અધ્યાય-૨૬૭-જયદ્રથ અને દ્રૌપદીનો સંવાદ
II वैशंपायन उवाच II तधासिनेषु सर्वेषु तेषु राजसु भारत I यदुक्तं कृष्णया सार्धं तत्सर्व प्रत्यवेदयत् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,કોટિકાસ્યે,જયદ્રથ પાસે આવીને કૃષ્ણાએ જે કહ્યું હતું તે સર્વ કહી સંભળાવ્યું.
ત્યારે જયદ્રથ બોલ્યો-'હું પોતે જ એ દ્રૌપદીની પાસે જઈશ' એમ કહી તે તે બીજા છ જણને સાથે લઈને
તે આશ્રમમાં જઈને કૃષ્ણાને કહેવા લાગ્યો કે-'હે સુંદરી તું કુશળ છે ને? તારા સ્વામીઓ સારા છેને?'