Oct 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-303

 'અસિતદેવલે કહ્યું છે કે-પૂર્વે પ્રજાના સર્જનકાળે એક તમે જ હતા,તમે જ પ્રજાપતિ છો,ને સર્વ લોકના સર્જનાર છો.

પરશુરામે મને કહ્યું છે કે તમે વિષ્ણુ છો.હે મધુસુદન,તમે જ યજ્ઞ છો,તમે જ યજ્ઞકર્તા છો ને તમે જ યજનયોગ્ય છો.

ઋષિઓ તમને ક્ષમારૂપ ને સત્વરૂપ કહે છે.કશ્યપે તમારા સંબંધમાં કહ્યું છે કે-તેમ તમે સત્વથી ઉત્ત્પન્ન થયેલા યજ્ઞરૂપ છો.નારદે તમારા વિશે,કહ્યું છે તેમ,હે ભૂતભાવન,તમે સાધ્યદેવોના તથા રુદ્રોના ઈશ્વરેશ્વર છો.

તમે બ્રહ્મા,શંકર અને ઇન્દ્ર સાથે,જેમ,બાળક રમકડાં સાથે રમત કરે તેમ ક્રીડા કરો છો.(54)

Oct 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-302

 
અર્જુનાભિગમન પર્વ 

અધ્યાય-૧૨-શ્રીકૃષ્ણે કરેલું દ્રૌપદીને સાંત્વન 

II वैशंपायन उवाच II भोजाः प्रव्रजितान श्रुत्वा वृष्णयश्चाधकैः सह I पांडवान् दुःखसंतप्तान समाजग्मुर्महावने I १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવો વનવાસે ગયા છે,એવું સાંભળીને ભોજવંશી,વૃષ્ણિવંશી,અને અંધકવંશી યાદવો,દુઃખથી સંતાપ પામીને પાંડવોને મળવા માટે મહાવનમાં આવ્યા.પાંચાલરાજનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન,ચેદિનરેશ ધૃષ્ટકેતુ અને કૈકેય ભાઈઓ પણ પાંડવોને મળવા વનમાં ગયા.ક્રોધ અને અસહનતાથી યુક્ત થઈને તેઓ ધૃતરાષ્ટ્ર પુત્રોની નિંદા કરવા લાગ્યા અને 'હવે અમે શું કરીએ?' એમ પૂછવા લાગ્યા.વાસુદેવ શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા કે-(4)

Oct 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-301

 
કિર્મીર વધ પર્વ 

અધ્યાય-૧૧-વિદુરનાં વાક્યો 

II धृतराष्ट्र उवाच II किर्मीरस्य वधं क्षत: श्रोतुमिच्छामि कथ्यतां I रक्षसा भीमसेनस्य कथमासी त्समागमः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,હું કિર્મીરના વધ વિશે સાંભળવા ઈચ્છું છું.તો તે તમે કહો.

ભીમસેનનો એ રાક્ષસ સાથે કેવી રીતે ભેટો થયો?

વિદુર બોલ્યા-મનુષ્યોથી ન થાય એવું કર્મ કરવાવાળા ભીમનું એ કામ તમે સાંભળો.દ્યુતમાં હારેલા તે પાંડવો અહીંથી નીકળો ત્રણ દિવસે કામ્યક નામે વનમાં ગયા ત્યારે ગાઢ અંધકારવાળી રાત્રિનો અડધો સમય વહી ગયો હતો,અને ઘોરકર્મી રાક્ષસોનો સંચાર થવા મંડ્યો હતો,ત્યારે એક બળતી આંખવાળો રાક્ષસ હાથમાં,ઉંબાડિયું 

લઈને માર્ગ રોકતો તેમને સામે મળ્યો.તે રાક્ષસી માયા રચતો હતો,ને મહાનાદથી ગર્જતો હતો,તેની ગર્જનાથી 

સર્વ દિશાનાં પ્રાણીઓ,ચીસો પાડતાં ભાગી જતાં હતાં.આ રાક્ષસ પાંડવો માટે પણ એક અપરિચિત મહારિપુ થયો.

તેને સામે આવેલો જોઈને દ્રૌપદી ગભરાઈ ગઈ ને પોતાની બંને આંખો મીંચી દીધી.(16)

Sep 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-300

અધ્યાય-૧૦-મૈત્રેયનો શાપ 

II धृतराष्ट्र उवाच II एतमेवतन्महाप्राज्ञ यथा वदसि नो मुने I अहं चैव विजानामि सर्वे चेमे नराधिपाः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે મહાપ્રાજ્ઞ,તમે અમને કહો છો તેમ જ છે,હું અને આ સર્વ રાજાઓ તેને જાણે છે,તમે કુરુઓના હિત માટે જે વિચારણા રાખો છો તે મને વિદુરે,ભીષ્મએ ને દ્રોણે કહી હતી,હું જો તમારી કૃપાને લાયક હોઉં અને 

કૌરવો પ્રત્યાએ તમને દયા હોય,તો મારા દુષ્ટ પુત્ર દુર્યોધનને તમે ઉપદેશ આપો (3)

Sep 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-299

 
અધ્યાય-૮-વ્યાસનો ઉપદેશ 

II व्यास उवाच II धृतराष्ट्र महाप्राज्ञ निबोध वचनं मम I वक्ष्यामि त्वां कौरवाणां सर्वेषां हितमुत्तमम् II १ II

વ્યાસ બોલ્યા-હે મહાબુદ્ધિમાન ધૃતરાષ્ટ્ર,મારાં વચન સાંભળો,હું તમને ને સર્વ કૌરવો માટે હિતકારી કહીશ.

દુર્યોધન આદિઓએ કપટથી હરાવેલ પાંડવો વનમાં ગયા એ મને ગમ્યું નથી.પોતાને પડેલાં દુઃખોને સંભારી  રાખીને તેઓ તેર વર્ષ પૂરાં થયે ક્રોધપૂર્વક કૌરવો પર વેર વરસાવશે.પણ,અત્યારે તમારો આ મંદબુદ્ધિ ને પાપી મનવાળો દુર્યોધન,હજુ એ નિત્ય ક્રોધમાં રહીને રાજ્યના કારણે પાંડવોને મારવાની ઈચ્છા કરે છે,

તે શું કહેવાય? તે તો પાંડવોના ક્રોધમાં,બળતામાં ઘી હોમવાનું કાર્ય કરી રહ્યો છે.(4)