Feb 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-089

અધ્યાય-૯૬-શાંતનુ રાજાનું ઉપાખ્યાન(મહાભારત કથાની શરૂઆત) 


II वैशंपायन उवाच II इक्ष्वाकुवंशप्रभवो राजासीत्पृथिवीयतिः I महाभिप इति ख्यातः सत्यवाक् सत्यविक्रमः II १ II

વૈશંપાયન બોલ્યા-ઇક્ષ્વાકુ વંશમાં મહાભિષ નામે એક સત્યવચની અને પરાક્રમી પૃથ્વીપતિ રાજા હતો,તેણે એક હજાર અશ્વમેઘ યજ્ઞો ને સો રાજસૂય યજ્ઞોથી ઇન્દ્રને પ્રસન્ન કરી સ્વર્ગલોકને પામ્યો હતો.(1-2)

કોઈ એકવાર,દેવો,બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા હતા,ત્યારે ગંગાજી ત્યાં આવ્યાં,તે વખતે,ચંદ્રકાંતિ જેવું તેમનું વસ્ત્ર પવનથી ઉડી ગયું,તેથી દેવગણો એકદમ નીચું જોઈ ગયા,પણ મહાભિષ,ગંગાને જોઈ રહ્યા હતા,

તેમને આમ કરતા જોઈને બ્રહ્માજીએ મહાભિષને કહ્યું કે-'તું મનુષ્યલોકમાં જન્મીને,

ફરી પાછો સ્વર્ગલોકને પામીશ,હે દુર્બુદ્ધિ,જે ગંગાથી તારું મન હરાયું છે,

તે ગંગા.મનુષ્યલોકમાં તારું અપ્રિય કરશે,તને જયારે ક્રોધ ઉત્પન્ન થશે ત્યારે તું શાપ મુક્ત થશે.(3-8)

Feb 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-088

 પણ,વિચિત્રવીર્ય,અપુત્ર જ મરી ગયો,એટલે સત્યવતીએ વિચાર્યું કે વંશનો નાશ થવો ન જોઈએ,તેથી,

તેણે,(પરાશર મુનિથી થયેલા પોતાના પુત્ર) વ્યાસજીનું સ્મરણ કરી તેમને  બોલાવીને કહ્યું કે-

'તારો ભાઈ વિચિત્રવીર્ય,અપુત્ર જ સ્વર્ગવાસી થયો છે તો તું તેની સ્ત્રીમાં સારી પ્રજા ઉત્પન્ન કર'

'બહુ સારું' એમાં કહીને વ્યાસ મુનિએ ધૃતરાષ્ટ્ર,પાંડુ ને વિદુર એ ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા.જ્યેષ્ઠ પુત્ર 

(અંધ) ધૃતરાષ્ટ્રને ગાંધારીથી સો પુત્રો થયા,જેમાં દુર્યોધન,દુઃશાસન,વિકર્ણ અને ચિત્રસેન-મુખ્ય હતા.

Feb 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-087

 
અધ્યાય-૯૫-પૂરુવંશનું વિશિષ્ટ વર્ણન (મહાભારતનાં પાત્રો)

II जनमेजय उवाच II श्रुतस्तवतो मया ब्रह्मन् पूर्वेषां संभवो महान् I उदाराश्वापि वंशेSस्मिन् राजानो मे परिश्रुताः II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,તમારી પાસેથી,મેં પૂર્વ (પૂરૂવંશના) પુરુષોની જન્મવાર્તા ને એ વંશમાં થયેલા રાજાઓ વિશે સાંભળ્યું,પણ એ આખ્યાન સંક્ષિપ્ત અર્થમાં હોઈ મને પૂરી તૃપ્તિ આપતું નથી.તો તમે મને પ્રજાપતિથી માંડીને મનુની એ દિવ્યકથા ફરીથી કહો.આ પાવનકારી કથા સાંભળતાં મને તૃપ્તિ થતી નથી (1-5)

Feb 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-086

 
અધ્યાય-૯૪-પૂરુ(પૌરવ)વંશનું વર્ણન 

II जनमेजय उवाच II भगवन् श्रोतुमिच्छामि पूरोवंशकरानृपान I यद्विर्यान यादशांश्वापि यावतो यत्पराक्रमान् II १ II

જન્મેજય બોલ્યા-હે ભગવન,પૂરૂવંશ ચલાવનારા રાજાઓ વિષે હું સાંભળવા ઈચ્છું છું.તેઓ કેવા હતા?

કેવા વીર્યવાન ને પરાક્રમી હતા? કેટલા હતા? તેમનામાં કોઈ રાજા શીલ વિનાનો કે નિઃસંતાન થયો નથી,

તો તે પ્રસિદ્ધ ચારિત્ર્યવાળા રાજાઓના ચરિત્રને હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું (1-3)

Feb 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-085

અધ્યાય-૯૩-યયાતિને પુનઃ સ્વર્ગપ્રાપ્તિ 


II वसुमान उवाच II वसुमानौपद्श्विर्यध्यस्ति लोको दियि मे नरेन्द्र I 

यद्यंतरिश्वे प्रथितो महात्मन क्षेत्रज्ञं त्वां तस्य धर्मस्य मन्ये II १ II

વસુમાન બોલ્યો-હે નરેન્દ્ર,હું ઉષદશ્વનો પુત્ર વસુમાન,હું તમને ધર્મના જ્ઞાતા જાણું છું,

એટલે તમને પૂછું છું કે-સ્વર્ગ કે અંતરિક્ષમાં મારા માટે પ્રસિદ્ધ લોક છે કે ?

યયાતિ બોલ્યો-સૂર્યનારાયણ પોતાના તેજથી જે અંતરિક્ષ,પૃથ્વી અને દિશાઓના લોકોને

 પ્રકાશિત કરે છે,તેટલા.અનંત એવા પુણ્યલોકો સ્વર્ગમાં તમારી રાહ જુએ છે.(1-2)