અધ્યાય-૨૧૨-સુંદ-ઉપસુંદનું મૃત્યુ
II नारद उवाच II जित्वा तु पृथिवीं दैत्यो निःसप्तनौ गतव्यथौ I कृत्वा त्रैलोक्यमव्यग्नं कृतकृत्यो बभूवतुः II १ II
નારદ બોલ્યા-સમસ્ત પૃથ્વીને જીતી લઈને,ને ત્રણે લોકને એકસરખાં હથેળીમાં લઈને,તે બંને દૈત્યો શત્રુરહિત અને ચિંતામુક્ત થયા ને પોતાને કૃતાર્થ માનવા લાગ્યા.દેવો,ગંધર્વો,યક્ષો,નાગો,રાજાઓ ને રાક્ષસો પાસેથી સર્વ રત્નો પોતાને ત્યાં લાવીને તેઓ પરમ સંતોષ પામતા હતા.હવે કોઈ પણ તેમને વ્યથા કરનારો રહ્યો નહોતો એટલે તે બંને નિરઉદ્યોગી રહી દેવોની જેમ વિહરવા લાગ્યા.સ્ત્રીઓ,ફુલમાળાઓ,સુગંધી દ્રવ્યો,પુષ્કળ ભક્ષ્યો-ને ભોજ્યો તથા
મનગમતાં પીણાઓથી તેઓ પરમ પ્રીતિ મેળવતા હતા.ને દેવોની જેમ જ ઉદ્યાનોમાં,પર્વતોમાં,વનોમાં તથા ઈચ્છા પ્રમાણે અનેક જુદા જુદા પ્રદેશોમાં મનમાન્યો વિહાર કરતા હતા.(1-5)