May 2, 2024

મહેંક-By અનિલ શુક્લ

 

ખોળ્યો હતો તને,કદીક આયનામાં  કે કદીક પડછાયામાં,
સમીપમાં જ તું હતો,પણ શાને બનાવ્યું હતું જીવન ખારું ?

બની ગયો જ્યાં હું ખુદ જ આયનો,કરી નજર જ્યાં "હું" મહી,
સોહે છે,દીપે છે,ઝગઝગાટ પ્રતિબિંબ તારું,નથી શું તે ન્યારું?

વચ્ચે  ઉભો રહી પ્રકાશની,હું જ બનાવતો,મારો જ પડછાયો,
મીટી ગયો "હું" તો પડછાયો હવે ક્યાંથી? સર્વ-રૂપ છે તારું

ખીલે છે નિત્ય એક ફૂલ નવું,ને મહેંક ની તેની તો શું કહેવું?
મહેંક્યો છે અનિલ,સંગ થી તારા,તો સર્વ જગ થઇ ગયું ખારું !

અનિલ શુક્લ
6,જાન્યુઆરી-2016

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-504

 

અધ્યાય-૨૨૫-સ્વાહાથી કાર્તિકેય (સ્કંદ)ની ઉત્પત્તિ 


II मार्कण्डेय उवाच II शिवा भार्या त्वंगीरस: शीलरूपगुणान्विता I तस्याः सा प्रथमं रूपं कृत्वा देवी जनाधिप II १ II

માર્કંડેય બોલ્યા-હે જનનાથ,તે સ્વાહાએ પ્રથમ અંગિરાની પત્ની 'શિવા'નું રૂપ લીધું ને અગ્નિ પાસે જઈને કહેવા લાગી કે-'હે અગ્નિ,હું અંગિરાની શિવા નામની પત્ની છું તમે મારો સ્વીકાર કરો.બીજી ઋષિપત્નીઓએ મંત્રણા  કરીને મને મોકલી છે.તમારા હાવભાવ પરથી તમારું મન જાણી લઈને તેઓએ મને અહીં મોકલી છે,તમે મારી કામવાસનાને ઝટ સંતોષો,તેઓ મારી વાટ જુએ છે,મારે ત્યાં જલ્દી પહોંચી જવું પડશે'

May 1, 2024

ભભૂતિ-By અનિલ શુક્લ

 

બસ -અમારે પણ એમ ને એમ ચાલ્યે જાય છે.
મળું કદીક એને તો કદી-એ મને મળી જાય છે.

બની,ફૂંક,બાંસુરીની,એ લાલ ની,વહેતો રહે પવન,
સુગંધિત બની,તે,અહીં-તહીં,પણ વહેતો જાય છે.

નિત્ય  નવા ચમકારા છે,વીજળીના હવે,કહું વધુ શું?
ઘડી-ઘડી આવે ને એ લાલ  ઘડીકમાં ચાલ્યો જાય છે.

લગાવેલી ભભૂતિ,ફળી હોય,એવું અનુભવાતું લાગે,
પરમાનંદની મસ્તીમાં જ બધો સમય વહ્યો જાય છે.

અનિલ શુક્લ 
માર્ચ-2016

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-503

 

અધ્યાય-૨૨૩-કાર્તિકેયની જન્મકથા ને કેશી દૈત્યનો પરાજય 


II मार्कण्डेय उवाच II अग्नीनां विविधा वंशाः कीर्तितास्ते मयानध I शृणु जन्म तु कौरव्य कार्तिकेयस्य धीमतः  II १ II

માર્કંડેય બોલ્યા-હે નિષ્પાપ,મેં તમને અગ્નિઓના વિવિધ વંશો વિષે કહ્યું હવે,બુદ્ધિમાન કાર્તિકેય(સ્કંદ) ની જન્મકથા સાંભળો.'અદભુત' અગ્નિને બ્રહ્મર્ષિઓની ભાર્યાઓથી એક પુત્ર (સ્કંદ-કે કાર્તિકેય) થયો હતો.

Apr 30, 2024

બુઝાતો દીપક-By અનિલ શુક્લ

 

પંગુલતા,પ્રવાસની,હવે સમજાય છે,
લથડાઈ જતા શ્વાસ પણ સમજાય છે.

જરા કહો,પવનને કે બહુ જોર ના કરે,
બુઝાતો દીપક ઝબુક ઝબુક થાય છે.

અનિલ શુક્લ
માર્ચ-2016