Nov 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-351

 

અધ્યાય-૬૩-દમયંતીની દુર્દશા 


II बृहदश्च उवाच II अपक्रान्ते नले राजन्दंमयंति गतक्लमा I अयुध्यत घरारोहा संत्रस्ता विलने वने II १ II

બૃહદશ્વ બોલ્યા-હે રાજન,નળ ચાલ્યો ગયો,એ પછી દમયંતી થાકથી મુક્ત થતાં,જાગી ને પોતાના સ્વામીને ત્યાં ન જોતાં,શોક ને દુઃખથી ઘેરાઈ ગઈ.ને તે દુખિયારી રોતી રોતી,વનમાં તેને આમતેમ ફરીને ખોળવા લાગી.

વારંવાર વિલાપ કરતી તે જમીન પર પડી ગઈ,ત્યારે એકાએક અજગરે ત્યાં આવોને તેને પકડી ને તેને ગળવા લાગ્યો.દમયંતીની બૂમો પાડવા લાગી જે સાંભળીને એક પારધી ત્યાં દોડી આવ્યો ને ત્યાં આવીને તેણે એક તીણા  હથિયારથી અજગરના મુખને ચીરીને તેણે દમયંતીને છોડાવી.(28)

Nov 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-350

 

અધ્યાય-૬૨-દમયંતીનો ત્યાગ 


II नल उवाच II यथा राज्यं तव पितुस्तथा मम न संशयः I न तु तत्र गामिप्यामि विषमस्य: कयंचन II १ II

 નળ બોલ્યો-'રાજય જેવું તારા પિતાનું છે,તેવું મારુ પણ છે એ વિષે મને સંશય નથી,પણ વિષમ સ્થિતિમાં આવેલો હું ત્યાં કોઈ રીતે જઈશ નહિ,એકવાર સમૃદ્ધિ સંપન્ન એવો હું ત્યાં ગયો હતો,ને તારા હર્ષમાં વૃદ્ધિ કરનારો થયો હતો,પણ હવે ત્યાં જઈને હું તારા શોકમાં વધારો કરનારો શા માટે થાઉં?'

Nov 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-349

અધ્યાય-૬૧-નળનું વનગમન 


II बृहदश्च उवाच II ततस्तु याते वार्ष्णेये पुण्यश्लोकस्य दीव्यतः I पुष्करेण हतं राज्यं यथान्यद्वसु किंचन II १ II

બૃહદશ્વ બોલ્યા-વાર્ષ્ણેય સારથિના ગયા પછી,પુષ્કરે,જુગાર રમતા પુણ્યશ્લોક નળરાજાનું રાજ્ય તથા તેની પાસે જે સંપત્તિ હતી,તે સર્વ હરી લીધું.પછી,પુષ્કરે હસતાં હસતાં કહ્યું કે-'હવે તારી પાસે એક દમયંતી બાકી છે,તને ઠીક લાગે તો તેને તું દાવમાં મૂક' ત્યારે નળનું હૃદય ક્રોધથી જાણે ફાટી ગયું,ને તેણે કોઈ ઉત્તર આપ્યા વિના,

પોતાના અંગો પરના સર્વ અલંકારો ઉતારીને માત્ર એક પહેરેલે ધોતિયે ત્યાંથી નીકળી ગયો.

તે વખતે દમયંતી પણ માત્ર એક વસ્ત્ર પહેરીને તેને અનુસરી રહી.

Nov 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-348

 

અધ્યાય-૬૦-દ્યુતથી રોકવાનો દમયંતીનો પ્રયાસ 


II बृहदश्च उवाच II दमयन्ती ततो दष्टवा पुण्यश्लोकं नराधिपम् I उन्मत्तवदनुन्मत्ता देवेन गतचेतसम II १ II

બૃહદશ્વ બોલ્યા-પછી,હે રાજન,પુણ્યશ્લોક નળ મહારાજને,જુગારમાં ગાંડાની જેમ ભાન ગુમાવેલો જોઈને,દમયંતી

ભય ને શોકથી ઘેરાઈ ગઈ ને રાજા પ્રત્યેના પોતાના અતિમહાન કાર્યનો વિચાર કરવા લાગી.ને તે નળ પાસે ગઈ.

રાજાએ તેના પ્રત્યે ધ્યાન ન આપ્યું એટલે દમયંતીએ બૃહત્સેના નામની દાસીને મંત્રીઓને બોલાવી લાવવા કહ્યું.

મંત્રીઓ આવ્યા ત્યારે પણ રાજાએ તેમના તરફ લક્ષ આપ્યું નહિ.ને જુગારમાં મશગુલ રહ્યો.