અધ્યાય-૧૫-યુધિષ્ઠિરનાં વચન
II युधिष्ठिर उवाच II उक्तं त्वया बुध्धिमता यन्नान्योवक्तुमर्हति I संशयानां हि निर्मोक्ता त्वन्नानयो विद्यते भ्रुवि II १ II
યુધિષ્ઠિર બોલ્યા-તમે બુધ્ધિમાને જે કહ્યું તે બીજો કોઈ કહી શકશે નહિ,પૃથ્વી પર સંશયનું નિવારણ કરનાર
તમારા જેવો બીજો કોઈ નથી.હે મહાભાગ,અમે પણ જરાસંઘના ભયથી ને તેની દુષ્ટતાથી શંકાશીલ છીએ,
હે સમર્થ,હું તો તમારા ભુજબળના આશ્રયે છું,અને તમે જ જરાસંઘથી શંકાવાળા હો,તો પછી હું પોતાને બળવાન કેમ માનું? એ જરાસંઘ,તમારાથી,બલરામથી,ભીમસેનથી અને અર્જુનથી મરાય તેમ નથી,એમ મેં જ્યારથી સાંભળ્યું છે,ત્યારથી હું ફરીફરી વિચાર કરું છું.અમારા તમે જ સર્વ કાર્યોમાં તમે જ પ્રમાણરૂપ છો.(10)