વૈવાહિક પર્વ
અધ્યાય-૭૦-પાંડવો પ્રગટ થયા
II वैशंपायन उवाच II ततस्तृतिये दिवसे भ्रातरः पञ्च पांडवा : I स्नाताः शुक्लांबरधरा: समये चरितव्रताः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ત્રીજે દિવસે પાંડવોએ સ્નાન કર્યું,ઉજ્જવળ વસ્ત્રો પહેર્યા,સર્વ આભૂષણો સજ્યાં અને યોગ્ય કાળે અજ્ઞાતવાસના વ્રતની પૂર્ણાહુતિ કરી.ને પછી,યુધિષ્ઠિરને આગળ કરીને વિરાટરાજની સભામાં જઈને રાજાઓ માટેના આસનો પર વિરાજ્યા ત્યારે તેઓ વેદીમાં રહેલા અગ્નિઓની જેમ શોભવા લાગ્યા.થોડીવારે વિરાટરાજ સર્વ રાજકાર્યો કરવા માટે તે સભામાં આવ્યા ત્યારે કંકના તરફ જોઈને તેને કહ્યું કે-અરે,તું તો દ્યુત રમનારો છે એટલા માટે મેં તને આ સભાનો સભાસદ નીમ્યો છે,તો તું આમ સારી રીતે અલંકાર ધારણ કરીને કેમ રાજાના આસન પર ચડી બેઠી છે? (7)