અધ્યાય-૨૧૮-અર્જુનનું દ્વારકામાં આગમન
II वैशंपायन उवाच II सोSपरांतेपु तीर्थानि पुण्यान्यायतनानि च I सर्वाण्येवानुपूर्व्येण जगामामितविक्रम II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,તે અમાપ પરાક્રમી અર્જુન,પશ્ચિમ સમુદ્રને તીરે આવેલાં સર્વ તીર્થો ને પુણ્યસ્થાનોમાં ક્રમપૂર્વક ફરતાં ફરતાં તે પ્રભાસતીર્થે આવ્યો.મધુસુદન શ્રીકૃષ્ણે,જયારે સાંભળ્યું કે-અર્જુન પ્રભાસતીર્થ આવ્યો છે ત્યારે તે અર્જુનને મળવા આવ્યા ને અર્જુનને મળીને,ભેટીને પરસ્પર કુશળ પૂછીને,તે બે મિત્રો તે વનમાં બેઠા.
વાસુદેવે અર્જુનને,તેના પ્રવાસનું કારણ પૂછ્યું ત્યારે અર્જુને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો.
તે સાંભળીને શ્રીકૃષ્ણ બોલ્યા કે-'તેં કર્યું તે બરાબર જ છે ને એમ જ થવું જોઈએ' (1-7)