II वैशंपायन उवाच II स गन्धर्ववचः श्रुत्वा तत्तादभरतपर्म I अर्जुनः परया भक्त्या पूर्णचन्द्र इवावमौ II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,ત્યારે ગંધર્વનું તે વચન સાંભળીને,અર્જુન પરમ ભક્તિપૂર્વક પૂર્ણચંદ્રની જેમ શોભી રહ્યો.પછી,વસિષ્ઠના તપોબળ,વિશે,અત્યંત કુતુહલ પામેલા તે અર્જુને ગાંધર્વને કહ્યં કે-'તમે વસિષ્ઠ નામે જે ઋષિ વિશે કહ્યું તે અમારા પૂર્વજોના પુરોહિત ઋષિ વિષે હું યથાવત સર્વ સાંભળવા ઈચ્છું છું.તો તે મને કહો (1-4)
(નોંધ-અહીં હવે,અધ્યાય-174 થી અધ્યાય-182 સુધી વસિષ્ઠ અને વિશ્વામિત્રની કથા છે,પાંડવોએ પુરોહિત કરવા જોઈએ,તે સંબંધી,
પુરોહિત વસિષ્ઠની આ કથા કહેવામાં આવી છે.અધ્યાય-183 માં પાંડવો ધૌમ્યઋષિને પુરોહિત બનાવે છે-અનિલ)