હે રાજેન્દ્ર,ત્યાંથી અરંતુક દ્વારપાળ નામના તીર્થમાં જવું,મહાત્મા યક્ષેન્દ્રનું સરસ્વતીના તીર પર આવેલા આ તીર્થમાં સ્નાન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે.પછી,બ્રહ્માવર્ત તીર્થમાં જઈ સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે.ત્યાંથી સુતીર્થકમાં જવું ત્યાં પિતૃઓ,દેવો સાથે નિત્ય વાસ કરે છે.ત્યાં સ્નાન અને પિતૃઓ તથા દેવોનું પૂજન અર્ચન કરનારને અશ્વમેઘ યજ્ઞફળ મળે છે ને તે પિતૃલોકમાં જાય છે.(55)
Dec 21, 2023
Dec 20, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-371
અધ્યાય-૮૩-વિશેષ તીર્થ વર્ણન
II पुलस्त्य उवाच II ततो गच्छेत राजेन्द्र कुरुक्षेत्रममिष्टुतम I पापेभ्यो यत्र मुच्यन्ते दर्शनात्सर्वजन्तवः II १ II
પુલસ્ત્ય બોલ્યા-'હે રાજેન્દ્ર,ત્યાંથી વખાણવા લાયક કુરુક્ષેત્રમાં જવું,જેના દર્શનથી,પાપથી મુક્ત થવાય છે.
'હું કુરુક્ષેત્રમાં જઈશ ને ત્યાં વાસ કરીશ'એમ જે સતત જપ્યા કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે.
પવને ઉડાડેલી કુરુક્ષેત્રની ધૂળ પણ પાપકર્મીને પરમ ગતિએ લઇ જાય છે.જેઓ,સરસ્વતીની દક્ષિણે ને દષદવતીની ઉત્તરે કુરુક્ષેત્રમાં વાસ કરે છે તેઓ સ્વર્ગમાં જ વસે છે.બ્રહ્માદિ દેવો ત્યાં બ્રહ્મક્ષેત્રમાં જાય છે.જે મનમાં પણ કુરુક્ષેત્ર જવાની ઈચ્છા કરે છે તે પાપરહિત થઈને બ્રહ્મલોકને પામે છે.ત્યાં મચપ્રુક નામના યક્ષ દ્વારપાલને વંદન કરવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ સાંપડે છે,આમ,જે કુરુક્ષેત્રમાં જાય છે તે રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવે છે.(9)
Dec 19, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-370
ત્યાંથી,આગળ સિદ્ધોએ સેવેલાં શકતીર્થ અને કુમારિકાતીર્થ આવે છે,જેમાં સ્નાન કરનાર તત્કાલ સ્વર્ગલોકને
પામે છે.ત્યાં રેણુકાતીર્થ છે જેમાં સ્નાન કરવાથી,મનુષ્ય ચંદ્રમા જેવો નિર્મલ થાય છે.
ત્યાંથી જે મનુષ્ય પંચનદમાં જાય છે તે શાસ્ત્રમાં ખેલ પાંચ યજ્ઞોનું ફળ પામે છે.
પછી,ભીમાના ઉત્તમ સ્થાનમાં જવું,ત્યાં યોનિતીર્થમાં સ્નાન કરનાર દેવીનો પુત્ર થાય છે.ત્યાંથી આગળ
શ્રીકુંડતીર્થમાં જઈ પિતામહ બ્રહ્માને નમન કરવાથી મનુષ્ય સહસ્ત્ર ગોદાનનું ફળ મેળવે છે (86)
Dec 18, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-369
હે રાજન,જેમ,દેવોમાં મધુસુદન પ્રથમ કહેવાય છે તેમ,તીર્થોમાં પુષ્કર પ્રથમ કહેવાય છે,પવિત્ર ને નિયમપરાયણ થઈને જે બાર વર્ષ સુધી આ પુષ્કર તીર્થમાં વસે છે તે બ્રહ્મલોકમાં જાય છે,કોઈ મનુષ્ય સો વર્ષ સુધી અગ્નિહોત્રની ઉપાસના કરે અથવા કાર્તિકી પૂર્ણિમાએ પુષ્કરમાં વાસ કરે,તો બંનેને સરખું ફળ મળે છે.
Dec 17, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-368
અધ્યાય-૮૨-પુલસ્ત્યે કરેલું તીર્થવર્ણન
(નોંધ-અધ્યાય-82 થી અધ્યાય-85 સુધી અસંખ્ય એવા તીર્થોનો મહિમા કહ્યો છે)
II पुलस्त्य उवाच II अनेन तात धर्मज्ञ प्रश्नयेण दमेन च I सत्येन च महाभाग तुष्टोSस्मि तव सुव्रत II १ II
પુલસ્ત્ય બોલ્યા-હે ધર્મજ્ઞ,હે સુવ્રત,હે મહાભાગ,તારા આ વિનયથી અને ઉન્દ્રિયદમનથી તેમ જ તારા સત્યથી હું પ્રસન્ન
થયો છું.પિતૃભક્તિને લીધે આવો ધર્મ તેં સ્વીકાર્યો છે,તેથી તું મારુ દર્શન પામ્યો છે,મારુ દર્શન મિથ્યા થતું નથી,
મને તારા પર પ્રીતિ થઇ છે કહે.હું તારૂ શું કામ કરું? તું જે માગીશ તે હું આપીશ' (3)