અધ્યાય-૬૪-દુર્યોધનનાં દુર્વાકયો ને વિદુરનો હિતોપદેશ
II दुर्योधन उवाच II परेपामैव यशसाश्लाघसे त्वं सदा क्षतः कुत्सयनधार्ताराष्ट्रान I
जानीमहे विदुर यत्प्रियस्तवं वालानिवास्मानवमन्यसे नित्यमव II १ II
દુર્યોધન બોલ્યો-હે વિદુર,તમે દાસીપુત્ર,અમારા શત્રુઓનાં સદા કીર્તિગાન કરો છો ને અમારી નિંદા કરો છો.
અમે જાણીએ છીએ કે તમને કોણ વહાલા છે? એટલે અમે મૂરખા હોઈએ તેમ તમે અમને અવગણો છો.
અમારો પરાજય ઈચ્છો છો.તમને અમારા પ્રત્યે જે દ્વેષ છે તેના કરતાં વિશેષ,તમે વાણીથી જાહેર કરો નહિ.
જાણે અમે સાપને (તમને)ખોળામાં રાખ્યા છે,વળી,બિલાડાની જેમ તમે પોષણ કરનારને જ હણો છો.