Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૮

પ્રકરણ-૩


॥ अष्टावक्र उवाच ॥

अविनाशिनमात्मानमेकं विज्ञाय तत्त्वतः । तवात्मज्ञानस्य धीरस्य कथमर्थार्जने रतिः ॥ १॥

અષ્ટાવક્ર બોલ્યા-આત્માને વાસ્તવિક રીતે એક (અદ્વૈત) અને અવિનાશી જાણ્યા પછી,

--આત્મજ્ઞ (આત્માને જાણનાર)અને ધીર એવા તને,ધનની પ્રાપ્તિ કરવા પ્રત્યે પ્રીતિ કેમ થાય છે? (૧)

 

आत्माज्ञानादहो प्रीतिर्विषयभ्रमगोचरे । शुक्तेरज्ञानतो लोभो यथा रजतविभ्रमे ॥ २॥

અહો,જેમ છીપના અજ્ઞાનથી-ભ્રમથી (ભ્રમથી છીપલા પર ચાંદી દેખાય છે-પણ તે ચાંદી નથી)

--તેના પર દેખાતી ચાંદી કાઢી લેવાનો લોભ (પ્રીતિ) ઉપજે છે, તેમ

--“આત્મા”ના અજ્ઞાનથી વિષયો-રૂપ ભ્રમાત્મક (ભ્રમવાળી) વસ્તુમાં (ધન-વગેરેમાં) પ્રીતિ થાય છે (૨)

 

विश्वं स्फुरति यत्रेदं तरङ्गा इव सागरे । सोऽहमस्मीति विज्ञाय किं दीन इव धावसि ॥ ३॥

જે આત્મામાં,જગત,એ સમુદ્રના તરંગની જેમ સ્ફૂરે છે,ને સમુદ્રના તરંગો અનિત્ય-અસ્થાયી જ છે,તેમ,

--તે આત્મા,જો “હું” જ છું,ને આ જગત એ તરંગો છે-અનિત્ય છે-એમ જાણ્યા પછી પણ,

--તું પામર (દીન-મૂર્ખ) મનુષ્યની જેમ શા માટે દોડાદોડ કરે છે ?(૩)

 

श्रुत्वापि शुद्धचैतन्य आत्मानमतिसुन्दरम् । उपस्थेऽत्यन्तसंसक्तो मालिन्यमधिगच्छति ॥ ४॥

આત્માને શુદ્ધ “ચૈતન્ય-રૂપ” અને “અત્યંત સુંદર” જાણવા છતાં,

--જે મનુષ્ય વિષયોમાં (સ્વાદ-વગેરેમાં) આસકત બને છે,તે મલિનતાને જ પામે છે.(૪)

 

सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि । मुनेर्जानत आश्चर्यं ममत्वमनुवर्तते ॥ ५॥

પોતાના આત્માને સર્વ ભૂતોમાં (જીવોમાં) અને --સર્વ જીવોને પોતાના આત્મામાં જાણનાર,

મુનિઓમાં પણ --જો,મમત્વ (હું-મારું) ચાલુ રહે –તો તે આશ્ચર્ય છે.(૫)

 

आस्थितः परमाद्वैतं मोक्षार्थेऽपि व्यवस्थितः । आश्चर्यं कामवशगो विकलः केलिशिक्षया ॥ ६॥

પરમ અદ્વૈતમાં સ્થિર થયેલો અને મોક્ષને માટે પ્રયાસ કરતો મનુષ્ય પણ,જો,મનમાં રહેલી,

સૂક્ષ્મ વાસનાઓને આધીન થઇ,વ્યાકુળ બની,--જો, કામને વશ થાય તો,તે આશ્ચર્ય છે.(૬)

 

उद्भूतं ज्ञानदुर्मित्रमवधार्यातिदुर्बलः । आश्चर्यं काममाकाङ्क्षेत् कालमन्तमनुश्रितः ॥ ७॥

યોગથી ઉત્પન્ન થયેલા “જ્ઞાન” ના શત્રુને (વાસનાઓ-વિષયભોગને) જાણતો હોવા છતાં,

--અંતકાળને પ્રાપ્ત થયેલો મનુષ્ય અતિ દુર્બળ બની,જો,વિષયભોગની ઈચ્છા કરે,તો તે આશ્ચર્ય છે.(૭)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૭

नाहं देहो न मे देहो जीवो नाहमहं हि चित् । अयमेव हि मे बन्ध आसीद्या जीविते स्पृहा ॥२२॥

હું દેહ (શરીર) નથી,તે જ રીતે દેહ એ મારો નથી,અને હું જીવ (મનુષ્ય) પણ નથી,

--કારણ કે હું શુદ્ધ “ચૈતન્ય” છું.

--જીવન પ્રત્યે જીવવાની જે ઈચ્છા (સ્પૃહા) હતી તે જ મારા માટે બંધન હતું (૨૨)



अहो भुवनकल्लोलैर्विचित्रैर्द्राक् समुत्थितम् । मय्यनन्तमहाम्भोधौ चित्तवाते समुद्यते ॥२३॥

અહો,અનત મહાસાગર-રૂપ મારામાં ચિત્ત-રૂપી (મન-રૂપી) વાયુ (પવન) વાતાં,

--જગત-રૂપ (જગતના જેવા) વિચિત્ર તરંગો ઓચિંતા ઉઠયા  (૨૩)

 

मय्यनन्तमहाम्भोधौ चित्तवाते प्रशाम्यति । अभाग्याज्जीववणिजो जगत्पोतो विनश्वरः ॥२४॥

અનંત મહાસાગર-રૂપ મારામાં ચિત્તરૂપ (મન-રૂપ) વાયુ શાંત બની જતાં,

--જીવ-રૂપ (મનુષ્ય-રૂપ) વેપારીનું જગત-રૂપ વહાણ કમનસીબે ભાગી ગયું.(૨૪)

 

मय्यनन्तमहाम्भोधावाश्चर्यं जीववीचयः । उद्यन्ति घ्नन्ति खेलन्ति प्रविशन्ति स्वभावतः ॥२५॥

આ આશ્ચર્યની વાત છે-કે-અનંત મહાસાગર-રૂપ મારામાં

--જીવ (જીવાત્મા)રૂપ (અને જગત-રૂપ) મોજાંઓ આપોઆપ જ ઉત્પન્ન થાય છે,

--અથડાય છે,રમે છે અને છેવટે લય (નાશ) પામે છે.(૨૫)

 

પ્રકરણ-૨-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE



Oct 31, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૬

ज्ञानं ज्ञेयं तथा ज्ञाता त्रितयं नास्ति वास्तवम् । अज्ञानाद् भाति यत्रेदं सोऽहमस्मि निरञ्जनः ॥१५॥

જ્ઞેય (જે જાણવાનું છે તે-ઈશ્વર),જ્ઞાતા (જાણનાર) અને જ્ઞાન(સત્યનું જ્ઞાન),એ ત્રિપુટી,

--જ્યાં આગળ વાસ્તવિક રીતે નથી (ત્રણે જુદી નથી),પરંતુ અજ્ઞાનને લીધે તે ભાસે છે,

--(પણ સત્યનું જે જ્ઞાન છે) તે નિરાકાર,નિરંજન (અદ્વૈત) તે “હું” (આત્મા) છું.(૧૫)

 

द्वैतमूलमहो दुःखं नान्यत्तस्याऽस्ति भेषजम् । दृश्यमेतन् मृषा सर्वमेकोऽहं चिद्रसोमलः ॥१६॥

અહો,જે દ્વૈતથી ઉત્પન્ન થતું દુઃખ છે,તેનું સત્યજ્ઞાન સિવાય કોઈ ઓસડ (દવા) નથી,

--આ સમસ્ત દૃશ્ય-પ્રપંચ (જગત=દ્વૈત=ઉપાધિ) મિથ્યા છે,અને માત્ર,

--“હું” એક (અદ્વૈત) અને શુદ્ધ “ચૈતન્ય” રસ (આત્મા) છું. (૧૬)

 

बोधमात्रोऽहमज्ञानाद् उपाधिः कल्पितो मया । एवं विमृशतो नित्यं निर्विकल्पे स्थितिर्मम ॥१७॥

“હું” કેવળ બોધ-રૂપ (જ્ઞાન-રૂપ) જ છું,પરંતુ,

--“મેં કેવળ અજ્ઞાનથી જ આ ઉપાધિ (દૃશ્ય પ્રપંચ=જગત=દ્વૈત)ની કલ્પના કરી છે”

--આવો નિત્ય વિચાર કરતાં કરતાં,નિર્વિકલ્પ(સમાધિ)-અવસ્થામાં જ મારી સ્થિતિ થઇ ગઈ છે (૧૭)

 

मे बन्धोऽस्ति मोक्षो वा भ्रान्तिः शान्तो निराश्रया । अहो मयि स्थितं विश्वं वस्तुतो न मयि स्थितम् ॥१८॥

અહો,મારામાં રહેલું વિશ્વ ખરું જોતાં મારામાં રહેલું જ નથી,

--મને બંધન પણ નથી અને મોક્ષ પણ નથી,અને હવે,

--કોઈ પણ આધાર (આશ્રય) વિના ઉભી થઇ ગયેલી “જગત-રૂપ ભ્રાંતિ” (ભ્રમ) શાંત થઇ ગઈ છે (૧૮)

 

सशरीरमिदं विश्वं न किञ्चिदिति निश्चितम् । शुद्धचिन्मात्र आत्मा च तत्कस्मिन् कल्पनाधुना ॥१९॥

શરીર સાથે આ વિશ્વને (જગતને) કશું લાગતું વળગતું નથી,

--(કારણ શરીરમાં રહેલો) આત્મા તો શુદ્ધ “ચૈતન્ય” માત્ર જ છે,તો પછી,

--જગતની કલ્પના શામાં કરવી ? (જગત મિથ્યા છે)(૧૯)

 

शरीरं स्वर्गनरकौ बन्धमोक्षौ भयं तथा । कल्पनामात्रमेवैतत् किं मे कार्यं चिदात्मनः ॥ २०॥

શરીર-જગત,બંધન-મોક્ષ,સ્વર્ગ-નરક,ભય-

--એ બધું કલ્પના માત્ર જ છે, તો તેની સાથે,

--“હું” કે જે “ચિદાત્મા-રૂપ”(આત્મા-રૂપ)  છું,તેને (તે બધા સાથે) શો સંબંધ? (૨૦)

 

अहो जनसमूहेऽपि न द्वैतं पश्यतो मम । अरण्यमिव संवृत्तं क्व रतिं करवाण्यहम् ॥२१॥

અહો, (આ રીતે) આ સમસ્ત જગતના જન-સમુદાયમાં (મનુષ્યોમાં) પણ,

--હવે મને “દ્વૈત” દેખાતું નથી (હું દ્વૈત જોતો નથી-સર્વ જગ્યાએ એક પરમાત્મા દેખાય છે) એટલે,

--મારા માટે તે બધું (જન-સમુદાય) જંગલ જેવું થઇ ગયું છે,તો પછી હું શામાં આસક્તિ રાખું?(૨૧)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૫

प्रकाशो मे निजं रूपं नातिरिक्तोऽस्म्यहं ततः । यदा प्रकाशते विश्वं तदाहं भास एव हि ॥८॥

પ્રકાશ (જ્ઞાન) એ જ “મારું પોતાનું સ્વ-રૂપ છે”  જેથી “હું” પ્રકાશથી જુદો છું જ નહિ,

--એટલે જગત જયારે પ્રકાશે (ભાસે) છે,ત્યારે “હું” (આત્મા) જ જગત રૂપે ભાસે છે.(૮)

 

अहो विकल्पितं विश्वमज्ञानान्मयि भासते । रूप्यं शुक्तौ फणी रज्जौ वारि सूर्यकरे यथा ॥९॥

જેમ,અજ્ઞાનને લીધે છીપલામાં ચાંદી ભાસે (દેખાય) છે, દોરડામાં સર્પ ભાસે છે,અને

--સૂર્યના કિરણોમાં જેમ  મૃગ-જળ ભાસે છે, તેમ,

--અજ્ઞાનથી જ કલ્પાયેલું જગત મારામાં (“હું” માં) ભાસે છે.(૯)

 

मत्तो विनिर्गतं विश्वं मय्येव लयमेष्यति । मृदि कुम्भो जले वीचिः  कनके कटकं यथा ॥१०॥

જેમ,માટીમાંથી બનેલો ઘડો માટીમાં, પાણીમાંથી ઉપજેલો તરંગ પાણીમાં અને,

--સોનામાંથી બનેલું કડું સોનામાં જ લય પામે છે (મળી જાય છે) તેમ,

--મારામાંથી (આત્મામાંથી) ઉદ્ભવ પામેલું જગત મારામાં જ (આત્મામાં જ) લય પામે છે.(૧૦)

 

अहो अहं नमो मह्यं विनाशो यस्य नास्ति मे । ब्रह्मादिस्तम्बपर्यन्तं जगन्नाशोऽपि तिष्ठतः ॥११॥

બ્રહ્માથી માંડીને તરણા (તૃણ) સુધીના જગતનો નાશ થાય છે પણ,

--“હું” (આત્મા) નો વિનાશ થતો નથી,તેવા

--આત્માને નમસ્કાર કરું છું, અહો,તે આત્મા કેટલો આશ્ચર્ય સભર છે ?!!  (૧૧)


अहो अहं नमो मह्यमेकोऽहं देहवानपि । क्वचिन्न गन्ता नागन्ता व्याप्य विश्वमवस्थितः ॥१२॥

અહો,હું મને એટલે કે મારામાં જ રહેલા “હું” (આત્મા) ને નમન કરું છું,

--હું દેહધારી હોવા છતાં “એક” જ છું (હું અને આત્મા એક જ છું),

--જે આત્મા,નથી કશે જતો કે નથી કશે આવતો,પરંતુ હું જગતને વ્યાપીને રહ્યો છે.(૧૨)

 

अहो अहं नमो मह्यं दक्षो नास्तीह मत्समः । असंस्पृश्य शरीरेण येन विश्वं चिरं धृतम् ॥१३॥

અહો, હું, મને એટલે કે મારામાં રહેલા “હું” (આત્મા) ને વંદન કરું છું,

--મારા (મારા આત્મા) જેવો કોઈ ચતુર નથી કે જેના વડે (જે આત્મા વડે)

--આ શરીર સાથે સંસર્ગ સાધ્યા વિના પણ આ વિશ્વ ચિરકાલથી ધારણ કરાયું છે (૧૩)


अहो अहं नमो मह्यं यस्य मे नास्ति किञ्चन । अथवा यस्य मे सर्वं यद् वाङ्मनसगोचरम् ॥१४॥ 

અહો, હું મને એટલે કે મારામાં રહેલા “હું” (અહં-આત્મા) ને નમસ્કાર કરું છું,

--જે “મારા” માં (આત્મામાં)  કાંઇ જ (કશુંય) નથી,અને (છતાં ય પણ)

--તે “મારા”માં (આત્મામાં) મન અને વાણી જેવા વિષયોરૂપ બધું યે છે (પણ ખરું) !! (૧૪)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૪

પ્રકરણ-૨


॥ जनक उवाच ॥

अहो निरञ्जनः शान्तो बोधोऽहं प्रकृतेः परः । एतावन्तमहं कालं मोहेनैव विडम्बितः ॥१॥

જનક કહે છે કે-શું હું નિર્દોષ,શાંત,જ્ઞાનરૂપ,અને પ્રકૃતિથી પર છું ? પણ (અહો)

--આ તો ખરે,આશ્ચર્યની વાત છે કે-આટલા સમય સુધી હું મોહ વડે ઠગાયો છું !!(૧)

 

यथा प्रकाशयाम्येको देहमेनं तथा जगत् । अतो मम जगत्सर्वमथवा न च किञ्चन ॥२॥

જેવી રીતે આ દેહને એક માત્ર “હું” જ (આત્મા તરીકે) પ્રકાશમાન કરું છું,

--તેવી રીતે જગતને પણ “હું” જ (આત્મા=પરમાત્મા –તરીકે) પ્રકાશમાન કરું છું. આથી,

--(આત્મા તરીકે) સમસ્ત જગત મારું છે,અથવા મારું કંઈ નથી (સર્વ પરમાત્માનું છે) (૨)

 

स शरीरमहो विश्वं परित्यज्य मयाधुना । कुतश्चित् कौशलाद् एव परमात्मा विलोक्यते ॥३॥

અહો, જગત એ પરમાત્માથી જુદું ના હોવા છતાં,(જે વાત આજે જ જાણી) પણ,

--આ વાત જ્યાં સુધી જાણી નહોતી ત્યારે તે વખતે જગતને સાચું જ માન્યું હતું.પરંતુ,

--હવે ઉપદેશના જ્ઞાનથી તેનું મિથ્યાત્વ સમજાઈને,આ જગતમાં જ પરમાત્માનું દર્શન થાય (૩)

 

यथा न तोयतो भिन्नास्तरङ्गाः फेनबुद्बुदाः । आत्मनो न तथा भिन्नं विश्वमात्मविनिर्गतम् ॥४॥

જેમ,પાણીમાંથી જ ઉત્પન્ન થયેલા તરંગો,ફીણ અને પરપોટા,એ પાણી થી જુદા નથી,

--તેમ,આત્મામાંથી બહાર નીકળેલું (બનેલું) આ જગત આત્માથી ભિન્ન નથી. (૪)


तन्तुमात्रो भवेद् एव पटो यद्वद् विचारितः । आत्मतन्मात्रमेवेदं तद्वद् विश्वं विचारितम् ॥५॥ 

જેમ,વિચાર કરતાં જણાય છે કે-કપડું એ તાંતણારૂપ (દોરારૂપ) છે એટલે કે,

--તાંતણાથી જ કપડાનું અસ્તિત્વ છે,તાંતણા એ કપડાથી જુદા નથી,તેમ,

--આ જગત પણ આત્માનો જ અંશ છે.જગત આત્માથી જુદું નથી.(૫)


 यथैवेक्षुरसे क्लृप्ता तेन व्याप्तैव शर्करा । तथा विश्वं मयि क्लृप्तं मया व्याप्तं निरन्तरम् ॥६॥

જેમ,શેરડીના રસમાં કલ્પિત રીતે પણ  સાકર તો રહેલી જ છે, અને,

--સાકરમાં શેરડીનો રસ કલ્પિત રીતે વ્યાપ્ત રહેલો જ છે,તેમ,

--આત્મામાં કલ્પાયેલું જગત,આત્મા વડે જ વ્યાપ્ત રહે છે.(૬)


आत्मज्ञानाज्जगद् भाति आत्मज्ञानान्न भासते । रज्ज्वज्ञानादहिर्भाति तज्ज्ञानाद् भासते न हि ॥७॥ 

જેમ,દોરડાના અજ્ઞાનથી જ તે દોરડામાં (અંધારાને લીધે) સર્પનો ભાસ થાય છે,પરંતુ

--દોરડાનું  જ્ઞાન થતા જ (અજવાળું થતાં)  તેમાં સર્પ ભાસતો નથી,તેમ,

--આત્માના (સ્વ-રૂપના) અજ્ઞાનને લીધે જગત ભાસે છે,પણ આત્મજ્ઞાન થતાં જગત ભાસતું નથી (૭)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૩


निःसङ्गो निष्क्रियोऽसि त्वं स्वप्रकाशो निरञ्जनः । अयमेव हि ते बन्धः समाधिमनुतिष्ठति ॥१५॥

તું અસંગ,અક્રિય (કોઈ પણ ક્રિયા વગરનો),સ્વયંપ્રકાશ અને નિર્દોષ છે.

--તું જે સમાધિ (સમાધિ–વગેરેની ક્રિયા)  કરી રહ્યો છે

--તે જ તારું બંધન છે (કેમ કે આત્મા તો અક્રિય છે) (૧૫)

 

त्वया व्याप्तमिदं विश्वं त्वयि प्रोतं यथार्थतः । शुद्धबुद्धस्वरूपस्त्वं मा गमः क्षुद्रचित्तताम् ॥१६॥

તારા વડે જ આ વિશ્વ વ્યાપ્ત થયેલું છે,અને તારામાં જ આ વિશ્વ વણાયેલું છે,

--ખરી રીતે જોતાં તો તું શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ જ છે, માટે

--તારી ક્ષુદ્ર ચિત્તવૃત્તિને (મનથી હું બંધાયેલો છું તેવી ચિત્તવૃત્તિને) વશ ના થા (૧૬)

 

निरपेक्षो निर्विकारो निर्भरः शीतलाशयः । अगाधबुद्धिरक्षुब्धो भव चिन्मात्रवासनः ॥ १७॥

તું કશાની પણ ઈચ્છા વિનાનો,કોઈ પણ જાતના વિકારો વિનાનો,

--શાંત અંતઃકરણ વાળો,અગાધ (ઊંડી) બુદ્ધિવાળો,ક્ષોભ વગરનો. અને

--માત્ર ચૈતન્ય (આત્મા) માં જ નિષ્ઠા (વિશ્વાસ) રાખનારો થા.(૧૭)

 

साकारमनृतं विद्धि निराकारं तु निश्चलम् । एतत्तत्त्वोपदेशेन न पुनर्भवसम्भवः ॥१८॥

તું સાકાર (શરીર-વગેરે) ને ખોટું  માન,અને

--નિરાકાર “તત્વ” (આત્મા-પરમાત્મા) ને નિશ્ચલ માન,

--આ તત્વના જ્ઞાનથી સંસારમાં ફરી જન્મવાનો સંભવ રહેતો નથી.(૧૮)

 

यथैवादर्शमध्यस्थे रूपेऽन्तः परितस्तु सः । तथैवाऽस्मिन् शरीरेऽन्तः परितः परमेश्वरः ॥ १९॥

જેવી રીતે અરીસાની મધ્યમાં પ્રતિબિંબિત થયેલા,

--પ્રતિબિંબના રૂપની અંદર,બહાર,અને ચારે બાજુ માત્ર અરીસો જ રહેલો છે (બીજું કાંઇ નહિ) તેવી રીતે

--આ શરીરમાં પણ અંદર,બહાર અને ચારે બાજુ એ એક માત્ર ચૈતન્ય (ઈશ્વર) જ રહેલું છે.(૧૯)

 

एकं सर्वगतं व्योम बहिरन्तर्यथा घटे । नित्यं निरन्तरं ब्रह्म सर्वभूतगणे तथा ॥ २०॥

જેવી રીતે ઘડામાં રહેલું આકાશ (ઘડાકાશ) અને બહાર રહેલું સર્વવ્યાપક આકાશ (મહાકાશ) એ એક જ છે,

--તેવી રીતે સમસ્ત પ્રાણી માત્રમાં (જીવ માત્રમાં) અંદર (આત્મા રૂપે) અને બહાર,

--નિત્ય,અવિનાશી,બ્રહ્મ (પરમાત્મા) રહેલું છે.(૨૦)

 

પ્રકરણ -૧-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE