જેમ,બેપગાંમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે,ચોપગાંમાં ગાય શ્રેષ્ઠ છે,ને વડીલોમાં ગુરુ શ્રેષ્ઠ છે,તેમ સ્પર્શમાં પુત્ર-સ્પર્શ શ્રેષ્ઠ છે.
તો આ સુંદરમૂર્તિ પુત્રને ભેટીને તમે સ્પર્શ સુખ પામો.હે રાજન,ત્રણ વર્ષ પુરાં થયે,મેં તમારા આ કુમારનો જન્મ આપ્યો છે,તેના જન્મ સમયે અંતરિક્ષ વાણીએ કહ્યું હતું કે-આ સો યજ્ઞો કરશે.