અધ્યાય-૯૨-યુધિષ્ઠિરની તીર્થયાત્રાની તૈયારી
II लोमश उवाच II धनंजयेन चाप्युक्तं यत्तछ्रुणु युधिष्ठिर I युधिष्ठिरं भ्रातरं मे योजयेद्वर्म्यया श्रिया II १ II
લોમશ બોલ્યા-હે યુધિષ્ઠિર,ધનંજય અર્જુને પણ મને જે કહ્યું હતું તે તમે સાંભળો.તેણે કહ્યું હતું કે'મારા ભાઈ યુધિષ્ઠિરને ધાર્મિક ઐશ્વર્યવાળા કરજો.ને તમે પાંડવોને તીર્થપુણ્ય પ્રાપ્ત કરાવજો.તેઓ તીર્થોમાં જાય ને ગોદાન કરે એવું સર્વ પ્રકારે કરજો.તમારાથી રક્ષાયેલા એ યુધિષ્ઠિરનું તમે વિકટ ને વિષમ સ્થાનોમાં રાક્ષસોથી રક્ષણ કરજો.
કેમ કે તમારાથી રક્ષાયેલા એ કુંતીપુત્ર આગળ દાનવો ને રાક્ષસો આવી શકશે નહિ'