Jan 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-074

 
અધ્યાય-૮૦-શર્મિષ્ઠા દેવયાનીની દાસી થઇ 

II वैशंपायन उवाच II ततः काव्यो भृगु श्रेष्ठ: समन्पुरुषगम्य ह I वृषपर्वाणमासीनमित्युवाचाविचारन  II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,ભૃગુશ્રેષ્ઠ કવિપુત્ર શુક્ર,વૃષપર્વા પાસે ગયા,ને  સહસતાથી જ તેને કહેવા લાગ્યા કે-

હે રાજન,અધર્મ કર્યો હોય,તો તે ગાયની જેમ તરત જ ફળતો નથી,તે તો આવર્તન પામીને (વધીને) ધીરેધીરે અધર્મ કરનારનો મૂળથી નાશ કરે છે.જેમ,ઠાંસીને ખાવાથી પેટને પીડા થાય જ છે,તેમ,પાપ પણ ચોક્કસ ફળ આપે જ છે.

કદાચ પોતે,પોતાના કરેલ પાપને જોઈ શકે નહિ,પણ તે પાપનું ફળ તો મળે જ છે ને દેખાય છે.

Jan 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-073

 
અધ્યાય-૭૯-શુક્રાચાર્ય અને દેવયાનીનો સંવાદ 

II शुक्र उवाच II यः परेपां नित्यमतिवादां स्तितिक्षते I देवयानि विजानीहि तेन सर्वमिदं जितम् II १ II

શુક્ર બોલ્યા-હે દેવયાની,જે મનુષ્ય,નિત્ય,પરકાઓની નિંદા સહી લે છે તેણે,આખું જગત જીત્યું છે એમ જાણ.

જે ઉછળતા ક્રોધને,ઘોડાની જેમ કાબુમાં રાખે છે,તેને જ સંતો સાચો સારથી કહે છે,નહી કે માત્ર લગામોને 

ઝાલી રાખનારને.ઉછળેલા ક્રોધને,અક્રોધથી જે કાબુમાં રાખે છે,તેણે આ જગત જીત્યું છે એમ જાણજે.

Jan 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-072

અધ્યાય-૭૮-દેવયાની અને શર્મિષ્ઠા વચ્ચે વિરોધ 


II वैशंपायन उवाच II कृतविद्ये कचे प्राप्ते हृष्टरूपा दिवौकसः I कचादधीत्य तां विद्यां कृतार्था भरतर्षम  II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,કચ વિદ્યાસંપન્ન થઈને આવ્યો તેથી દેવો હર્ષિત થયા અને તેની પાસેથી વિદ્યા શીખીને કૃતાર્થ થયા.પછી,તે બધા દેવો,(શતક્રતુ) ઇન્દ્ર પાસે જઈને બોલ્યા-'તમારા પરાક્રમનો આ વખત છે,તમે શત્રુઓને હણી નાખો' ત્યારે ઇન્દ્રે કહ્યું કે-'ભલે તેમ હો' ને પછી તેણે પૃથ્વી તરફ પ્રયાણ કર્યું.ત્યાં તેણે વનમાં સ્ત્રીઓને જોઈ કે જે

જળક્રીડા કરતી હતી,ત્યારે ઇન્દ્રે વાયુરૂપ થઈને તે સ્ત્રીઓના વસ્ત્રોને સેળભેળ કરી દીધાં.(1-4)

Jan 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-071

 
અધ્યાય-૭૭-કચ અને દેવયાનીના પરસ્પર શાપ 

II वैशंपायन उवाच II समावृतव्रतं तं तु विसृष्ट गुरुणा सदा I प्रस्थितं त्रिदशावासं देवयान्यव्रविददम् II १ II

વૈશંપાયન બોલ્યા-જેનું વ્રત પૂરું થયું છે ને જેણે ગુરુથી વિદાય લીધી છે,તે કચ,દેવધામ જવા નીકળ્યો ત્યારે,

દેવયાનીએ તેને કહ્યું કે-હે કચ,જેમ,અંગિરા ઋષિ,મારા પિતાને માન્ય છે તેમ,બૃહસ્પતિ પણ મને માન્ય ને પૂજ્ય છે.

હવે,હું જે કહું છું તે વિષે તું વિચાર.તું નિયમપરાયણ ને (બ્રહ્મચર્ય) વ્રતમાં હતો,ત્યારે જેમ હું તને ભજતી હતી,

તેમ,વિદ્યાનું સમાપન કરીને વ્રતથી મુક્ત થયેલો તું મને ભજવા યોગ્ય છે,

માટે હવે તું,મંત્રપૂર્વક ને વિધિસર મારા હાથનો સ્વીકાર કર.

Jan 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-070


ત્યાર બાદ,ત્રીજીવાર,તે અસુરોએ કચને મારી નાખ્યો ને તેને બાળીને તેનું ચૂર્ણ કરીને,મદિરામાં ભેળવીને,

શુક્રાચાર્યને પાઈ દીધું.દેવયાનીએ કચને ન જોઈને પિતાને ફરિયાદ કરી કે-'ક્યાંય કચ દેખાતો નથી'

ત્યારે શુક્રાચાર્ય બોલ્યા કે-હે પુત્રી,કચ,મરણ પામ્યો છે.તેને(બે વખત) મેં સંજીવની વિદ્યાર્થી તેને સજીવન કર્યો,

પણ અસુરો તેને મારી નાખે છે.તેને માટે શોક કરવો ઘટતો નથી,કેમ કે તેને ફરીથી જીવતો રાખવો અશક્ય છે,

કેમ કે તે ફરીથી જીવતો થાય તો,અસુરોથી,તેનો ફરીથી વધ થવાનો જ છે (33-48)