અધ્યાય-૫૬-આસ્તીકને વરદાન
II जनमेजय उवाच II वालोSप्ययं स्थविर इवावमापते नायं वालः स्थविरोSमतो मे I
इच्छाम्यहं वरमस्मै प्रदातुं तन्मे विप्राः संविदध्वं यथावत II १ II
જન્મેજય બોલ્યા-હે વિપ્રો,બાળક હોવા છતાં,આ તો વૃદ્ધની જેમ બોલે છે,મારા અભિપ્રાય મુજબ
તે વૃદ્ધ જ છે.હું તેને વરદાન આપવા માગું છું,તમે વિચાર કરીને કહો.
સભાસદો બોલ્યા-બ્રાહ્મણ,બાળક હોય તો પણ તેનું સન્માન કરવું જોઈએ,વળી તે વિદ્વાન હોય તો
તેને વિશેષ સન્માન ઘટે છે,તેથી તમારા તરફથી તેની સર્વ કામનાઓ પુરી થવા યોગ્ય જ છે.
પણ,તે પહેલાં,આપણે એવું કરો કે જેથી તક્ષક,ઝટ આવી પડે.(1-2)