II युधिष्ठिर उवाच II प्रायशो राजलोकस्ते कथितो वदतां वर I विवस्वनसभायां तु यथा वदसि मे प्रभो II १ II
યુધિષ્ઠિર બોલ્યા-જે વક્તાઓમાં શ્રેષ્ઠ,છો તે ,પ્રમાણે,યમરાજની સભામાં ઘણું કરીને રાજાઓ વિરાજે છે,
વરુણની સભામાં નાગો,દૈત્યેન્દ્રો,સતિતઓ ને સાગરો ગણાવ્યાં છે,કુબેરજીની સભામાં તમે,યક્ષો,ગુહ્યકો,
રાક્ષસો,ગંધર્વો,અપ્સરાઓ ને ભગવાન શંકરની ગણના કરી છે,બ્રહ્માની સભામાં તમે મહર્ષિઓ,દેવગણો અને
સર્વ શાસ્ત્રો કહ્યાં,ને ઇન્દ્રની સભામાં દેવો,ગંધર્વો ને મહર્ષિઓને કહ્યા.(5)