અધ્યાય-૫૨-યજ્ઞમાં આવેલી વિવિધ ભેટોનું વિશેષ વર્ણન
II दुर्योधन उवाच II दावं तु विविधं तस्मै शृणु मे गदनोSनघ I यज्ञार्थं राजभिर्दत्तं महान्तं धनसंचयम् II १ II
દુર્યોધન બોલ્યો-હે રાજન,રાજાઓએ યજ્ઞનિમિત્તે,યુધિષ્ઠિરને જે મહાન ધનસંચય આપ્યો હતો ને તેમને જે ભેટો આપી હતી,તે હું તમને કહું છું તમે સાંભળો.મેરુ અને મંદર પર્વતોની વચ્ચે રહેતી ખસ,પારદ,કુલિંદ આદિ જાતિના રાજાઓ,પિપીલક નામના સોનાના ઢગને વાસણોમાં ભરીને લાવ્યા હતા,પહાડી રાજાઓ ચામરો,હિમાલયના પુષ્પોમાંથી થયેલું અતિ સ્વાદિષ્ટ મધ,ઔષધિઓ,માળાઓ લઈને આવ્યા હતા,ને દ્વારે શિર નમાવી ઉભા હતા.