અધ્યાય-૭૬-નળ દમયંતીનું મિલન
II बृहदश्च उवाच II सर्व विकारं द्रष्टा तु पुण्यश्लोकस्य धीमतः I आगत्य केशिनी सर्व दमयन्त्यै न्यवेदयत II १ II
બૃહદશ્વ બોલ્યા-'પછી,તે કેશિની,પુણ્યશ્લોક નળના સર્વ વિકારો જોઈને પાછી આવીને દમયંતીને સર્વ વાત કહી સંભળાવી.એટલે દુઃખાતુર દમયંતીએ માતાને કહ્યું કે-મેં નળની શંકાથી બાહુકની ઘણી બધી પરીક્ષા કરી છે,માત્ર તેના રૂપ વિષે જ સંશય રહ્યો છે તે હું પોતે જાણી લેવા ઈચ્છું છું,એટલે પિતાને જણાવીને,તેને મળવાની ગોઠવણ કર' ત્યાર બાદ માતા અને પિતાએ ખુશીથી રજા આપી ને નળને દમયંતીના આવાસ પર મોકલ્યો.