અધ્યાય-૨૧૬-પૂર્વજન્મના શાપનું વૃતાંત
II उवाच II एवं शप्तोहमृपिणा तदा द्विजवरोत्तम I अभिप्रसादयमृपिं गिरा त्राहीति मां तदा II १ II
વ્યાધ બોલ્યો-હે શ્રેષ્ઠ દ્વિજવર,ઋષિએ મને આમ શાપ આપ્યો ત્યારે મેં તેમને પ્રસન્ન કરવા કહ્યું કે-
'હે મુનિ,મારુ રક્ષણ કરો.મારાથી અજાણતાં આમ થઇ ગયું છે,તમે ક્ષમા આપો ને પ્રસન્ન થાઓ'
ઋષિ બોલ્યા-મારો આપેલો શાપ મિથ્યા નહિ જ થાય છતાં હું તારા પર કૃપા કરીશ,શૂદ્રયોનિમાં જન્મવા
છતાં તું ધર્મજ્ઞ થશે,માતપિતાની સેવા કરશે,ને તેને પ્રતાપે તું સિદ્ધિ અને મહત્તા પામશે.
તને પૂર્વજન્મની સ્મૃતિ રહેશે,અને શાપનો અંત આવશે એટલે તું ફરીથી બ્રાહ્મણ થશે'
પછી,મેં તેમના શરીરમાંથી બાણ ખેંચી કાઢ્યું ને ત્યાંથી આશ્રમમાં લઇ જઈને સુશ્રુષા કરી એટલે તેમના
પ્રાણ બચી ગયા.આ મારુ પૂર્વજન્મનું વૃતાંત કહ્યું.હવે મારે થોડા જ સમયમાં સ્વર્ગે જવાનું થશે.(8)