Feb 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-417

 

અધ્યાય-૧૨૪-શર્યાતિનો યજ્ઞ 


II लोमश उवाच II ततः शुश्राव शर्यातिर्वयस्यं च्यवनं कृतं I सुद्रष्टः सेनया सार्धमुपायाद्भर्गवाश्रमम् II १ II

લોમશ બોલ્યા-'હવે,શર્યાતિ રાજાએ સાંભળ્યું કે-ચ્યવનને ફરીથી યૌવન મળ્યું છે એટલે તે હર્ષ પામ્યો ને સેના સાથે

એ ભાર્ગવના આશ્રમે આવ્યો.ચ્યવન ને સુકન્યાને જોઈને શર્યાતિ ને તેની પત્નીને અતિ આનંદ થયો.

ચ્યવન ભાર્ગવે રાજાને કહ્યું કે-'હે મહારાજ,હું તમને યજ્ઞ કરાવીશ,તમે સામગ્રીઓ એકઠી કરો' શર્યાતિએ,ચ્યવનના

વચનને માન આપીને એમની પાસે યજ્ઞ કરાવ્યો.તે યજ્ઞ વખતે આશ્ચર્યકારક બનાવો બન્યા હતા,તે સાંભળો.

Feb 4, 2024

Mera dil ye pukare-Video

Music has no boundary !! 


તારું સરનામું--By-અનિલ શુક્લ

 

ખોળી રહ્યો હતો તને,તારું સરનામું મળે ક્યાંથી?
અનિલ બનાવ્યો મને તો મારું ય સરનામું ક્યાંથી?

ન તું મને મળે કે ન હું  તને મળું,સમસ્યા હતી માઠી,
મંદિરોના સરનામાં ખોટા પડ્યા,સર્વ બુદ્ધિ ગઈ નાઠી.

ભટક્યો જગ મહી,ને અંતે પહોંચી ગયો તુજ દ્વારે
હસ્તિ નથી રહી મારી,ભૂલ્યો સર્વ,મળ્યો તું જયારે

થયો હતો અસંગ આ જગતથી,તારું સ્વરૂપ પણ અસંગ.
અસંગ અસંગમાં મળ્યો,પાછો ક્યાં ફરું? રહેવા દે તુજ સંગ.

અનિલ
ઓક્ટોબર 10,2023
ઉત્તરકાશી


comments? OR you want to publish your poetery? or any article?
email me-anamiyogi@gmail.com



Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-416

 

અધ્યાય-૧૨૩-ચ્યવન મુનિને નવયૌવન 


II लोमश उवाच II कस्यचित्वथ कालस्य त्रिदशावश्विनौ नृप I कृताभिषेकां विचुतां सुकन्यां तामपश्यताम् II १ II

લોમશ બોલ્યા-'હે રાજા,એક વખત,કોઈ સંજોગોવશાત અશ્વિનીકુમાર દેવોએ,નાહીને ખુલ્લે અંગે ઉભેલી તે સુકન્યાને જોઈ.કે જેને જોઈને તેઓ એકદમ તેની પાસે દોડ્યા ને કહેવા લાગ્યા કે-'હે સુંદરી,તું કોની છે? 

ને આ વનમાં તું શું કરે છે? તે મેં જાણવા ઇચ્છીએ છીએ' ત્યારે સુકન્યાએ શરમાઈને કહ્યું કે-

'હે દેવવરો,હું શર્યાતિ રાજાની પુત્રી અને ચ્યવનની પત્ની છું' (4)

Feb 3, 2024

ધ્યેય અનંતનું-By-અનિલ શુક્લ

 

ધ્યેય અનંતનું હતું,ને પ્રવાસ પણ લાંબો હતો ઘણો,

અંત આવ્યો પ્રવાસનો,ને પ્રવાસ જ અનંત બની ગયો.


ના કોઈ ડર,ના ચિંતા રહી ને સંશય પણ કોઈ રહ્યો નથી,

નાવિક બન્યો છે 'તે' તો હવે સફર જ મંજિલ બની ગઈ.


કરી હતી ઊંચી ઉડાણ અનિલે,તો અનંતે પહોંચી ગયો,

નથી ફડફડાવી પડતી પાંખ,એ અનંતમાં સમાઈ ગયો.


યાદ,કર અનિલ,એ નિર્ધનતાની એ મોજ ઘણી હતી,

ત્યાગી દીધો વૈભવને તો ફરી એ મોજને પામી ગયો.


અનિલ-જાન્યુઆરી-15-2024


Click here to Go to Index Page For More


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com