અધ્યાય-૨૫-પાંડવોને માર્કેન્ડેય મુનિનો ઉપદેશ
II वैशंपायन उवाच II
तत्काननं प्राप्य नरेन्द्रपुत्राः सुखोचितावासमुपेत्य क्रुच्छम् Iविजह्रुरिन्द्रप्रतिमाः शिवेपुसरस्वतीशालवनेपु तेपु II १ II
વૈશંપાયન બોલ્યા-સુખને યોગ્ય,છતાં વનવાસના કષ્ટને પ્રાપ્ત થયેલા તે ઇન્દ્રના જેવા રાજપુત્રો,તે વનમાં પહોંચીને સરસ્વતી નદી પરનાં સાગના વનોમાં વિહાર કરવા લાગ્યા.તેઓ યતિઓ,મુનિઓ અને બ્રાહ્નણોને ઉત્તમ ફળમૂળથી તૃપ્ત કરતા હતા.ને ધૌમ્ય પુરોહિત વનમાં વસતા તે પાંડવોની યજ્ઞ ને પિતૃ સંબંધી ક્રિયાઓ કરતા હતા.
એક વખતે અમાપ તેજસ્વી એવા માર્કન્ડેય મુનિ તેમના અતિથિરૂપે આવ્યા.(4)