અધ્યાય-૩૮-ભીષ્મે કરેલાં શ્રીકૃષ્ણનાં યશોગાન
II वैशंपायन उवाच II ततो युधिष्ठिरो राज शिशुपालमुपाद्रवत I उचाच चैनं मधुरं सान्त्वपुर्वमिदं वचः II १ II
વૈશંપાયન બોલ્યા-શિશુપાલને જતો જોઈ,યુધિષ્ઠિર તેની પાછળ દોડ્યા ને સાંત્વનાપૂર્વક કહેવા લાગ્યા કે-
'હે મહીપાલ,આ તમે જે બોલ્યા છો તે તમને યોગ્ય નથી,આથી તો મહા અધર્મ થયો છે.ને નકામી કર્કશતા પ્રગટ થઇ છે.ભીષ્મ,ધર્મને જાણતા નથી એમ નથી,માટે અવળું સમજીને એમનો અનાદર કરો નહિ,જુઓ,અહીં,
તમારાથી એ વિશેષ વૃદ્ધ એવા અનેક રાજાઓ છે,જે કૃષ્ણને આપવામાં આવેલી પૂજાને સહન કરે છે,
તો તેમની જેમ તમારે પણ આ બાબતમાં ખામોશી રાખવી જોઈએ.
ભીષ્મ,શ્રીકૃષ્ણને,જે રીતે તત્ત્વપૂર્વક જાણે છે તેવી રીતે તમે એમને જાણતા નથી (5)