II नारद उवाच II शक्रस्य तु सभा दिव्य भाखरा कर्मनिर्मिता I स्वयं शक्रेण कौरव्य निर्जितार्कसमप्रभा II १ II
નારદ બોલ્યા-હે કુરુવંશી,ઇન્દ્રની તે દિવ્ય સભા વિશ્વકર્માએ નિર્માણ કરી છે અને એ સૂર્ય જેવી પ્રભાવાળી સભાને ઇન્દ્રે પોતે વિજયમાં મેળવી છે.તે સો યોજન પહોળી,દોઢસો યોજન લાંબી ને પાંચ યોજન ઊંચી છે.તે આકાશમાં વિરાજિત ને ઈચ્છીત ગતિવાળી છે.તેમાં ઘડપણ,શોક કે ક્લેશનું નામ નથી.ઉપદ્રવહીન,મંગલમયી,શુભતાભરી,
સુભવનવાળી,સુઆસનભરી અને રમણીય એવી તે દિવ્ય વૃક્ષોથી શોભી રહી છે.અનુપમ સુંદર શરીરવાળા,
મુકુટધારી, લાલ બાજુબંધ સજેલા,નિર્મળ વસ્ત્ર પહેરેલા અને સુંદર માળા પહેરેલા,દેવરાજ ઇન્દ્ર,શ્રી,લક્ષ્મી,હ્રીં,
કીર્તિ અને દ્યુતિ સહિત પોતાની મહેન્દ્રાણી (પત્ની) સાથે એ સભામાં પરમ આસને વિરાજે છે (5)