૨-સભાપર્વ (નોંધ-આદિપર્વના અંતમાં શાડ઼:ર્ગક પક્ષીઓ જ્ઞાનના બળથી અગ્નિથી મુક્ત થયા,એ કહ્યું.હવે એ જ જ્ઞાન ભક્તિના બળ વડે જ પ્રાપ્ત થાય છે-એ સભાપર્વમાં કહેવામાં આવ્યું છે.ભક્તિમાં રુચિ પેદા થાય તે માટે,પાંડવોને ભક્તિના બળથી જ દિવ્ય સભા ને ઐશ્વર્યનો લાભ મળ્યો છે તે કહ્યું છે.વળી,દ્વેષ વડે કરેલ ભક્તિ પણ સાયુજ્ય મુક્તિ આપે છે,તે માટે શિશુપાલની કથા કહેલ છે.
દુર્યોધન જેવા અભક્તોના દોષો કહેલ છે,ને દ્યુતમાં દ્રૌપદીના રક્ષણ કરીને,શ્રીહરિનો ભક્ત પ્રત્યેનો અનોખો પ્રેમ જણાવ્યો છે.
સમર્થ એવા પાંડવો,દુર્યોધન પર કોપ કરતા નથી તે જણાવી ભક્તોની સહનશક્તિ વર્ણવી છે.સભાપર્વની શરૂઆતમાં,
'ઉપકાર કરનાર તરફ અવશ્ય પ્રત્યુપકાર કરવો' તે દર્શાવવા મયદાનવ પ્રત્યુપકાર કરી અદભુત સભા કરી આપે છે-તે કહ્યું છે-અનિલ)
સભાક્રિયા પર્વ
અધ્યાય-૧-સભાસ્થાનનો નિર્ણય
मंगल श्लोक -नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II
ૐ શ્રીનારાયણ,નરોત્તમ,નર અને દેવી સરસ્વતીને પ્રણામ કરી 'જય'નું કીર્તન આદરીએ.