Apr 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-482

 

અધ્યાય-૧૯૮-ક્ષત્રિય માહાત્મ્ય ને શિબિચરિત્ર 


II वैशंपायन उवाच II भूय एव महाभाग्यं कथ्यतामित्यब्रवीत्पांडवो मार्कण्डेयम् II १ II

વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિર પાંડવે માર્કંડેયમુનિને કહ્યું-'તમે હજુ ક્ષત્રિયોના માહાત્મ્ય વિષે વધુ કહો'

ત્યારે માર્કંડેય બોલ્યા-વિશ્વામિત્રના પુત્ર અષ્ટકના અશ્વમેઘ યજ્ઞમાં સર્વ રાજાઓ ગયા હતા.યજ્ઞ સમાપ્ત થતાં,

એ અષ્ટક,પ્રતર્દન,વસુમના અને ઉશીનરપુત્ર શિબિ એ ત્રણ ભાઈઓ સાથે રથમાં જતો હતો ત્યારે માર્ગમાં નારદજી મળ્યા.અષ્ટકની પ્રાર્થનાથી નારદજી રથમાં વિરાજ્યા,ત્યારે તેમાંના એક ભાઈએ નારાજીને પૂછ્યું કે-'અમે સર્વ આયુષ્યમાન,ને સર્વ ગુણોથી સંપન્ન છીએ,તો અમે ચારે સ્વર્ગમાં જઈશું પણ ત્યાંથી પાછો અહીં કોણ પહેલો નીચે ઉતરશે?'

Apr 9, 2024

સુગંધમયતા-By અનિલ શુક્લ


 નહોતું રહ્યું વહેવાનું,ને ન હાલે કે ચાલે,
સ્થિરતાનો બન્યો હતો સ્વભાવ પવનનો,
થઇ કૃપા હશે શું અંનતની? વિચારું હવે,
કે સુગંધમયતા પવનની થઇ ગઈ,ક્યાંથી?

જ્યોતિ પ્રકાશની હતી લલાટે સ્થિર ,ને,
સમ બની શ્વાસ બની જતો હતો  સ્થિર,
થઇ કૃપા હશે શું અંનતની? વિચારું હવે,
પ્રકાશનો એ પૂંજ પથરાઈ ગયો ક્યાંથી?

દૂર થઇ હતી તરંગમયતા આકાશની જાણે,
અદ્ભૂત રીતે અનુભવાતું હતું શૂન્ય એ કાને,
થઇ કૃપા હશે શું અનંતની? વિચારું હવે,
એ,નાદ અનહતનો સંભળાઈ ગયો ક્યાંથી?

અનિલ
3,સપ્ટેમ્બર,2017

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-481

 

અધ્યાય-૧૯૭-શિબિરાજાની પરીક્ષા 


II मार्कण्डेय उवाच II देवानां कथा संजाता महीतलं गत्वा महिपतिं शिविमौशिनरं साध्वेनं शिवि जिज्ञास्याम उति I 

एवं भो इत्युक्त्वा अग्निंद्रावुपतिष्ठेताम II १ II

માર્કંડેય બોલ્યા-એકવાર દેવોમાં વાત નીકળી કે-આપણે પૃથ્વી પર ઉશીનરપુત્ર શિબિરાજની પાસે જઈને તેની સારી

રીતે પરીક્ષા લઈએ.તે પરીક્ષા લેવા અગ્નિ ને ઇન્દ્ર તૈયાર થયા.અગ્નિએ હોલાનું રૂપ લીધું ને ઇન્દ્રે બાજનું રૂપ લઈને

માંસની ઈચ્છાથી વેગથી તેની પાછળ પડ્યો.હોલો પણ ગતિથી દોડીને દિવ્ય આસન પર વિરાજેલા

શિબિરાજાના ખોળામાં જઈને પડ્યો.ને રાજાને કહેવા લાગ્યો કે-