Jan 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-061

 
અધ્યાય-૭૧-શકુંતલાની જન્મકથા 

II वैशंपायन उवाच II ततोSगच्छन्महाबाहुरेकोमात्यान्विसृज्य तान् I नापश्यस्चाश्रमे तस्मिस्तमृपिं संशितव्रतं II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,તે મહાબાહુએ,મંત્રીઓને વિદાય આપી,ને પોતે એકલો આશ્રમની અંદર ગયો.

પણ તે આશ્રમમાં તેણે કણ્વ ઋષિને જોયા નહિ,એટલે તે બૂમ મારી બોલ્યો 'કોઈ છે અહીં?'

તેનો શબ્દ સાંભળોને,તાપસીનો વેશ ધારણ કરેલી,સાક્ષાત લક્ષ્મીના જેવી રૂપવતી,એક કન્યા,

તે આશ્રમમાંથી બહાર આવી અને રાજાને જોતાં જ,તેમને આદર આપી બોલી 'હે રાજન ભલે પધાર્યા'

Jan 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-060

 
અધ્યાય-૭૦-કણ્વ-ઋષિના આશ્રમમાં દુષ્યંત 

II वैशंपायन उवाच II ततो मृगसहस्त्राणि हत्वा सबलवाहनःI राज मृगप्रसंगेन वनमन्यद्विवेश ह II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,હજારો મૃગોને મારીને,રાજાએ,પોતાના લશ્કર અને વાહનો સાથે,બીજા વનમાં પ્રવેશ કર્યો.

ભૂખ્યો ને તરસ્યો તે વનના છેડા સુધી પહોંચ્યો,તો ત્યાં મહાન શૂન્ય પ્રદેશ આવ્યો.ત્યાંથી પણ આગળ વધીને તે બીજા એક મહાવનમાં પ્રવેશ્યો,કે જે વન,ઉત્તમ આશ્રમોથી યુક્ત,મન તથા નેત્રને આનંદ આપનારું,શીતળ વાયુથી સંયુક્ત,ફુલવાળા વૃક્ષોથી ભરપૂર,હરિયાળા ઘાસથી છવાયેલું,અને પંખીઓ ને ભમરાઓના નાદવાળું હતું (1-6)

Jan 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-059

 
અધ્યાય-૬૮-શકુંતલા-ઉપાખ્યાન 

II जनमेजय उवाच II त्वतः श्रुतमिदं ब्रह्मन् देवदानवरक्षसाम I अन्शावतरणं सम्यग्गन्धर्वाप्सरसां तथा II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,દેવો,દાનવો,રાક્ષસો,ગંધર્વો ને અપ્સરાઓના અંશાવતારો,

મેં સારી રીતે સાંભળ્યા,હવે કુરુઓના વંશ વિશે વિસ્તારથી કહો.

વૈશંપાયન બોલ્યા-હે રાજન,પૌરવોના વંશને વધારનાર 'દુષ્યંત' નામે,ચાર મહાસાગર પર્યંતની પૃથ્વીનો,

પાલનહાર રાજા ને ભોક્તા હતો.ચાર વર્ણથી ભરેલા ને મ્લેચ્છ દેશ સુધીના સંપૂર્ણ પૃથ્વીદેશો પર તેનું રાજ્ય હતું.

Jan 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-058


 હે રાજન,યુધિષ્ટિર-એ ધર્મના અંશરૂપે,ભીમ-એ વાયુદેવના અંશરૂપે,અર્જુન-એ ઇન્દ્રના અંશરૂપે,

અને નકુલ તથા સહદેવ-એ અશ્વિનીકુમારોના અંશથી,આ લોકમાં પેદા થયા હતા.અભિમન્યુ-એ વર્યા નામના

સોમપુત્રના અંશથી અવતર્યો હતા.હે રાજન,તમારા પિતાની આ જન્મકથા કહી.(112-126)

Jan 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-057

 વીર નામનો અસુર-પૉન્દ્રમાત્સ્યક નામે,વૃત્ર-મણિમાન નામે,ક્રોધહંતા-દંડ નામે 

અને ક્રોધવર્ધન-દંડધાર નામે પૃથ્વી પર જન્મીને પ્રખ્યાત થયા હતા.(43-47)

કાલિના આઠ પુત્રો (કાલેયો)પૈકી,પહેલો મહાઅસુર-જયત્સેન નામે,બીજો અપરાજિત નામે,

ત્રીજો-નિષાદરાજ નામે,ચતુર્થ-શ્રેણીમાન નામે,પાંચમો-મહૌજા નામે,છઠ્ઠો-અભીરુ નામે,

સાતમો-સમુદ્રસેન નામે,અને આઠમો-બૃહત નામે ધર્માત્મા રાજા તરીકે જન્મ્યા હતા. (48-56)