II वैशंपायन उवाच II शौनकेनैवमुक्तस्तु कुन्तीपुत्रो युधिष्ठिर: I पुरोहितमुपागम्य भ्रातृमध्येSब्रवीदिदम् II १ II
વૈશંપાયન બોલ્યા-શૌનકે આ પ્રમાણે કહ્યું એટલે કુંતીપુત્ર યુધિષ્ઠિર ધૌમ્ય પુરોહિતની પાસે ગયા ને ભાઈઓની સમક્ષ બોલ્યા કે-'વેદમાં પારંગત એવા આ બ્રાહ્મણો આપણી પાછળ આવી રહયા છે,પણ અત્યંત દુઃખમાં આવી પડેલો હું,તેમનું પોષણ કરવાને ને તેમને દાન આપવાને શક્તિમાન નથી,ને હું તેમનો ત્યાગ પણ કરી શકું એમ નથી. તો હે ભગવન,મને કહો કે આ સંબંધમાં મારે શું કરવું ઉચિત છે?' (3)