II वैशंपायन उवाच II श्रुत्वा च विदुरं प्राप्तं राज्ञा च परिसान्विम् I धृतराष्ट्रात्मजो राजा पर्यतत्पत दुर्मति:II १ II
વૈશંપાયન બોલ્યા-'વિદુર પાછા આવ્યા છે ને ધૃતરાષ્ટ્રે તેમને સારી રીતે સાંત્વન આપ્યું છે' એ સાંભળીને
ધૃતરાષ્ટ્રનો દુર્બુધ્ધિ પુત્ર દુર્યોધન ભારે સંતાપ કરવા લાગ્યો.તેણે શકુનિ,કર્ણ ને દુઃશાસનને બોલાવી તેમને કહ્યું કે-
'પાંડુપુત્રોનો હિતૈષી વિદુર પછી આવ્યો છે.ને પાંડવોને પાછા લાવવા વિશે તે ધૃતરાષ્ટ્રનુ મન ફેરવી નાખે
તે પહેલાં તમે મારા હિતનો વિચાર કરો.પાંડવોને હું કોઈ પણ રીતે અહીં પાછા આવેલા જોઇશ
તો હું અન્નજળ છોડી દઈશ,ઝેર ખાઈશ,ગળે ફાંસો નાખીશ,કે આગમાં કૂદી આત્મઘાત કરીશ,
તેમને સમુદ્ધ થતા જોવાની હું ઈચ્છા કરતો નથી. (6)