II वैशंपायन उवाच II सोSब्रवीदर्जुनं चैव वासुदेवं च सात्वतम I लोकप्रवीरौ विष्ठंतौ खाण्डवस्य समीपतः II १ II
વૈશંપાયન બોલ્યા-ત્યારે તે બ્રાહ્મણે,અર્જુન અને સાત્વત(યદુ) વંશી શ્રીકૃષ્ણને કે જેઓ સર્વલોકમાં શ્રેષ્ઠ એવા
વીરો હતા,ને જેઓ (તે વખતે) ખાંડવ વનની સમીપમાં આવીને રહયા હતા,તેમને કહ્યું કે-
'હું બહુ ખાનારો બ્રાહ્મણ છું ને મારે અપરિમિત ભોજન જોઈએ છે.હું તમારા બંને પાસે ભિક્ષા માંગુ છું,
તો તમે મને એક વાર તૃપ્તિ થાય તેટલું અન્ન આપો' ત્યારે શ્રીકૃષ્ણ અને અર્જુને કહ્યું કે-'તમે કહો કે તમે કયા
અન્નથી સંતોષ પામશો? તો અમે તે અન્ન માટે પ્રયત્ન કરીએ' ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે-(1-4)