II नारद उवाच II उत्सवे वृत्तमात्रे तु त्रिलोक्याकांक्षिणावुमौ I मंत्रयित्वा ततः सेनां तावाज्ञापयातां तदा II १ II
નારદ બોલ્યા-જયારે ઉત્સવ પૂરો થયો,ત્યારે ત્રણે લોક પર વિજય મેળવવા ઇચ્છતા તે બંનેએ મંત્રણા કરીને સૈન્યને આજ્ઞા આપી.મિત્રો,વૃદ્ધ દૈત્યો અને મંત્રીઓની રાજા લઈને,તથા પ્રયાણ માટેનાં મંગલ કાર્યો કરીને તેઓએ રાત્રે મઘા નક્ષત્રમાં,પોતાની મહાન દૈત્ય સેના સાથે પ્રયાણ આદર્યું.ચારણો,વિજયસૂચક મંગળ સ્તુતિઓથી તેમની પ્રશંસા કરતા હતા,અને તેઓ ઘણા પ્રસન્ન થઈને આગળ વધતા હતા.(1-4)