રામોપાખ્યાન પર્વ
અધ્યાય-૨૭૩-યુધિષ્ઠિરનો માર્કંડેયને પ્રશ્ન
II जनमेजय उवाच II एवं हृतायां कृष्णायां प्राप्य क्लेशमनुत्तमम् I अत ऊर्ध्व नरव्याघ्राः किमकुर्वत पम्दवाः II १ II
જન્મેજય બોલ્યા-આ રીતે દ્રૌપદીનું હરણ થયું ને તેને પાછી મેળવ્યા બાદ તે નરસિંહ પાંડવોએ શું કર્યું?
વૈશંપાયન બોલ્યા-દ્રૌપદીને છોડાવીને ધર્મરાજ યુધિષ્ઠિર મુનિગણો સાથે બેઠા હતા ત્યારે તેમણે
માર્કંડેયને કહ્યું-'હે ભગવન,દેવર્ષિઓમાં તમે ભૂત અને ભવિષ્યના વેત્તા તરીકે પ્રસિદ્ધ છો,
તેથી હું તમને મારા હૃદયમાં રહેલા એક સંશય વિષે પૂછું છું તો તમે તેનું નિરાકરણ કરો.