Feb 6, 2024
લેખકોને આમંત્રણ-Invitation to writers
બાલા જોગણ-By-અનિલ શુક્લ
માધવની મૂર્તિ પર મોહી,મીરા સજળ નયને રોઈ,
રે ફકીરા,તડપાવે શાને? માધવ મારો મને દઈ દેઈ.
માન્યો નહિ ને ચાલી ગયો ફકીરો,મૂર્તિ સંગમાં લેઇ,
અન્ન જળ છોડ્યા મીરાંએ,રોઈરોઈ માધવ વિરહી થેઇ.
આવ્યા માધવ સ્વપ્નમાં,રે ફકીરા,શાની રાખે છે ઠેસ?
સાચવનાર તું હતો મૂર્તિનો,જા,જઈને મીરાને જ દઈ દેઈ.
દોડ્યો ફકીરો,પડ્યો પગે મીરાંને,મોહન મૂર્તિ દેઇ,
હૃદયે ચાંપી,બની બાવરી મીરાં,બાલા જોગણ થેઈ
અનિલ
જૂન-16-2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-418
અધ્યાય-૧૨૫-અશ્વિનીકુમારોને સોમપ્રાપ્તિ
II लोमश उवाच II ते द्रष्टा घोरवदनं मदं देवः शतक्रतुः I आयांतं भक्षयिष्यंतं व्याताननमिवांतकम् II १ II
લોમશ બોલ્યા-કાળની જેમ ખાવાને ધસી આવતા એ ભયંકર મોં વાળા રાક્ષસને જોઈને સ્થિર થયેલા હાથવાળો ઇન્દ્ર ભયથી વારંવાર પોતાનાં ગલોફાં ચાટવા લાગ્યો ને પછી ભયથી પીડાયેલા એ (શતક્રતુ)દેવરાજે ચ્યવનને કહ્યું કે-'હે ભાર્ગવ,આ મારુ સત્ય વચન છે કે આજથી આ અશ્વિનીકુમારો સોમપાનના અધિકારી ગણાશે,તમે મારા પર પ્રસન્ન થાઓ.તમે કૃપા કરો અને ઇચ્છામાં આવે તે કરો' ત્યારે તે ચ્યવનનો કોપ એકદમ ઓસરી ગયો અને તેમણે ઇન્દ્રને એકદમ મુક્ત કર્યો.અને મદ રાક્ષસને,મદ્યપાન,સ્ત્રી,જુગાર ને મૃગયામાં વહેંચીને તેનો નિકાલ કર્યો.
Feb 5, 2024
રહ્યું બાકી-By-અનિલ શુક્લ
કૃપા થઇ 'તે'ની,બતાવી દીધો છે સત્યનો સીધો મારગ જેણે,
તો હવે તે જ મારગે મારે પગલું ભરવું રહ્યું બાકી.
'હું' 'મારું' નો કરાવી ત્યાગ કરાવી,વૈરાગ્યના ભણાવ્યા પાઠ જેણે,
તે ગીતાના જ મારગે પગલું ભરવું રહ્યું બાકી.
આ ભવમાં ભટકતાં,પાસે રહી કરાવ્યું છે,આત્માનું જ્ઞાન જેણે,
તેના જ શરણે જ માત્ર રહેવું રહ્યું બાકી.
સંસાર સાગરના તોફાનમાં,નાવ આપીને બેસાડ્યા જેણે,
એ નાવમાં બેસીને જ હવે તરવું રહ્યું બાકી.
ઈડા-પિંગલાની રમતો તો ઘણી રમી જાણી આ જીવનમાં,
હવે સુષુમ્ણામાં જ ઠરીને રહેવું જ રહ્યું બાકી.
અનિલ
ઓગસ્ટ-8-2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-417
અધ્યાય-૧૨૪-શર્યાતિનો યજ્ઞ
II लोमश उवाच II ततः शुश्राव शर्यातिर्वयस्यं च्यवनं कृतं I सुद्रष्टः सेनया सार्धमुपायाद्भर्गवाश्रमम् II १ II
લોમશ બોલ્યા-'હવે,શર્યાતિ રાજાએ સાંભળ્યું કે-ચ્યવનને ફરીથી યૌવન મળ્યું છે એટલે તે હર્ષ પામ્યો ને સેના સાથે
એ ભાર્ગવના આશ્રમે આવ્યો.ચ્યવન ને સુકન્યાને જોઈને શર્યાતિ ને તેની પત્નીને અતિ આનંદ થયો.
ચ્યવન ભાર્ગવે રાજાને કહ્યું કે-'હે મહારાજ,હું તમને યજ્ઞ કરાવીશ,તમે સામગ્રીઓ એકઠી કરો' શર્યાતિએ,ચ્યવનના
વચનને માન આપીને એમની પાસે યજ્ઞ કરાવ્યો.તે યજ્ઞ વખતે આશ્ચર્યકારક બનાવો બન્યા હતા,તે સાંભળો.