Feb 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-415

 

અધ્યાય-૧૨૨-મહર્ષિ ચ્યવનને સુકન્યાની પ્રાપ્તિ 


II लोमश उवाच II भृगोर्महर्षे पुत्रोSभुच्चवनो नाम भारत I समीपे सरसस्तस्य तपस्तेपे महाध्युति: II १ II

લોમશ બોલ્યા-હે ભારત,મહર્ષિ ભૃગુના પુત્ર ચ્યવન કે જે મહાતપસ્વી હતા,તેમણે સરોવરની સમીપ તપસ્યા પ્રારંભ કરી હતી.તે એક સ્થાન પર લાંબો સમય અવિચલ ભાવથી વીરાસનમાં બેઠા રહ્યા હતા ને તેથી તે એક ઠૂંઠા લાકડાના જેવા દેખાતા હતા.ધીરે ધીરે સમયની સાથે તેમનું શરીર કીડીઓથી વ્યાપ્ત થઇ ગયું ને વેલોથી આચ્છાદિત થઇ ગયું.ને તે કેવળ એક માટીના લૉંદા જેવા જ દેખાવા લાગ્યા.હતા.(4)

Feb 2, 2024

Hanuman Chalisa-in gujarati-હનુમાન ચાલીસા-ગુજરાતી


શ્રી  ગુરુ  ચરણ  સરોજ  રજ , નિજ  મનુ મુકર  સુધારી,
બરનઉં  રઘુબર  બિમલ  જસુ,  જો  દાયક  ફલ  ચારી.
બુદ્ધિહીન  તનુ    જાનકાઈ,    સુમિરૌ     પવનકુમાર,
બલ  બુદ્ધિ   વિદ્યા  દેહુ  મોહી ,  હરાઉં   કલેશ  વિકાર .

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-414

 

અધ્યાય-૧૨૧-ગયરાજાના યજ્ઞનું વર્ણન 


II लोमश उवाच II नृगेण यजमानेन सोमेनेह पुरन्दरः I तर्पितः श्रयते राजन्स तृप्तो मुदमम्ययात II १ II

લોમશ બોલ્યા-હે રાજન,સાંભળ્યું છે કે યજ્ઞ કરતા નૃગે આ સ્થળે ઇન્દ્રને સોમપાનથી તૃપ્ત કર્યો હતો,કે જેથી તે આનંદ પામ્યો હતો.વળી,આ સ્થળે ઇન્દ્ર સહિત સર્વ દેવોએ ને પ્રજાપતિઓએ અનેકવિધ યજ્ઞો કર્યા હતા.

અહીં જ અમૂર્તરયસ ના પુત્ર ગયરાજાએ,સાત અશ્વમેઘ યજ્ઞોમાં સોમપાનથી ઇન્દ્રને તૃપ્ત કર્યા હતા.

Feb 1, 2024

Where is Happiness and peace? Gujarati-સુખ અને શાંતિ ક્યાં છે ?

સહુ પ્રથમ તો,સુખ અને શાંતિ એટલે શું?
તેનો જો ગંભીરપણે કે ઊંડા વિચારથી સમજવા પ્રયત્ન કરીએ તો ...

સુખ અને શાંતિની આડે જે અવરોધો આવે છે
તે જ આપણને સુખ અને શાંતિથી દૂર રાખે છે

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-413

 

અધ્યાય-૧૨૦-સાત્યકિનું ભાષણ 


II सात्यकिउवाच II 

न राम कालः परिदेवनाय यदुत्तरंत्वश्व तदेव सर्वे I समाचरामो ह्वनितकालं युधिष्ठिरो यद्यपि नः किंचित् II १ II

સાત્યકિ બોલ્યો-'હે રામ,આ વખત શોક કરવાનો નથી.આ યુધિષ્ઠિર તો કશું કહેતા નથી,છતાં હવે પછી જે કરવા યોગ્ય છે તે આપણે સૌએ વખત ગુમાવ્યા વગર કરી નાખવું જોઈએ.જેઓ આ લોકમાં પાલનહાર છે તેઓ પોતે કાર્યનો આરંભ કરતા નથી.જેમ,શિબિ રાજાએ યયાતિનાં કાર્યો કર્યાં હતાં,તેમ તે પાલનકર્તાઓ જ તેમનાં કાર્યો કરી દે છે.વળી,આ લોકમાં પાલનકર્તાઓ સ્વમતથી જેમનાં કાર્યો કરે છે,તે સનાથ પુરુષવીરો અનાથની જેમ કષ્ટ ભોગવતા નથી.આપણે સર્વ હોવા છતાં,યુધિષ્ઠિરે શા માટે વનવાસ કરવો પડે છે?(4)