Oct 7, 2011

તરંગ


પરમાત્મા તરંગ વિહીન  છે
આકાશ ને કોઈ તરંગ હોઈ શકે ?

શાસ્ત્રોમાં મહાકાશ અને ઘડાકાશ નું વર્ણન છે .

ઘડા ની અંદર નું આકાશ એ આત્મા છે -(ઘડાકાશ )
અને ઘડા ની બહાર જે અનંત આકાશ છે તે મહાકાશ ...

ઘડો માટીનો બનેલો હોય તો
તે ઘડાનું આવરણ તે શરીર છે -માયા છે
આજ ઘડો જયારે ફૂટી જાય છે
તે મ્રીત્યું છે .....

ઘડા નું આકાશ - બહાર ના આકાશ માં મળી જાય છે ....

આ સામાન્ય ઉદાહરણ છે

અંધારું-Andharu


આમ જોવા જાઓ તો અંધારાની કોઈ વ્યાખ્યા નથી ........
કે અંધારાને ચાર પાંચ માણસો બોલાવીને ધક્કા મારીને દુર કરાવી સકાય તેમ નથી ........


અંધારા નું અસ્તિત્વ છે જ નહિ ,,
અજવાળું નથી એટલે અંધારું છે?


આપણે બધા હાલ આજની ઘડી એ મુક્ત અવસ્થા માં જ છીએ ......
બંધન પણ આપણા અને મુક્તિ પણ આપણી .........


સ્વામી વિવેકાનંદે સરસ કહ્યું છે ..........


દરેક આત્મા અપ્રગટ રૂપે પરમાત્મા છે ,
બાહ્ય અને આંતર પૃકૃતિ પર વિજય પામી ને
આત્મા પ્રગટ કરવાનું મુખ્ય ધ્યેય છે .....
આના માટે કોઈ પણ રસ્તો પસંદ કરો ....
----------------------------------------------------------
આત્મા નો અનુભવ થઇ જાય તો બેડો પાર છે ........
બધા ને ખબર છે  
અને વાતો પણ કરે છે કે "આત્મા પરમાત્મા છે ""
પણ
એનો અનુભવ કેટલા એ કર્યો હશે ??
----------

હા ..થોડા સમય પર થોડું કૈક આવું લખ્યું હતું ,,,

-------
થયું અંતર નું અજવાળું ,કે બંધ આંખે નિહાળું
અંધ થયો તો ખુલી આંખે
મોહ થયો તો દુનિયા સાથે ,,,

સરનાગત થી કૃપા થઇ ને
એવું થયું અજવાળું ,કે બંધ આંખે નિહાળું ........
અનિલ
જુલાઈ ૨૦૧૧
--------------
સર્વે જના સુખી નો ભવન્તુ ...

અનિલ

Sep 23, 2011

પંચમહાભૂત




આપણું શરીર પંચ મહાભૂત નું બનેલું છે .

પહેલું તત્વ --આકાશ-- છે.  

     આકાશ કે જેને મહાકાશ અથવા શૂન્યાવકાશ પણ કહી શકાય ....

      -- આધુનિક વિજ્ઞાને પુરવાર કર્યું છે કે શૂન્યાવકાશ માં
       ધ્વનિ ના --તરંગો--ફરી શકે નહી .એટલે
          આ આકાશ ને સાંભળી શકાય નહી --કાનથી ----
      --આકાશ ને જોઈ પણ શકાતું નથી ---------આંખથી ---    
         તો પછી તેનું વર્ણન કેમ થી શકે?
     
       --- એટલે જ કહેવાય છે કે --શુદ્ધ પરમ તત્વ --આકાશ --
        પાંગળું છે --મૂઢ છે ..

      ઉદાહરણ તરીકે -માત્ર સમજવા તરીકે જોઈએ તો ---

      આપણી પાસે કોમ્પ્યુટર હોય પણ જો તેમાં બેટરી ના હોય તો
      કોમ્પ્યુટર પાસે ઘણું બધું હોવા છતાં તે પાંગળું છે.....

      જો તર્ક ને આગળ દોડાવવો હોય તો ગ્રંથો મુજબ -
     સરળતાથી સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું  અને કહ્યું કે --

      આકાશ --ના "દેવ" ---વિષ્ણુ છે. (પુરૂષ -બ્રહ્મ)
     અને માથે હાથ મુકીને -આંખો બંધ કરીને આરામ કરી રહ્યા છે .......

       વધુ આગળ વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...


બીજું તત્વ --વાયુ --છે 

      આકાશ -વાયુથી-પ્રાણ થી -શક્તિ થી ભરેલો છે
     
      આ વાયુ પણ જોઈ શકતો નથી ........આંખથી
      સાંભળી પણ શકતો નથી .................કાન થી

      એટલે તેનું પણ વર્ણન કેમ થી શકે ?

      પણ તેમાં પ્રાણ શક્તિ છે અને તેમાં તરંગો બની શકે ...
      તરંગો જો થાય તો કાનથી તેને સાંભળી શકાય .

       
      ઉદાહરણ તરીકે -માત્ર સમજવા તરીકે જોઈએ તો ---

      આપણી પાસે જે કોમ્પ્યુટર છે તેની  બેટરી -શક્તિ તે વાયુ છે.      

      જો તર્ક ને આગળ દોડાવવો હોય તો ગ્રંથો મુજબ -
     સરળતાથી સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું  અને કહ્યું કે --

      વાયુ --ની "દેવી "---લક્ષ્મીછે. (સ્ત્રી-માયા -પ્રકૃતિ  -માતાજી)
      અને માથે હાથ મુકીને -આંખો બંધ કરીને આરામ કરી રહેલા
      વિષ્ણુ ને પગે હાથ મૂકી જગાડી રહ્યા છે ....

       વધુ આગળ વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...

ત્રીજું તત્વ -તેજ -છે 

      આ તેજ એટલે કે પ્રકાશ તત્વ પણ સર્વત્ર છે.

      પ્રકાશ ને જોઈ શકાય છે ....આંખ થી

      જ્યાં અંધારું નથી તે પ્રકાશ છે .

      સમય ---ને શરુ કરનાર આ તેજ તત્વ છે.


      ઉદાહરણ તરીકે -માત્ર સમજવા તરીકે જોઈએ તો ---

      આપણી પાસે જે કોમ્પ્યુટર છે તેમાં એક ક્લોક હોય છે
      અને તેના વગર કમ્પ્યુટર ને સમજ નથી હોતી કે તે ક્યાં છે
      અને ક્યોં થી શરૂઆત કરવાની છે  !!!!

      જો તર્ક ને આગળ દોડાવવો હોય તો ગ્રંથો મુજબ -
      સરળતાથી સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું  અને કહ્યું કે --

        તેજ ના દેવ -સુરજ- છે . (પુરૂષ-બ્રહ્મા-)
       અને માથે હાથ મુકીને -આંખો બંધ કરીને આરામ કરી રહેલા
        વિષ્ણુ ને માતાજી બંને ના મિલન થી વિષ્ણુ જાગે છે ---
      તેમની આંખો ખુલે છે --"હું' નું ભાન થાય છે -પ્રકાશ થાય છે --
      એટલે -સ્વ -નું ભાન થાય છે.

      એક તરંગ ની "અ ઉ મ -ઓમ " ની ઉત્પત્તિ -----
     
      એક નવા સર્જન ની શરૂઆત ..........બ્રહ્મા ની --સુર્યની

       વધુ આગળ વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...

ચોથું તત્વ --જલ -- છે 

      બ્રહ્માંડ માં- જલ -નું સર્જન પણ સૂર્ય અને શક્તિ ના સંયોગ થી થયેલું છે.
      બીજા શબ્દો માં કહીએ તો જલ માં  સૂર્ય (બ્રહ્મા )અને શક્તિ (પરસેવા રૂપ??) નો એક નાનો અંશ છે.
       એક નવું સર્જન છે .

          જો તર્ક ને આગળ દોડાવવો હોય તો ગ્રંથો મુજબ -
       સરળતાથી સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું  અને કહ્યું કે --

        જલ ના દેવ-શિવ -છે  (પુરૂષ અંશ -સ્ત્રી અંશ)

            .શિવ અને શક્તિ અવિભાજ્ય બનાવ્યા .
         શક્તિ વિભાજીત થઇ અને સંહારક શક્તિ નું તેમને પ્રદાન થયું .
       

            જલ- શક્તિ- સંહારક છે તેનો અનુભવ બધાને છે .

            વધુ આગળ વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...

પાંચમું તત્વ -પૃથ્વી-છે 
   
        આ પૃથ્વી બ્રહ્માંડ નું સર્જન નો એક ભાગ છે
       તેથી
       આ પૃથ્વી પણ -સમય- નો એક ભાગ છે .

          પૃથ્વી પણ જલશક્તિ ના વિઘ્ન  ને દૂર કરી અને વિઘ્ન માં થી બહાર નીકળી
           તેની સાથે મળી અને એક નવી સૃષ્ટિ નું સર્જન કરે છે.

      સરળતાથી સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું  અને કહ્યું કે --

        પૃથ્વી ના દેવ -ગણેશ - છે . (પુરૂષ અંશ -બ્રહ્મા અંશ )
        શિવ અને શક્તિ નાં પુત્ર છે .
     

       વધુ આગળ વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...

Sep 22, 2011

શરીર અને ઇન્દ્રિઓ




શરીર માં
--૫ -કર્મેન્દ્રિયો છે -જેનું કામ કર્મ કરવાનું છે
--૫ -જ્ઞાનેદ્રીઓ છે-જેનું કામ જ્ઞાન મેળવવાનું છે .
આ ઉપરાંત
મન,બુદ્ધિ અને અહંકાર ને પણ ઇન્દ્રિઓ ની સાથે મુકેલી છે.
જે વધુ સુક્ષ્મ છે .

દરેક ઇન્દ્રીઓ ના વિષયો છે.
અને દરેક ઇન્દ્રીઓ વિષયો તરફ ઢળતી હોય છે.

પાંચ કર્મેન્દ્રિઓ નું નિરિક્ષણ પ્રમાણ માં સહેલું છે .
જ્ઞાનેદ્રીઓ નું નિરિક્ષણ થોડુંક અઘરું છે .

જ્ઞાનેન્દ્રિઓ માં ચાર તો એક જ જગ્યાએ નજીક નજીક
માથા માં આવેલી છે. અને
પાંચમી ત્વચા  શરીર માં સર્વત્ર ફેલાયેલી છે .

જ્ઞાનેદ્રીઓ ને થતા જુદા જુદા  અનુભવો નું જ્ઞાન
તે જ્ઞાનેદ્રીઓ બુદ્ધિ ને આપે છે .
બુદ્ધિ આ અનુભવ જ્ઞાન સંગ્રહ કરે છે.અને

આ બુદ્ધિ જયારે આ જ્ઞાન નો અહમ કરે ત્યારે
જ્ઞાન અને બુદ્ધિ સીમિત થઇ જાય છે.

અને આ સીમિત બુદ્ધિ જયારે અહંકાર ના વર્તુળ માં રહી
જે વિચારો કરે તેને મન- વિચારો પણ કહી શકાય ...

મૂળભૂત સત્ય નું જ્ઞાન અંદર રહેલું જ છે ,પણ
આ અનુભવ જ્ઞાન કે જેને અજ્ઞાન કહીએ તો તે ---
અજ્ઞાન થી જ્ઞાન ઢંકાયેલું છે.

જે હરદમ બદલાતું રહે તે સાચું જ્ઞાન ના હોઈ શકે.
અને તેથી જ તેને અજ્ઞાન  કહી શકાય .

અહંકાર નું પડળ હટે તો બુદ્ધિ નવું જ્ઞાન સ્વીકારવા તૈયાર થાય છે.
બુદ્ધિ ના વિચારો મુક્ત બને તો મન મુક્ત બને .

ટૂંક માં
જ્ઞાનેદ્રીઓ તેના વિષયો સાથે સાથે ના તાદ્મ્યતા થી
જે જ્ઞાન નો (કે અજ્ઞાન નો)સંગ્રહ થાય છે.....

અહીં જો ---સત્ય જ્ઞાન--- નો અભાવ હોય તો શંશયો પેદા થાય છે.

આ શંશયો તે

પાપ-પુણ્ય
સત્ય-અસત્ય
સુખ-દુઃખ
શાંતિ-અશાંતિ
જ્ઞાન-અજ્ઞાન
સન્માર્ગ-કુમાર્ગ
અનુકુળ-પ્રતિકુળ
તર્ક -વિતર્ક

આવા હોઈ શકે.

Sep 12, 2011

ગુરૂ




હાલના જમાનામાં
શ્રધ્ધા,પ્રેમ,આત્મા ,પરમાત્મા ,સત્ય
આવા બધા શબ્દો બોલાય છે જરૂર પણ તેનો
સાચો અર્થ સમજ્યા વગરજ ........

જીવન ની અંદર મુશ્કેલી ઓ આવે --
અશાંતિ આવે --ચિંતા ઓ આવે
ત્યારે
રાહત મેળવવા
એક
છટકબારી તરીકે ---
ઈશ્વર ની નજીક જવા --
"ગુરુ"ની શોધ  ચાલે છે.

રસ્તા માં કોઈ એક ગુરૂ મળી જાય ........
અને જો આ ગુરૂ કોઈ રાહત ના આપે તો
તરતજ બીજા ગુરૂ ની શોધ ચાલુ થઇ જાય છે....

ગુરૂ હાલ ના જમાના માં એક બજારુ વસ્તુ બની ગયા છે.

આવો સોદાબાજી જે ગુરૂ ખોળે છે --
તેને ગુરૂ ની જરૂર નથી --તે નક્કી છે .

પહેલાં ના જમાના માં જયારે પુસ્તકો નહોતાં -ઈન્ટરનેટ નહોતું
ત્યારે જ્ઞાન મેળવવા -ગુરૂ ની જરૂર હતી-

ગુરૂ માર્ગ દર્શક હતા -અને તેને ચરણે બેસવાથી
"અહમ"ની નિવૃત્તિ થતી હશે!!!!!!!

પણ હવે તો બધું જ્ઞાન "ગૂગલ " માં હાજર છે !!!!!---

અત્યાર ના જમાના માં
સાચો ગુરૂ માર્ગ દર્શક બની શકે ---
અથવા
માર્ગ માં આવતી મુશ્કેલી ઓ કેમ નિવારવી તેની
સાચી સલાહ પોતાના અનુભવ મુજબ આપી શકે ---

પણ

રસ્તા પર તો આપણે જ ચાલવાનું છે..........

ગુરૂ એ કોઈ એવી સત્તા નથી કે જે
આપણા આર્થિક કે પાર્થિવ પ્રશ્નો નો ઉકેલ કરે ---

સાચા ગુરૂ  મળવા મુશ્કેલ હોય છે.......
કહે છે કે આપણે તૈયાર હોઈએ કે થઈએ
ત્યારે ગુરૂ આપણી પાસે સામે આવી જાય છે ---

સાચા ગુરૂ ને
કોઈ સંપ્રદાય --વાદ --સંસ્થા -આશ્રમ --
ના હોઈ શકે ---
અને હોય તો તેની સાથે કોઈ આત્મીયતા ના હોઈ શકે --

અને જો ઉપરનું કશુક  પણ હોય તો ---

સમજવું કે -
સત્ય શું છે તે --તે જાણતા નથી ............

અને એક અજ્ઞાની -બીજા ને જ્ઞાન શું આપી શકે ?

જો બારીકાઈ થી નિરિક્ષણ કરીએ તો --
આપણે
આપણા  પોતાના પ્રોબ્લેમો કયા છે ?
તે પોતાની જાતે ખોળવાની તકલીફ લેતા નથી --
પણ
બહાર થી કોઈ મદદ મળે કે રાહત મળે
તેના માટે ગુરૂ ને ખોળીએ છીએ ..........

આમ સાચી રીતે તો "ગુરૂ" "શબ્દ" પ્રત્યેજ આકર્ષણ છે........

હકીકત માં તો
દરેક વ્યક્તિ પોતે જ પોતાનો ગુરૂ બની શકે છે ......
અને સત્ય ને પામી શકે છે.......

મન માં ચાલતી પ્રક્રિયાઓ નું નિરિક્ષણ બારીકાઈ થી
કરવા માં આવે તો
ધીરે ધીરે
"સત્ય" ને પામી શકાય ......

અનિલ
સપ્ટેબર-૨૦૧૧

Sep 11, 2011

બારીકાઈ થી નિરિક્ષણ-૧-Vipasana-Gujarati


 Go to Page---  1  ---  2   ---  3  ---   4   


અત્યારની ભાગદોડ ની જિંદગીમાં કોઈને કશા માટે સમય નથી .....
અને જયારે સમય જ સમય હોય તેવી પરિસ્થિતિ માં
માનવ પહોચે ત્યારે તે સમય ને --સમજીને-- વિચારી શકે-- તેવી સ્થિતિ રહેતી નથી.

માનવ ને જો જરા બેસવાનું કહેવામાં આવે તો તે તરત જ પૂછે છે કે--
બેસીને શું કરવાનું?
કૈક કરવાનું ,-જેમકે માળા ફેરવવાનું આપો તો કદાચ માનવી બેસે!!!!!!!
પણ
જો એમ કહીએ કે કશું જ કરવાનું નથી --બસ બેસો ---
તો મોટા ભાગ ના માનવો બેસવા તૈયાર નહી થાય .......

વિપાસના એ પાલી  ભાષા નો શબ્દ છે (-વિપસ્યના એ સંસ્કૃત શબ્દ છે ..)

પાલી ભાષા માં વિપાસના નો અર્થ થાય છે ---જુઓ ----

થોડો ઊંડાણ થી અર્થ જોઈએ તો -
બારીકાઈ થી નિરિક્ષણ કરો --ધ્યાન કરીને અવલોકન કરો --અને સાક્ષી બનો.

બુદ્ધ ની આ રીત છે -જેનાથી તે પ્રબુદ્ધ થયેલા........

ફક્ત ત્રણ પગથિયા છે --ચોથું ભેટ રૂપે મળે છે

પહેલું પગથિયું  છે કે-           શરીર ને જુઓ અને સાક્ષી બનો
બીજું પગથિયું  છે કે -           મન ને (વિચારોને ) જુઓ અને સાક્ષી બનો
ત્રીજું પગથિયું છે કે -             હૃદયને (લાગણી ઓને )જુઓ અને સાક્ષી બનો

આ ત્રણ ને જો સંપૂર્ણ રીતે -પરફેક્ટ રીતે કરવામાં આવે તો એ
મંદિરના દ્વારે પહોંચી જવાય છે ...કે જે

ચોથું અને છેલ્લું પગથિયું છે અને તે પ્રભુ ની" ભેટ" છે ...
આપણી હયાતિ ની એ પરિસીમા છે -જેમાં આપણે ખુદ ને
ઓળખી જઈએ છીએ --
તેના માટે કશું  એ કરવાનું નથી  ...

આને આપણે પ્રબુદ્ધતા કહીએ-કે મુક્તિ કહીએ કે આત્મ ની ઓળખ કહીએ --
કે સત્ય ની પ્રાપ્તિ કહીએ ........


 Go to Page---  1  ---  2   ---  3  ---   4