Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૪

પ્રકરણ-૮

 

॥ अष्टावक्र उवाच ॥

तदा बन्धो यदा चित्तं किञ्चिद् वाञ्छति शोचति । किञ्चिन् मुञ्चति गृण्हाति किञ्चिद् दृष्यति कुप्यति ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-જયારે ચિત્ત (મન) કાંઇ--ઈચ્છે-કે-શોક કરે,

--કાંઇ છોડી દે-કે-કાંઇ ગ્રહણ કરે,--કાંઇ હર્ષ કરે-કે-કોપ (ગુસ્સે) કરે,--ત્યારે જ “બંધન” થાય છે. (૧)

 

तदा मुक्तिर्यदा चित्तं न वाञ्छति न शोचति । न मुञ्चति न गृण्हाति न हृष्यति न कुप्यति ॥ २॥

જયારે ચિત્ત,ઈચ્છા કરતું નથી,શોક કરતુ નથી,--છોડી દેતું નથી કે ગ્રહણ કરતું નથી,

--હર્ષ નથી પામતું કે કોપ નથી કરતું,ત્યારે જ “મોક્ષ” થાય છે. (૨)

 

तदा बन्धो यदा चित्तं सक्तं काश्वपि दृष्टिषु । तदा मोक्षो यदा चित्तमसक्तं सर्वदृष्टिषु ॥ ३॥

જયારે ચિત્ત,કોઈ પણ દૃષ્ટિથી (નજરથી) વિષયોમાં “આસક્ત” થઇ જાય છે,ત્યારે “બંધન” થાય છે,અને

--જયારે ચિત્ત બધીય દૃષ્ટિથી વિષયોમાં “અનાસક્ત”  થઇ જાય ત્યારે “મોક્ષ” થાય છે.(૩)

 

यदा नाहं तदा मोक्षो यदाहं बन्धनं तदा । मत्वेति हेलया किञ्चिन्मा गृहाण विमुञ्च मा ॥ ४॥

જયારે “અહમ” (હું શરીર છું તેવું -દેહાભિમાન) નથી, ત્યારે “મોક્ષ” છે, અને,

--અહમ (દેહાભિમાન) છે,ત્યારે “બંધન” છે,

--એમ સહજ વિચારી,તું કશાનું પણ ગ્રહણ કે ત્યાગ કર નહિ (૪)  


પ્રકરણ-૮-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૩

પ્રકરણ-૭

 

॥ जनक उवाच ॥

मय्यनन्तमहाम्भोधौ विश्वपोत इतस्ततः । भ्रमति स्वान्तवातेन न ममास्त्यसहिष्णुता ॥ १॥

જનક કહે છે કે-“મારા-રૂપ” (આત્મા-રૂપ)  મહાસાગરમાં.

--“મન-રૂપ” પવન વડે,”જગત-રૂપ” વહાણ આમ-તેમ ભમે છે (ડોલે છે),

--પરંતુ મને તેનો “ઉદ્વેગ” (અસહિષ્ણુતા-અસહનશીલતા) નથી.(૧)

 


मय्यनन्तमहाम्भोधौ जगद्वीचिः स्वभावतः । उदेतु वास्तमायातु न मे वृद्धिर्न च क्षतिः ॥ २॥

“મારા-રૂપ” (આત્મા-રૂપ)  મહાસાગરમાં.

--એની મેળે જ “જગત-રૂપ” તરંગો ઉઠે કે તરંગો શાંત થઇ જાય,પરંતુ તેનાથી,

--નથી “મારામાં” (આત્મામાં) નથી વૃદ્ધિ થવાની કે નથી કશું ઓછું થવાનું.(૨)

 

मय्यनन्तमहाम्भोधौ विश्वं नाम विकल्पना । अतिशान्तो निराकार एतदेवाहमास्थितः ॥ ३॥

“મારા-રૂપ” (આત્મા-રૂપ)  મહાસાગરમાં,આ “જગત” તો “કલ્પનામાત્ર” જ છે,  

--અને તેના (તે જગતના) આશ્રય-રૂપ “હું” (આત્મા) તો,

--અત્યંત “શાંત” અને “આકાર વગરનો” (નિરાકાર) જ છું.(૩)

 

नात्मा भावेषु नो भावस्तत्रानन्ते निरञ्जने । इत्यसक्तोऽस्पृहः शान्त एतदेवाहमास्तितः ॥ ४॥

“આત્મા” -એ “જગત” માં નથી,અને તે અનંત-નિરંજન સ્થિતિમાં રહેલ “આત્મા” માં “જગત” નથી.

--આથી તેના (તે જગતના) આશ્રય-રૂપ “હું” (આત્મા) તો,

--“આસક્તિ વગરનો” “નિસ્પૃહ” અને “શાંત”  છું.(૪)

 

अहो चिन्मात्रमेवाहमिन्द्रजालोपमं जगत् । इति मम कथं कुत्र हेयोपादेयकल्पना ॥ ५॥

અહો, “હું” (આત્મા) તો “ચૈતન્ય” માત્ર છું,અને “જગત” (સંસાર) ઇન્દ્રજાલ (માયા) જેવું છે,

--આથી મારે માટે ત્યાજ્ય (ત્યાગ કરવાનો) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવાનો)ની,

--“કલ્પના” પણ ક્યાં થાય? અને કલ્પના કેવી રીતે થાય ?     (૫)

 

પ્રકરણ-૭-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૨

પ્રકરણ-૬

 

॥ अष्टावक्र उवाच ॥

आकाशवदनन्तोऽहं घटवत् प्राकृतं जगत् । इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-“હું” (આત્મા) આકાશની જેમ “અનંત” છું.અને જગત ઘડાની જેમ પ્રકૃતિજન્ય છે.

આ સત્ય “જ્ઞાન” છે.--તો પછી આ જગત-વગેરેનો ત્યાગ પણ થઇ શકતો નથી,

--કે તે જગત ને ગ્રહણ પણ નથી કરી શકાતું,--વળી તે જગતનો લય પણ સંભવિત નથી. (૧)

 

महोदधिरिवाहं स प्रपञ्चो वीचिसऽन्निभः । इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ २॥

“હું” (આત્મા) મહાસાગર જેવો છું,અને આ જગત (પ્રપંચ) તરંગ જેવો છે,આ સત્ય “જ્ઞાન” છે,

--તો પછી આ જગત-વગેરેનો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૨)

 

अहं स शुक्तिसङ्काशो रूप्यवद् विश्वकल्पना । इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ ३॥

“હું” (આત્મા) છીપ સમાન છું,અને જગતની કલ્પના “રૂપા સમાન” (વિવર્ત) છે,આ સત્ય “જ્ઞાન” છે.

--તો પછી આ જગત-વગેરે નો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૩)

 

अहं वा सर्वभूतेषु सर्वभूतान्यथो मयि । इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ ४॥

“હું” (આત્મા) જ સર્વ ભૂતોમાં (જીવોમાં) છું અને સર્વ ભૂતો મારામાં છે,આ સત્ય “જ્ઞાન” છે.

--તો પછી આ જગત-વગરે નો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૪) 

 

પ્રકરણ-૬-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૧

પ્રકરણ-૫

 

 ॥ अष्टावक्र उवाच ॥

न ते सङ्गोऽस्ति केनापि किं शुद्धस्त्यक्तुमिच्छसि । सङ्घातविलयं कुर्वन्नेवमेव लयं व्रज ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-તારો કશાની ય સાથે “સંગ” નથી,

--તું શુદ્ધ (આત્મા) છે,તો પછી તું શાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે ?

--આ પ્રમાણે “દેહાભિમાન”નો નાશ કરી “સ્વ-રૂપ”માં લીન થઇ જા.(૧)

 

उदेति भवतो विश्वं वारिधेरिव बुद्बुदः । इति ज्ञात्वैकमात्मानमेवमेव लयं व्रज ॥ २॥

સમુદ્રમાં જેમ (ફેણથી) પાણીનો પરપોટો ઉદય પામે છે (પેદા થાય છે) તેમ,

--તારામાંથી (તારા આત્મામાંથી) વિશ્વ (જગત) ઉદય પામે છે (પેદા થાય છે) –એ પ્રમાણે,

--આત્માને “એકમાત્ર” જાણી “સ્વ-રૂપ” માં લીન થઇ જા.     (૨)

 

प्रत्यक्षमप्यवस्तुत्वाद् विश्वं नास्त्यमले त्वयि । रज्जुसर्प इव व्यक्तमेवमेव लयं व्रज ॥ ३॥

અવ્યક્તમાંથી વ્યક્ત બનેલું જગત,પ્રત્યક્ષ હોવા છતાં,અવાસ્તવિક (મિથ્યા) હોઈ,

--તે જગત દોરડામાં દેખાતા સર્પની જેમ તારા નિર્મલ આત્મામાં છે જ નહિ,

--આથી તું (જગતના વિચારો છોડીને) “સ્વ-રૂપ”માં લીન થઇ જા. (૩)

 

समदुःखसुखः पूर्ण आशानैराश्ययोः समः । समजीवितमृत्युः सन्नेवमेव लयं व्रज ॥ ४॥

સુખ-દુઃખને સરખાં ગણી,આશા-નિરાશાને સમાન ગણી,તેમજ

--જીવન અને મરણને પણ સરખાં ગણીને,--પૂર્ણતાને પ્રાપ્ત કરીને, તું “સ્વ-રૂપ” માં લીન થઇ જા.(૪) 

 

પ્રકરણ-૫-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE


Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૦

પ્રકરણ-૪


 ॥ जनक उवाच ॥ 

हन्तात्मज्ञानस्य धीरस्य खेलतो भोगलीलया । न हि संसारवाहीकैर्मूढैः सह समानता ॥ १॥

જનક કહે છે-અહો, ભોગ-રૂપ “લીલા” કરતા,(ભોગ પ્રત્યે અનાસકત રહી ભોગ ભોગવતા)

એવા--ધીર,આત્મજ્ઞાની પુરુષની સાથે

--સંસારી (સંસારમાં ઓતપ્રોત-આસક્ત થયેલા) મૂઢ મનુષ્યની કોઈ સમાનતા છે જ નહિ.(૧)

 

यत् पदं प्रेप्सवो दीनाः शक्राद्याः सर्वदेवताः । अहो तत्र स्थितो योगी न हर्षमुपगच्छति ॥ २॥

જે પદ (આત્મ-પદ)ની ઈચ્છા કરતા ઇન્દ્ર વગેરે દેવો,તે પદની પ્રાપ્તિ ના થતાં,

--દીનતાને પ્રાપ્ત કરે છે,શોકાતુર બને છે,ત્યારે

--તે આત્મ-પદમાં સ્થિર થયેલો યોગી હર્ષ પણ પામતો નથી,તે આશ્ચર્ય છે.(૨)

 

तज्ज्ञस्य पुण्यपापाभ्यां स्पर्शो ह्यन्तर्न जायते । न ह्याकाशस्य धूमेन दृश्यमानापि सङ्गतिः ॥ ३॥

એ આત્મ-પદને જાણનારને તેના અંતઃકરણમાં પુણ્ય કે પાપનો સ્પર્શ થતો નથી,

--જેમ આકાશમાં ધુમાડો દેખાય પણ આકાશને વાસ્તવિક રીતે ધુમાડાનો સ્પર્શ થતો નથી તેમ (૩)

 

आत्मैवेदं जगत्सर्वं ज्ञातं येन महात्मना । यदृच्छया वर्तमानं तं निषेद्धुं क्षमेत कः ॥ ४॥

આ સમસ્ત જગત “આત્મ-રૂપ” છે,એમ જેણે જાણ્યું છે,તેવા મહાત્માની સહજ-ક્રિયાઓમાં (સહજ કર્મોમાં)

--વિધિ-નિષેધ રૂપ બંધનો (આ કર્મ થાય કે આ કર્મ ના થાય તેવો) અમલ કોણ કરાવી શકે ? (૪)

 

आब्रह्मस्तम्बपर्यन्ते भूतग्रामे चतुर्विधे । विज्ञस्यैव हि सामर्थ्यमिच्छानिच्छाविवर्जने ॥ ५॥

બ્રહ્માથી માંડી તૃણ (તરણા) સુધીની  અને ચારે પ્રકારની જીવજાતિઓમાં (અંડજ,સ્વેદજ-વગેરેમાં)

--માત્ર જ્ઞાની જ ઈચ્છા અને અનિચ્છાને દૂર હટાવવામાં સમર્થ છે.(૫)

 

आत्मानमद्वयं कश्चिज्जानाति जगदीश्वरम् । यद् वेत्ति तत्स कुरुते न भयं तस्य कुत्रचित् ॥ ६॥

આ જગતમાં કોઈક જ પોતાના “આત્મા” ને અને “પરમાત્મા” ને એકરૂપ (અદ્વૈત) જાણે છે,(અનુભવે છે),

--અને એ જે જાણે છે,તેને જ જે આચરણમાં મૂકે છે તેને કશેથી પણ ભય આવતો નથી.(૬)

 

પ્રકરણ-૪-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE


Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૯

इहामुत्र विरक्तस्य नित्यानित्यविवेकिनः । आश्चर्यं मोक्षकामस्य मोक्षाद् एव विभीषिका ॥ ८॥

આ લોક અને પરલોક પ્રત્યે વિરક્ત,--નિત્ય અને અનિત્ય વસ્તુના ભેદને સમજનાર,અને 

મોક્ષની ઈચ્છા રાખનાર,-- મનુષ્યને જો,મોક્ષથી જ ભય લાગે,તો,તે આશ્ચર્ય છે.(૮)

 

धीरस्तु भोज्यमानोऽपि पीड्यमानोऽपि सर्वदा । आत्मानं केवलं पश्यन् न तुष्यति न कुप्यति ॥ ९॥

ધીર મનુષ્ય,ભોગો ભોગવવા છતાં અને ભોગો ભોગવવાથી પીડાયુક્ત બનતો હોવા છતાં,પણ

--તે હંમેશના માટે  કેવળ “આત્મા” ને જોતો હોય છે,એટલે,તે,

--નથી “પ્રસન્ન”(હર્ષમય) થતો કે નથી “કોપિત” (ક્રોધી કે ગુસ્સે) થતો.(૯)

 

चेष्टमानं शरीरं स्वं पश्यत्यन्यशरीरवत् । संस्तवे चापि निन्दायां कथं क्षुभ्येत् महाशयः ॥ १०॥

જે મનુષ્ય,પોતાના પ્રવૃત્તિ યુક્ત (પ્રવૃત્તિ કરતા)  શરીરને,

--કોઈ બીજાના જ શરીરની જેમ જુએ છે,(પોતાનું શરીર પ્રવૃત્તિ કરતુ નથી તેમ જુએ છે)

--એવો મહાત્મા પુરુષ “સ્તુતિ” થી (વખાણથી) કે નિંદાથી કેવી રીતે ક્ષોભ પામે? (૧૦)

 

मायामात्रमिदं विश्वं पश्यन् विगतकौतुकः । अपि सन्निहिते मृत्यौ कथं त्रस्यति धीरधीः ॥ ११॥

આ સમસ્ત જગત,એ ’માયા માત્ર” છે (સર્વ,માત્ર માયા જ છે) એમ સમજીને જગતને જોનારને,

--જગતની કોઈ કુતુહુલતા રહેતી નથી,તેથી તેની બુદ્ધિ શાંત થઇ છે,અને તેવા મનુષ્યને,

--જો મૃત્યુ પાસે આવે,તો પણ તે મૃત્યુ,તેને કેવી રીતે ત્રાસ આપે ?(૧૧)

 

निःस्पृहं मानसं यस्य नैराश्येऽपि महात्मनः । तस्यात्मज्ञानतृप्तस्य तुलना केन जायते ॥ १२॥

જે મહાત્માનું મન નિરાશાના પ્રસંગે પણ,--તદ્દન નિસ્પૃહ (અનાસક્ત) રહે છે,તેવા,

--આત્મજ્ઞાનથી સંતુષ્ટ મહાપુરુષની તુલના કોની સાથે થઇ શકે ?(૧૨)

 

स्वभावाद् एव जानानो दृश्यमेतन्न किञ्चन । इदं ग्राह्यमिदं त्याज्यं स किं पश्यति धीरधीः ॥ १३॥

આ દૃશ્ય-જગત,સ્વ-ભાવથી કંઈ જ નથી,(જગત મિથ્યા છે) –એમ જાણનાર,

--એ શાંત બુદ્ધિવાળો મનુષ્ય શું એમ જુએ છે કે –

--આ ગ્રહણ (લેવા) કરવા યોગ્ય છે કે આ ત્યાગવા યોગ્ય છે? (૧૩)

 

अन्तस्त्यक्तकषायस्य निर्द्वन्द्वस्य निराशिषः । यदृच्छयागतो भोगो न दुःखाय न तुष्टये ॥ १४॥

વિષય-વાસના-રૂપ-મળનો (ગંદકીનો) જેણે અંતઃકરણથી ત્યાગ કરેલો છે,

--જે દ્વંદ (સુખ-દુઃખ વગેરે) અને આશા વગરનો થયો છે,તેના જીવનમાં સહજ-પણે આવતા ભોગોથી,

--તે નથી હર્ષ પામતો કે નથી દુઃખી થતો (૧૪)


પ્રકરણ -૩-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE