અધ્યાય-૬૩-વ્યાસ-(અને ઉપરિચર) આદિની ઉત્પત્તિ
II वैशंपायन उवाच II राजोपरिचरो नाम धर्मनित्यो महीपतिः I वभूव मृगयां गंतु सदा किल धृतव्रतः II १ II
વૈશંપાયન બોલ્યા-રાજા ઉપરિચર નામે એક ધર્મશીલ રાજા હતો,તે સદા મૃગયાનો વ્રતધારી હતો,
પુરુવંશને આનંદ આપનારા તે વસુ રાજાએ,ઇન્દ્રના ઉપદેશથી ચેદિ નામના રમણીય પ્રદેશ પર અધિકાર
મેળવ્યો હતો.એક સમયે.શસ્ત્રો મૂકી દઈને તે તપસ્વી થઈને આશ્રમમાં રહેતો હતો,ત્યારે દેવોએ વિચાર્યું કે-
;આ તપસ્વી રાજા તપથી ઇન્દ્રપદને યોગ્ય થશે' એટલે તે રાજા પાસે આવ્યા અને તેને સમજાવટથી
તપમાંથી નિવૃત્તિ કરવાનું સમજાવવા લાગ્યા.(1-4)