Jul 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-253

 
અધ્યાય-૪૪-ભીષ્મ ને શિશુપાલનાં વચન 

II भीष्म उवाच II नैपा चेदियतेर्बुध्धिर्यया त्वाह्वयतेSच्युतम् I नुनमेप जगद्वतुः कृष्णस्यैव विनिश्चयः II १ II

ભીષ્મ બોલ્યા-શ્રીકૃષ્ણને પડકારી રહેલી આ બુદ્ધિ શિશુપાલની નથી પણ જગતના સ્વામી શ્રીકૃષ્ણનો જ એ નિશ્ચય છે.હે ભીમસેન,કુળને કલંક લગાડનાર અને કાળથી જેનું શરીર ઘેરાયલું છે,એવા આ શિશુપાલની જેમ,

બીજો કયો રાજા મારા પર આક્ષેપ કરી શકે તેમ છે? આ શિશુપાલ,એ શ્રીહરિના તેજનો અંશ છે અને આ સમર્થ શ્રીહરિ,તે તેજને પાછું હરી લેવા ઈચ્છે છે,શિશુપાલને આ ખબર નથી ને ખોટી ગર્જનાનો કરે છે (4)

Jul 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-252

અધ્યાય-૪૩-શિશુપાલનું વૃતાંત 

II भीष्म उवाच II चेदिराजकुलेजातह्यक्ष एप चतुर्भुजः I रासभारावसदशं रराम च ननाद च II १ II

ભીષ્મ બોલ્યા-આ શિશુપાલ,ચેદિરાજના વંશમાં જન્મ્યો ત્યારે,તેને ત્રણ આંખો ને ચાર હાથ હતા,જન્મીને તરત જ તે ગધેડાની જેમ ભૂંકીને ગર્જ્યો હતો.આથી તેના માતાપિતા ને બાંધવો ત્રાસ પામ્યા હતા,ને તેની આવી બેડોળતા જોઈને,માતપિતા તેનો ત્યાગ કરવાનો વિચાર કરતા હતા.ત્યારે આકાશવાણીએ કહ્યું કે-તમારો આ પુત્ર ધનાઢ્ય ને બલાઢ્ય જન્મ્યો છે,તેથી ભય ના રાખો ને તેનું પાલન કરો.હાલ તેનું મૃત્યુ નથી,પણ તેને શસ્ત્રથી મારનારો કાળ,

(શ્રીકૃષ્ણ) જન્મી ચુક્યો છે' ત્યારે માતાએ તે અદ્રશ્યને પૂછ્યું કે 'તેને મારનારો કોણ હશે? (8)

Jul 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-251

અધ્યાય-૪૨-ભીમસેનનો ક્રોધ 

II शिशुपाल उवाच II स मे बहुमतो राजा जरासंघो महाबलः I योSनेन युद्धनेयेष दासोSयमिति संयुगे II १ II

શિશુપાલ બોલ્યો-તે મહાબળવાન રાજા જરાસંઘને હું માં આપું છું કેમ કે તેણે 'આ કૃષ્ણ તો દાસ છે'

એમ ગણીને તેની સાથે રણમાં યુદ્ધ કરવાની ઈચ્છા કરી નહોતી.કૃષ્ણે,ભીમે ને અર્જુને તેના વાદ્યનું જે કાર્ય કર્યું છે 

તે કાર્ય યોગ્ય હતું એમ કોણ માની શકે તેમ છે? તે જરાસંઘના પ્રભાવથી ડરીને તેઓ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને છીંડેથી તેના રાજ્યમાં પેઠા હતા.આ દુરાત્મા કૃષ્ણને જયારે જરાસંઘે પાદ્યપૂજન આપવા માંડ્યું.ત્યારે પોતાને બ્રાહ્મણ તરીકે ન જાણનારા તેણે તે સ્વીકારવાની ઈચ્છા કરી નહિ ને ભોજન કરવાની પણ ના પાડી હતી.

Jul 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-250


અધ્યાય-41-શિશુપાલનાં વચન 

II शिशुपाल उवाच II विधिपिकर्गभबदर्यामिपयन्मर्वपार्थिवान I न व्यपत्रपसे कम्मादवृद्धःमन् कुलपांमन II १ II

શિશુપાલ બોલ્યો-હે ભીષ્મ,તું વૃદ્ધ છે ને કુળને કલંક લગાવી રહ્યો છે.તું અનેક ડરામણીઓ બતાવીને,રાજાઓને બીવડાવતાં શરમાતો કેમ નથી?નપુંસકના સ્વભાવમાં રહેનારા તને જ આમ ધર્મરહિત અર્થવાળાં વચન બોલવાં શોભે એવાં છે,કેમ કે તું કુરુઓમાં વૃદ્ધ છે.હે ભીષ્મ,જેમ એક નાવ બીજી નાવને બંધાઈને ચાલતી હોય છે અને જેમ એક આંધળો બીજા આંધળાને અનુસરતો હોય છે,તેમ,તું જેનો અગ્રણી છે,તે કુરુઓ પણ તારી પાછળ પગલાં મૂકે છે.આ કૃષ્ણનાં ભૂતકાળનાં અનેક વિવિધ કર્મોનું કીર્તન કરીને તેં અમારા મનને અત્યંત વ્યથા આપી છે (4)

Jul 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-249

 
શિશુપાલવધ પર્વ 

અધ્યાય-૪૦-યુધિષ્ઠિરને ભીષ્મનું આશ્વાસન 

II वैशंपायन उवाच II ततः सागरसंकाशं दष्टा नृपतिमण्डलम् I संवर्तवातामिहितं भीमं क्षुब्धभिवार्णंवम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પ્રલયકાળના પવનના આઘાતથી જેમ સાગર ભયંકર રીતે ખળભળી ઉઠે,તેમ,સાગર જેવો સર્વ રાજાઓનો સમાજ રોષથી ઉછળી ઉઠ્યો.આ જોઈને યુધિષ્ઠિરે,બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને વૃદ્ધ એવા ભીષ્મને 

કહ્યું કે-હે પિતામહ,રાજાઓનો આ મહાસાગર રોષથી ઉકળી ઉઠ્યો છે,તો આ સંબંધમાં જે કરવા યોગ્ય હોય તે મને કહો.યજ્ઞમાં વિઘ્ન આવે નહિ ને પ્રજાનું સર્વ રીતે મંગલ થાય -તે મને યોગ્ય રીતે કહો.(4)