Dec 26, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-049

 તેમની રાજધાની પાસે વહેતી,'શક્તિમતી'નદીને ચેતનાયુક્ત 'કોલાહલ' પર્વતે,કામયુક્ત થઈને રોકી લીધી હતી,

વસુએ તે કોલાહલ પર્વતને લાત મારી,પ્રહારથી થયેલ બખોલમાંથી તે નદી બહાર નીકળી પડી,

નદીએ તે પર્વતથી એક જોડકું પેદા કર્યું હતું.પોતાના છુટકારાથી પ્રસન્ન થયેલી તે નદીએ,પોતે જ 

તે જુગલ રાજાને અર્પણ કર્યું.એમાં જે પુરુષ (અરિનાશન) હતો તેને રાજાએ પોતાનો સેનાપતિ બનાવ્યો 

અને કન્યા (ગિરિકા)ને રાજાએ પોતાની પત્ની કરી.

Dec 23, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-048

 

અધ્યાય-૬૩-વ્યાસ-(અને ઉપરિચર) આદિની ઉત્પત્તિ 

(અધ્યાય-1 માં જણાવ્યા મુજબ કેટલાક અહીં (ઉપરિચરની કથા) થી મહાભારતની કથાનો પ્રારંભ કરે છે)

II वैशंपायन उवाच II राजोपरिचरो नाम धर्मनित्यो महीपतिः I वभूव मृगयां गंतु सदा किल धृतव्रतः  II १ II

વૈશંપાયન બોલ્યા-રાજા ઉપરિચર નામે એક ધર્મશીલ રાજા હતો,તે સદા મૃગયાનો વ્રતધારી હતો,

પુરુવંશને આનંદ આપનારા તે વસુ રાજાએ,ઇન્દ્રના ઉપદેશથી ચેદિ નામના રમણીય પ્રદેશ પર અધિકાર 

મેળવ્યો હતો.એક સમયે.શસ્ત્રો મૂકી દઈને તે તપસ્વી થઈને આશ્રમમાં રહેતો હતો,ત્યારે દેવોએ વિચાર્યું કે-

;આ તપસ્વી રાજા તપથી ઇન્દ્રપદને યોગ્ય થશે' એટલે તે રાજા પાસે આવ્યા અને તેને સમજાવટથી 

તપમાંથી નિવૃત્તિ કરવાનું સમજાવવા લાગ્યા.(1-4)

Dec 22, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-047


અધ્યાય-૬૨-મહાભારતનું માહાત્મ્ય 

II जनमेजय उवाच II कथितं वै समासेन त्वया सर्व द्विजोत्तम I महाभारतमाख्यानं कुरुणा चरितं महत्  II १ II

જન્મેજય બોલ્યા-હે દ્વિજશ્રેષ્ઠ,તમે કુરુવંશીઓના ચરિત્ર વિશેનું મહાભારત આખ્યાન સંક્ષેપમાં કહ્યું,

પણ તેને વિસ્તારથી સાંભળવાનું કુતુહલ થયું છે,તો તમે ફરીથી વિસ્તારથી તે કથા કહો.

પૂર્વજોનાં મહાન ચરિત્ર સાંભળતાં હું ધરાતો નથી,ધર્મજ્ઞ એવા પાંડવોએ,વધને યોગ્ય નહિ એવા,

અનેકને હણી નાખ્યા,છતાં લોકો તેમની પ્રશંસા કરે છે,તો તેનું કારણ કંઈ નાનુસુનું નહિ જ હોય.

Dec 17, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-046

 
અધ્યાય-૬૧-સંક્ષિપ્ત મહાભારત 


II वैशंपायन उवाच II गुरवे प्राङ्ग नमस्कृत्य मनोबुध्धिसमाधिभिः I संपूज्यश्व द्विजांसर्वास्तथान्यानधिदुपोजनान  II १ II

વૈશંપાયન બોલ્યા-પ્રથમ મન,બુદ્ધિ અને એકચિત્તતાથી જીરૂશ્રીને નમસ્કાર કરું છું,પછી સર્વ બ્રાહ્મણો તથા અન્ય વિદ્વાનોને વંદન કરું છું.અને સર્વ લોકમાં વિખ્યાત,મહાત્મા વ્યાસજીનો સંપૂર્ણ મત કહું છું.હે રાજા,આ મહાભારતની કથા સાંભળવા સુયોગ્ય છો,ગુરુની આજ્ઞા,જાણે મારા મનને ઉત્સાહ આપી રહી છે,

હે રાજન,કૌરવો અને પાંડવો વચ્ચે ભેદ કેમ પડ્યો,રાજ્યના નિમિત્તે જુગટું કેમ મંડાણું,પાંડવોને વનવાસ

 મળ્યો ને મનુષ્યોનો ઘાણ કાઢી નાખનારૂ યુદ્ધ થયું,એ બધું હવે હું તમને કહીશ.(1-5) 

Dec 16, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-045

 
અધ્યાય-૬૦-મહાભારતની કથાનો આરંભ 

II सौतिरुवाच II श्रुत्वा तु सर्पसत्राय दीक्षितं जनमेजय I अभ्यग्च्छदपिविद्वान कृष्णद्वैपायनस्तदा II १ II

સૂતજી બોલ્યા-જન્મેજયે,સર્પસત્રની દીક્ષા લીધી છે,એ સાંભળીને,વિદ્વાન ઋષિ કૃષ્ણદ્વૈપાયન (વ્યાસજી) ત્યાં  પધાર્યા,તેમને કાલી (મત્સ્યગંધા) નામની કન્યાએ,યમુના દ્વીપમાં શક્તિના પુત્ર પરાશરથી જન્મ આપ્યો હતો,

તે પાંડવોના પિતામહ હતા,ને જન્મતા ની સાથે જ પોતાના દેહને યથેચ્છ રીતે વિકસાવ્યો હતો.

તે મહાયશસ્વીએ વેદાંગો અને ઇતિહાસો સાથે વેદનું અધ્યયન કર્યું હતું,

તપમાં,વેદોંધ્યયનમાં,વ્રતોમાં,ઉપવાસોમાં,ને યજ્ઞમાં તેમને ચડી જઈ શકતું નથી.