અધ્યાય-૧૦૩-વંશવૃદ્ધિ માટે સત્યવતી ને ભીષ્મનો સંવાદ
II वैशंपायन उवाच II ततः सत्यवती दीना कृपणा पुत्रगृद्धिनी I पुत्रस्य कृत्वा कार्याणि स्नुपाम्यां सह भारत II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભારત,પછી,પુત્રની ઈચ્છાવાળી,દિન અને કૃપણ થયેલી,સત્યવતીએ,પુત્રવધૂઓ સાથે પુત્રની પારલૌકિક ક્રિયાઓ કરી અને બંને વહુઓ ને ભીષ્મને આશ્વાસન આપ્યું ને પિતૃવંશ-માતૃવંશ ને ધર્મની તરફ દ્રષ્ટિ રાખીને ભીષ્મને કહ્યું કે-'ધર્મપરાયણ શાંતનુની કીર્તિ,પિંડ ને વંશવર્ધનને હવે તારો જ આધાર છે.
હે ધર્મજ્ઞ,તું વેદો ને શાસ્ત્રોને જાણે છે,સત્યપ્રિય છે,ધર્મ વિશે તારો નિર્ણય અચળ છે,તારો કુલાચાર શ્રેષ્ઠ છે ને
વિપત્તિમાં શુક્ર ને બૃહસ્પતિ જેવું તારું કર્તવ્યજ્ઞાન છે તે હું જાણું છું,આથી તારામાં પૂરો વિશ્વાસ રાખીને,
હું તને એક કાર્યમાં યોજ્યુ છું-તે સાંભળીને તારે તેમ કરવું જોઈએ તેમ હું માનું છું.'(1-7)