઇ છોડી દે-કે-કાંઇ ગ્રહણ કરે,--કાંઇ હર્ષ કરે-કે-કોપ (ગુસ્સે) કરે,--ત્યારે જ “બંધન” થાય છે. (૧)

 

तदा मुक्तिर्यदा चित्तं न वाञ्छति न शोचति । न मुञ्चति न गृण्हाति न हृष्यति न कुप्यति ॥ २॥

જયારે ચિત્ત,ઈચ્છા કરતું નથી,શોક કરતુ નથી,--છોડી દેતું નથી કે ગ્રહણ કરતું નથી,

--હર્ષ નથી પામતું કે કોપ નથી કરતું,ત્યારે જ “મોક્ષ” થાય છે. (૨)

 

तदा बन्धो यदा चित्तं सक्तं काश्वपि दृष्टिषु । तदा मोक्षो यदा चित्तमसक्तं सर्वदृष्टिषु ॥ ३॥

જયારે ચિત્ત,કોઈ પણ દૃષ્ટિથી (નજરથી) વિષયોમાં “આસક્ત” થઇ જાય છે,ત્યારે “બંધન” થાય છે,અને

--જયારે ચિત્ત બધીય દૃષ્ટિથી વિષયોમાં “અનાસક્ત”  થઇ જાય ત્યારે “મોક્ષ” થાય છે.(૩)

 

यदा नाहं तदा मोक्षो यदाहं बन्धनं तदा । मत्वेति हेलया किञ्चिन्मा गृहाण विमुञ्च मा ॥ ४॥

જયારે “અહમ” (હું શરીર છું તેવું -દેહાભિમાન) નથી, ત્યારે “મોક્ષ” છે, અને,

--અહમ (દેહાભિમાન) છે,ત્યારે “બંધન” છે,

--એમ સહજ વિચારી,તું કશાનું પણ ગ્રહણ કે ત્યાગ કર નહિ (૪)  


પ્રકરણ-૮-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૩

પ્રકરણ-૭

 

॥ जनक उवाच ॥

मय्यनन्तमहाम्भोधौ विश्वपोत इतस्ततः । भ्रमति स्वान्तवातेन न ममास्त्यसहिष्णुता ॥ १॥

જનક કહે છે કે-“મારા-રૂપ” (આત્મા-રૂપ)  મહાસાગરમાં.

--“મન-રૂપ” પવન વડે,”જગત-રૂપ” વહાણ આમ-તેમ ભમે છે (ડોલે છે),

--પરંતુ મને તેનો “ઉદ્વેગ” (અસહિષ્ણુતા-અસહનશીલતા) નથી.(૧)

 


मय्यनन्तमहाम्भोधौ जगद्वीचिः स्वभावतः । उदेतु वास्तमायातु न मे वृद्धिर्न च क्षतिः ॥ २॥

“મારા-રૂપ” (આત્મા-રૂપ)  મહાસાગરમાં.

--એની મેળે જ “જગત-રૂપ” તરંગો ઉઠે કે તરંગો શાંત થઇ જાય,પરંતુ તેનાથી,

--નથી “મારામાં” (આત્મામાં) નથી વૃદ્ધિ થવાની કે નથી કશું ઓછું થવાનું.(૨)

 

मय्यनन्तमहाम्भोधौ विश्वं नाम विकल्पना । अतिशान्तो निराकार एतदेवाहमास्थितः ॥ ३॥

“મારા-રૂપ” (આત્મા-રૂપ)  મહાસાગરમાં,આ “જગત” તો “કલ્પનામાત્ર” જ છે,  

--અને તેના (તે જગતના) આશ્રય-રૂપ “હું” (આત્મા) તો,

--અત્યંત “શાંત” અને “આકાર વગરનો” (નિરાકાર) જ છું.(૩)

 

नात्मा भावेषु नो भावस्तत्रानन्ते निरञ्जने । इत्यसक्तोऽस्पृहः शान्त एतदेवाहमास्तितः ॥ ४॥

“આત્મા” -એ “જગત” માં નથી,અને તે અનંત-નિરંજન સ્થિતિમાં રહેલ “આત્મા” માં “જગત” નથી.

--આથી તેના (તે જગતના) આશ્રય-રૂપ “હું” (આત્મા) તો,

--“આસક્તિ વગરનો” “નિસ્પૃહ” અને “શાંત”  છું.(૪)

 

अहो चिन्मात्रमेवाहमिन्द्रजालोपमं जगत् । इति मम कथं कुत्र हेयोपादेयकल्पना ॥ ५॥

અહો, “હું” (આત્મા) તો “ચૈતન્ય” માત્ર છું,અને “જગત” (સંસાર) ઇન્દ્રજાલ (માયા) જેવું છે,

--આથી મારે માટે ત્યાજ્ય (ત્યાગ કરવાનો) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવાનો)ની,

--“કલ્પના” પણ ક્યાં થાય? અને કલ્પના કેવી રીતે થાય ?     (૫)

 

પ્રકરણ-૭-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૨

પ્રકરણ-૬

 

॥ अष्टावक्र उवाच ॥

आकाशवदनन्तोऽहं घटवत् प्राकृतं जगत् । इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-“હું” (આત્મા) આકાશની જેમ “અનંત” છું.અને જગત ઘડાની જેમ પ્રકૃતિજન્ય છે.

આ સત્ય “જ્ઞાન” છે.--તો પછી આ જગત-વગેરેનો ત્યાગ પણ થઇ શકતો નથી,

--કે તે જગત ને ગ્રહણ પણ નથી કરી શકાતું,--વળી તે જગતનો લય પણ સંભવિત નથી. (૧)

 

महोदधिरिवाहं स प्रपञ्चो वीचिसऽन्निभः । इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ २॥

“હું” (આત્મા) મહાસાગર જેવો છું,અને આ જગત (પ્રપંચ) તરંગ જેવો છે,આ સત્ય “જ્ઞાન” છે,

--તો પછી આ જગત-વગેરેનો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૨)

 

अहं स शुक्तिसङ्काशो रूप्यवद् विश्वकल्पना । इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ ३॥

“હું” (આત્મા) છીપ સમાન છું,અને જગતની કલ્પના “રૂપા સમાન” (વિવર્ત) છે,આ સત્ય “જ્ઞાન” છે.

--તો પછી આ જગત-વગેરે નો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૩)

 

अहं वा सर्वभूतेषु सर्वभूतान्यथो मयि । इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ ४॥

“હું” (આત્મા) જ સર્વ ભૂતોમાં (જીવોમાં) છું અને સર્વ ભૂતો મારામાં છે,આ સત્ય “જ્ઞાન” છે.

--તો પછી આ જગત-વગરે નો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૪) 

 

પ્રકરણ-૬-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૧

પ્રકરણ-૫

 

 ॥ अष्टावक्र उवाच ॥

न ते सङ्गोऽस्ति केनापि किं शुद्धस्त्यक्तुमिच्छसि । सङ्घातविलयं कुर्वन्नेवमेव लयं व्रज ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-તારો કશાની ય સાથે “સંગ” નથી,

--તું શુદ્ધ (આત્મા) છે,તો પછી તું શાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે ?

--આ પ્રમાણે “દેહાભિમાન”નો નાશ કરી “સ્વ-રૂપ”માં લીન થઇ જા.(૧)

 

उदेति भवतो विश्वं वारिधेरिव बुद्बुदः । इति ज्ञात्वैकमात्मानमेवमेव लयं व्रज ॥ २॥

સમુદ્રમાં જેમ (ફેણથી) પાણીનો પરપોટો ઉદય પામે છે (પેદા થાય છે) તેમ,

--તારામાંથી (તારા આત્મામાંથી) વિશ્વ (જગત) ઉદય પામે છે (પેદા થાય છે) –એ પ્રમાણે,

--આત્માને “એકમાત્ર” જાણી “સ્વ-રૂપ” માં લીન થઇ જા.     (૨)

 

प्रत्यक्षमप्यवस्तुत्वाद् विश्वं नास्त्यमले त्वयि । रज्जुसर्प इव व्यक्तमेवमेव लयं व्रज ॥ ३॥

અવ્યક્તમાંથી વ્યક્ત બનેલું જગત,પ્રત્યક્ષ હોવા છતાં,અવાસ્તવિક (મિથ્યા) હોઈ,

--તે જગત દોરડામાં દેખાતા સર્પની જેમ તારા નિર્મલ આત્મામાં છે જ નહિ,

--આથી તું (જગતના વિચારો છોડીને) “સ્વ-રૂપ”માં લીન થઇ જા. (૩)

 

समदुःखसुखः पूर्ण आशानैराश्ययोः समः । समजीवितमृत्युः सन्नेवमेव लयं व्रज ॥ ४॥

સુખ-દુઃખને સરખાં ગણી,આશા-નિરાશાને સમાન ગણી,તેમજ

--જીવન અને મરણને પણ સરખાં ગણીને,--પૂર્ણતાને પ્રાપ્ત કરીને, તું “સ્વ-રૂપ” માં લીન થઇ જા.(૪) 

 

પ્રકરણ-૫-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE