અધ્યાય-૧૫૫-પાંડવો ભીમને મળ્યા
II वैशंपायन उवाच II ततस्तानि महार्हाणि दिव्यानि भरतर्षम I बहूनि बहुरूपाणि विरजासि समाह्रुदे II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,પછી,ભીમે તે મહામૂલ્યવાન,દિવ્ય,અનેક રૂપવાળા અને નિર્મળ એવાં ઘણાં કમળો લીધાં.ભીમ જયારે આ પરાક્રમ કરતો હતો ત્યારે યુધિષ્ઠિરના નિવાસસ્થાનમાં પ્રચંડ પવન વાવા લાગ્યો.
ત્યારે મોટી ઉલ્કાઓ કડાકા સાથે પાડવા લાગી ને અંધકાર છવાઈ ગયો.ઉત્પાતોને આ આશ્ચર્ય જોઈને યુધિષ્ઠિર બોલ્યા કે-શું આપણા પર કોઈ ચડી આવશે કે શું? સર્વ સજ્જ થાઓ,આપણે પરાક્રમ કરવાનો સમય આવી ગયો હોય તેમ લાગે છે' યુધિષ્ઠિરે ચારે તરફ દ્રષ્ટિ કરી પણ ભીમ જોવામાં ન આવ્યો એટલે તેમણે કૃષ્ણાને પૂછ્યું.કે-